Home /News /lifestyle /કુકિંગ ગેસની બચત કરવા ફોલો કરો આ ટ્રિક, નહીં થઇ જાય જલદી પૂરો અને બજેટ પણ નહીં ખોરવાય

કુકિંગ ગેસની બચત કરવા ફોલો કરો આ ટ્રિક, નહીં થઇ જાય જલદી પૂરો અને બજેટ પણ નહીં ખોરવાય

આ રીતે ગેસની બચત કરો

Cooking gas saving tips: ગેસની બચત થાય એ ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોના ઘરે ગેસની બચત નથી હોતી નથી. ગેસની બચત ના થવાને કારણે મહિનાનો ખર્ચ ખોરવાઇ જાય છે અને બજેટ વધી જાય છે. આમ, જો તમે પણ ગેસની બચત કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં ગેસનો રસોઇ બનાવવાથી લઇને બીજી અનેક રીતે ઉપયોગ થતો હોય છે. દિવસેને દિવસે ગેસના ભાવ વધતા જાય છે ત્યાં ગેસની બચત કરવી ખૂબ જરૂરી છે. જો તમે ગેસની બચત કરતા નથી તો ગેસનો બાટલો જલદી પૂરો થઇ જાય છે અને મહિનાનો ખર્ચો વધી જાય છે. ગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે ગેસનો બાટલો ખૂબ ઝડપથી પૂરો થઇ જાય છે. જો તમને પણ આવી ફરિયાદ રહે છે તો ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. તમે આ ટિપ્સ ફોલો કરો છો તો ગેસની બચત થશે અને તમારું બજેટ પણ ખોરવાશે નહીં.

    આ પણ વાંચો: આ ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામીન બી

    પ્રેશર કુકરનો ઉપયોગ કરો


    તમે જ્યારે જમવાનું બનાવો ત્યારે ખાસ કરીને પ્રેશર કુકરનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી કુકરમાં રસોઇ બનાવવાની આદત પાડો. કુકરમાં રસોઇ બનાવવાથી ગેસની બચત થાય છે અને સાથે ટેસ્ટમાં પણ ટેસ્ટી બને છે.

    પાણીની માત્રા ઓછી કરો


    ગેસની બચત કરવા માટે આ બહુ જરૂરી છે. જ્યારે પણ તમે જમવાનું બનાવો ત્યારે ખાસ કરીને પાણીની માત્રા ઓછી લો. આ માટે તમે દાળ-ભાત જેવી વસ્તુઓને પહેલાથી પલાળીને રાખો. પહેલાથી વસ્તુઓને પલાળીને રાખવાથી એ જલદી થઇ જાય છે જેના કારણે ગેસની બચત થાય છે. તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તમારા ગેસની બચત સારી એવી થશે.

    આ પણ વાંચો: આ રીતે પાણી પીને પણ હાઇ બ્લડ પ્રેશરને કરી શકો કંટ્રોલ

    ઢાંકણ ઢાંકવાની આદત પાડો


    જ્યારે પણ તમે રસોઇ બનાવો ત્યારે ખાસ કરીને ઢાંકણ ઢાંકવાની આદત પાડો. વસ્તુ ઢાંકવાથી એ જલદી થઇ જાય છે જેના કારણે તમારા ગેસની બચત થાય છે. ઘણાં લોકો શાક બનાવે ત્યારે એ ખુલ્લું જ રાખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.


    ઠંડી વસ્તુઓ બહાર રહેવા દો


    ફ્રિજમાંથી કોઇ પણ વસ્તુને બહાર કાઢીને તરત ગેસ પર મુકશો નહીં. આ માટે તમે ફ્રિજમાંથી પહેલા વસ્તુઓને બહાર કાઢી લો અને 5 થી 10 મિનિટ રહીને પછી ગેસ પર મુકો. આમ કરવાથી તમારા ગેસની બચત થાય છે અને સાથે વસ્તુ પણ ફટાફટ થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Lifestyle

    विज्ञापन
    विज्ञापन