Home /News /lifestyle /ENOનું નાનું પેકેટ કરે છે મોટું કામ, જ્વેલરીથી લઇને રસોડાની આ વસ્તુઓ ઓછી મહેનતે ચમકાવી દો

ENOનું નાનું પેકેટ કરે છે મોટું કામ, જ્વેલરીથી લઇને રસોડાની આ વસ્તુઓ ઓછી મહેનતે ચમકાવી દો

ઇનોથી સાફ કરો આ વસ્તુઓ

Eno hacks: સામાન્ય રીતે એસિડિટી કે ગેસની સમસ્યા થાય ત્યારે આપણે ઇનોનો ઉપયોગ કરતા હોઇએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે ઇનો માત્ર ગેસની સમસ્યા જ નહીં પરંતુ બીજી અનેક રીતે ફાયદાકારક છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે પણ ઘરમાં કોઇને એસિડિટી કે પેટમાં દુખાવો થાય ત્યારે લોકો ઇનો શોધતા હોય છે. ઇનો પીવાથી એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત મળી જાય છે. ઇનોનો ઉપયોગ આપણે કુકિંગથી લઇને સાફ-સફાઇ જેવી અનેક રીતે કરવામાં આવે છે. તમે હાઉસ હોલ્ડ વર્કમાં પણ તમે સરળતાથી ઇનોનો ઉપયોગ કરી શકો છો. આમ, જો વાત કરવામાં આવે તો ઇનોનો તમે એક રીતે નહીં પરંતુ અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તો જાણી લો તમે પણ ઇનોના આ અઢળક ઉપયોગ વિશે..

    ઇનોના સરળ હેક્સ


    ઇનોથી જ્વેલરી ક્લિન કરો


    તમે ઇનોની મદદથી તમારા દાગીનાને પણ ક્લિન કરી શકો છો. ઇનોથી તમે સોનાં જેવા અનેક પ્રકારના દાગીનાને ચમકાવી શકો છો. આ માટે તમે એક બાઉલમાં ગરમ પાણી લો અને એમાં એક ઇનોનું પાઉચ નાખો. ત્યારબાદ પાણીમાં જ્વેલરી નાખો અને 15 મિનિટ માટે પાણીમાં રહેવા દો. ત્યારબાદ ઇનોના પાણીમાંથી જ્વેલરી કાઢી લો. બહાર કાઢ્યા પછી જ્વેલરી પછીને ચોખ્ખા કપડાથી લૂંછી લો. આમ કરવાથી તમારી જ્વેલરી ચમકી ઉઠશે.

    આ પણ વાંચો: આ ઉંમરના બાળકોને મંકીપોક્સનો ખતરો સૌથી વધારે

    વાસણોને ડાઘ દૂર કરો


    તમારા ઘરમાં વાસણોને ડાધા પડી ગયા છે તો તમે ઇનોનો પ્રયોગ કરી શકો છો. બળી ગયેલા વાસણો પરથી ડાઘા કાઢવા માટે તમે એક ટબમાં ગરમ પાણી લો અને એમાં 3 થી 4 પેકેટ ઇનો નાંખો. ત્યારબાદ આ ટબમાં બળેલા વાસણો નાંખો અને આખી રાત માટે રહેવા દો. ત્યારબાદ સવારમાં ઉઠીને લીંબુ અને મીઠુની મદદથી વાસણોને સાફ કરી લો. આમ કરવાથી તમારા વાસણ ઓછી મહેનતે ચમકી જશે. ડાઘા પડી ગયેલા વાસણો તમને નવા જેવા જ લાગશે.

    આ પણ વાંચો: ટુથબ્રશ લેતી વખતે ખાસ રાખો આ ધ્યાન

    ચંપલની વાસ દૂર કરો


    તમારા ચંપલમાંથી બહુ વાસ આવે છે તો તમે ચંપલની અંદર એક પાઉચ ઇનો નાંખી દો અને આખી રાત માટે રહેવા દો. તમે જોશો તો સવારમાં તમારા ચંપલમાંથી વાસ દૂર થઇ જશે.


    હાથમાંથી ડુંગળીની વાસ દૂર કરો


    ડુંગળી સમાર્યા પછી હાથમાંથી બહુ વાસ આવે છે. આ વાસને દૂર કરવા માટે તમે ઇનોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે હાથ પર ઇનો લગાવો અને બે હાથને ઘસી લો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. આમ કરવાથી વાસ દૂર થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन