Home /News /lifestyle /ચૈત્રી નોરતાં પહેલાં સિંધવ મીઠું લેતા પહેલા આ રીતે ચેક કરી લો અસલી છે કે નકલી
ચૈત્રી નોરતાં પહેલાં સિંધવ મીઠું લેતા પહેલા આ રીતે ચેક કરી લો અસલી છે કે નકલી
બટાકાથી તમે અસલી કે નકલી ચેક કરી શકો છો.
How to check adulteration in rock salt: થોડા દિવસ પછી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થશે. ચૈત્રી નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ સમયે અનેક લોકો સિંધવ મીઠાનો ઉપયોગ કરતા હોય છે. સિંધવ મીઠું માર્કેટમાં નકલી પણ મળે છે.
How to Check Adulteration in Rock Salt: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચના રોજજ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ સમયે સિંધવ મીઠું ખાવામાં આવે છે. સિંધવ મીઠું ખાવાને કારણે બજારમાંથી લાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો સિંધવ મીઠું બજારમાં નકલી પણ મળે છે? આમ, તમને એક વાત ખાસ જણાવી દઇએ કે તમે આ ટિપ્સની મદદથી અસલી કે નકલી સિંધવ મીઠાની ઓળખ કરી શકો છો. તો જાણો આ વિશે અને લેતા પહેલાં ખાસ ચેક કરી લો, કારણકે ઉપવાસમાં અનેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
અસલી અને નકલી સિંધવ મીઠાની ઓળખ કરવા માટે તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક મોટી સાઇઝનું બટાકુ લો અને એની ઉપર સિંધવ મીઠું નાખો. થોડી વાર રહીને લીંબુનો રસ નાખો. આમ નકલી હશે તો મીઠાનો રંગ બદલાઇ જશે અને જો મીઠું અસલી હશે તો રંગ બદલાશે નહીં. આમ, બટાકા તમારે માટે એક બેસ્ટ ઓપ્શન છે જૌની મદદથી તમે તરત જ નકલી સિંધવ મીઠાની ઓળખ કરી શકો છો.
ગરમ પાણીની મદદથી પણ તમે સિંધવ મીઠાની સાચી ઓળખ કરી શકો છો. આ માટે તમે એક કપ પાણી લો અને એને ગરમ કરી લો. પછી એમાં એક ચમચી લીંબુનો રસ એડ કરો. ત્યારબાદ પાણીમાં સિંધવ મીઠુ નાખીને ઉકળવા દો. અસલી સિંધવ મીઠું પાણીમાં તરત પીગળી જાય છે, જ્યારે નકલી સિંધવ મીઠું કલર બદલે છે અને સાથે-સાથે પીગળવામાં પણ સમય લે છે. આમ, તમે જ્યારે સિંધવ મીઠું લેવા જાવો ત્યારે ખાસ કરીને આ ટિપ્સ અજમાવીને ચેક કરી લો.
કોટનની ઓળખ કરો
કોટનની મદદથી પણ તમે અસલી અને નકલી સિંધવ મીઠાની ઓળખ કરી શકો છો. આ માટે એક બાઉલમાં લીંબુનો રસ કાઢી લો. હવે કોટનને લીંબુના રસમાં સારી રીતે ડિપ કરી લો. પછી આની પર થોડુ સિંધવ મીઠું નાખો અને થોડી વાર માટે રહેવા દો. 10 મિનિટ પછી સિંધવ મીઠાનો રંગ છૂટવા લાગશે અને પીગળવા લાગશે. અસલી હશે તો રંગમાં કોઇ ફરક નહીં પડે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર