સમારેલા સફરજન અને કેળાને કાળા પડતાં અટકાવશે આ ટ્રિક

આ ઉપરાંત પણ અહીં અનેક ટ્રિક બતાવવામાં આવી છે જે તમે રોજબરોજનાં વપરાશમાં લઇ શકો છો.

News18 Gujarati
Updated: May 17, 2019, 4:05 PM IST
સમારેલા સફરજન અને કેળાને કાળા પડતાં અટકાવશે આ ટ્રિક
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 4:05 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આપણે જ્યારે પણ સફરજન કે કેળા સમારીને રાખીએ છીએ ત્યારે થોડીવારમાં જ તેનો રંગ બદલાઇ જાય છે. જો તમારે પહેલાથી જ સફરજન કે કેળા જેવા ફળોને સમારીને રાખવા હોય તો અહીં એકદમ સરળ ટ્રિક છે. આ ઉપરાંત પણ અહીં અનેક ટ્રિક બતાવવામાં આવી છે જે તમે રોજબરોજનાં વપરાશમાં લઇ શકો છો.

 • સમારેલા સફરજન અને કેળાને કાળા પડતાં અટકાવવા તેના પર લીંબુની ફાડ ઘસવી.


 • બટાકાને બાફતી વખતે તેમાં મીઠું નાખવાથી બટાકા ફાટતા નથી.

 • જુવારના લોટને હુંફાળા પાણીથી બાંદવાથી રોટલો ફાટતો નથી.

 • ટામેટાનો સોસ બનાવતી વખતે તેમાં બીટનું છીણ ઉમેરવાથી સોસનો રંગ ઘેરો થાય છે.

 • કોઇ પણ ભાજીને પેપરમાં વીંટાડીને રેફ્રિજરેટરમાં રાખવાથી વધુ સમય તાજી રહે છે.

 • લસણને લાંબો સમય તાજું રાખવા તેને ફોલી કળી પર થોડું મીઠું ભભરાવી હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખવું.

 • ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં લીંબુ નીચોવાથી શાકમાં ચીકાશ નહીં થાય.

 • સૂપમાં મીઠું વધુ પડી ગયું હોય તો કાચુ બટાકુ નાખી સૂપ ઉકાળવો.

 • ગ્રેવીને ઘટ્ટ કરવા તેમાં શેકેલા સીંગદાણાનો ભુક્કો નાખવો.

 • દાળમાં એક ચમચો ઘી કે તેલ નાખવાથી દાળ ઊભરાતી નથી.

 • બ્રેડની કિનારી કાપવા સ્વચ્છ ધારદાર કાતરનો ઉપયોગ કરવાથી વ્યવસ્થિત કિનારી કપાઇ છે.

 • મેથીના પરોઠાના લોટમાં થોડો ચણાનો લોટ તેમજ દહીં નાખવાથી પરોઠા મુલાયમ થાય છે.

 • લીંબુના શરબતમાં થોડો ફુદીનો નાખવાથી શરબત સ્વાદિષ્ટ થાય છે.

 • ગ્રેવી તીખી થઇ ગઇ હોય તો ગેસ પરથી ઉતારી તેમાં થોડું દહીં ભેળવવું.

First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...