Home /News /lifestyle /કડાઇ કાળી અને ચીકણી થઇ ગઇ છે? તો અજમાવો આ ટિપ્સ એન્ડ ટ્રિક, ચપટીમાં ચમકી જશે
કડાઇ કાળી અને ચીકણી થઇ ગઇ છે? તો અજમાવો આ ટિપ્સ એન્ડ ટ્રિક, ચપટીમાં ચમકી જશે
કાળી કડાઇને સાફ કરો.
Kadhai Cleaning Tips: સામાન્ય રીતે કડાઇનો રસોડામાં વઘારે ઉપયોગ થતો હોય છે. કડાઇનો ઉપયોગ વઘારે થવાથી એ કાળી અને ચીકણી પડી જાય છે. આ કાળી અને ચીકણી કડાઇમાં તમે રસોઇ બનાવો છો તો હેલ્થને અનેક નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં રસોઇ બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા એ થાય છે કડાઇ કાળી પડી જાય છે. કડાઇનો સામાન્ય રીતે દરેક ઘરોમાં ઉપયોગ વઘારે થતો હોય છે. આમ, કડાઇને કાળાશને દૂર કરવી ખૂબ જરૂરી છે. જો તમે કડાઇની કાળાશ સમયે દૂર કરતા નથી હેલ્થ અને સ્કિનને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આમ, વાત કરવામાં આવે તો કડાઇની કાળાશ દૂર કરવા માટે અનેક મહેનત કરવી પડે છે. આમ જો તમે સરળતાથી કાળાશ દૂર કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. આ ટિપ્સ ફોલો કરીને તમે કડાઇની કાળાશ જલદી દૂર કરી શકો છો. આ ટિપ્સથી તમારી કડાઇ ચમકી જશે અને ક્લીન થઇ જશે.
કડાઇને સાફ કરવા માટે તમે લીંબુ અને મીંઠુનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે કડાઇમાં 3 ગ્લાસ પાણી લો અને ગેસ પર ગરમ કરવા માટે મુકો. હવે પાણીમાં બે ચમચી ડિટરજન્ટ, એક ચમચી મીઠું અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. હવે ગેસની ફ્લેમ હાઇ કરી લો. 5 મિનિટ સુધી પાણી ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. આ ટિપ્સ તમારી ઓછી મહેનતે કડાઇને ચકચકાટ કરી દેશે.
કાળી અને ચિકણી કડાઇને સાફ કરવા માટે તમે બેકિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ એક બેસ્ટ ઉપાય છે. આ માટે તમે ગરમ પાણીમાં બે ચમચી બેકિંગ પાવડર લો અને એમાં મીઠું નાખીને ઉકાળો. પછી બ્રશની મદદથી કડાઇને સાફ કરી લો. તમે આ ટિપ્સથી કડાઇને સાફ કરશો તો ફટાફટ ક્લિન થઇ જશે અને મસ્ત ચમકી ઉઠશે. તો તમે પણ આ રીતથી કડાઇની કાળાશ દૂર કરી દો.
કાસ્ટિક સોડા
કાળી કડાઇને ચમકાવવા માટે કાસ્ટિક સોડા પણ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે ગરમ પાણીમાં કાસ્ટિક સોડા મિક્સ કરી લો અને પછી બ્રશની મદદથી ઘસો. આમ કરવાથી કાળી કડાઇ ચમકી જશે અને તમારી હેલ્થને કોઇ નુકસાન પણ નહીં થાય.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર