Home /News /lifestyle /માર્કેટમાં મળી રહ્યો છે નકલી ઘઉંનો લોટ: ખરીદતી વખતે ફોલો કરો આ ટિપ્સ, મિનિટોમાં ખબર પડી જશે
માર્કેટમાં મળી રહ્યો છે નકલી ઘઉંનો લોટ: ખરીદતી વખતે ફોલો કરો આ ટિપ્સ, મિનિટોમાં ખબર પડી જશે
બજારમાં નકલી લોટ મળી રહ્યો છે.
Real vs Fake Wheat Flour: દરેક લોકોના ઘરમાં ઘઉંના લોટનો ઉપયોગ થતો હોય છે. ઘઉંનો લોટ અનેક રીતે હેલ્થને ફાયદો પહોંચાડે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે ઘઉંનો લોટ બજારમાં આજકાલ નકલી મળી રહ્યો છે. તો જાણો આ વિશે વધુમાં નહીં તો હેલ્થને નુકસાન થશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક ઘરમાં રોટલી બનતી હોય છે. રોટલી ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ માટે દરેક લોકોએ રોટલીને ડાયટમાં એડ કરવી જોઇએ. રોટલી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇકે બજારમાં આજકાલ નકલી લોટ પણ મળી રહ્યા છે. આ માટે અસલી અને નકલી લોટ ઓળખવો ખૂબ જરૂરી છે. તમે જાણો છો બજારમાં નકલી લોટ હવે બહુ વધારે મળે છે? તો આજે અમને તમને કેટલીક રીત જણાવીશું જેની મદદથી તમે ફેક અને રિયલ લોટની ઓળખ સરળતાથી કરી શકશો.
લોટમાં મિક્સિંગ કરવાને કારણે ઘઉંમાં અનેક પ્રકારની વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. ખાસ કરીને માર્કેટમાં મળતો પેક લોટમાં મોટા પાયે બીજી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. તો જાણો તમે પણ બજારમાંથી લોટ લેતી વખતે શું ખાસ ધ્યાન રાખશો.
પાણીનો ઉપયોગ કરો
લોટની શુદ્ધતા જાળવવા માટે તમે પાણીની મદદ લઇ શકો છો. આ માટે એક ગ્લાસ પાણી લો અને એમાં અડધી ચમચી લોટ મિક્સ કરીને 10 સેકન્ડ માટે રહેવા દો. ભેળસેળ વાળો લોટ હલકો હોય છે, જેના કારણે પાણીમાં નાખવાથી થોડા સમય પછી પણ નકલી લોટ તરતો નથી. જ્યારે શુદ્ધ લોટ ભારે હોવાને કારણે 10 સેકન્ડની અંદર ગ્લાસમાં નીચે બેસી જાય છે. આ પક્રિયાનો ઉપયોગ કરીને તમે ફેક અને રિયલ લોટની ઓળખ કરી શકો છો.
લોટ બાંધતી વખતે તમે મિનિટોમાં જાણી શકો છો આ લોટ ભેળસેળ વાળો છે કે નહીં. તમને જણાવી દઇએ કે મિક્સ વગરનો લોટ પાણી ઓછુ પીવે છે. જ્યારે નકલી લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ વધારે થાય છે.
રોટલી કરતી વખતે નોટિસ કરો
રોટલી જ્યારે તમે શેકો ત્યારે ખાસ કરીને લોટ અસલી છે કે મિક્સિંગ એની જાણ થાય છે. તમને જણાવી દઇએ કે શુદ્ધ લોટની રોટલીઓ નરમ, મુલાયમ, સફેદ અને ફુલેલી થાય છે. જ્યારે મિક્સ કરેલા લોટની રોટલીઓ મુલાયમ થતી નથી અને ફુલતી પણ નથી. આમ, લોટ લેતી વખતે ખાસ ચેક કરી લો એ મિક્સિંગ તો નથી ને...નહીં તો હેલ્થને નુકસાન થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર