ગળો : એક શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિવર્ધક, જાણો ફાયદા અને ઉપાય

News18 Gujarati
Updated: March 15, 2020, 3:38 PM IST
ગળો : એક શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિવર્ધક, જાણો ફાયદા અને ઉપાય
ગળો

ગળો એ ઘણું કરીને સર્વ રોગોમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે.

  • Share this:
અમદાવાદ : ગળો (tinospora cordifolia) એક ઔષધી છે. આયુર્વેદમાં આના ઘણા નામોથી આળખાય છે. તેન અમૃતા, ગુડ્ડચ્ચી, છિન્નરુહા મુખ્ય છે. આ વેલ અમૃત સમાન ગુણકારી છે જેથી તેનું નામ અમૃતા પડ્યું છે. ગળોની વેલ જંગલો, ખેતર, પર્વત પર મળે છે. આ વેલ લીમડો અને આંબાનાં વૃક્ષની આસપાસ ફરે છે. જે ઝાડ પર આ વેલ ઉપર જાય છે તેના ગુણ પણ તેનામાં આવે છે.

આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ગળોની ઉત્પતિ અંગેની એક કથા પ્રચલિત છે. જેમાં રામાયણના યુદ્ધમાં અસુરોનાં હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને 'અમૃતા' નામથી પણ ઓળખવામાં આવે છે. ગળો એ ઘણું કરીને સર્વ રોગોમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે. આ વેલમાં રોગપ્રતિકારક શક્તિ મોટા પ્રમાણમાં રહેલી છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કેમ કે તે ગામડાઓમાં સરળતાથી મળી આવે છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે.તો આજે આપણે તેના ગુણધર્મો અને ફાયદા જાણીએ.

આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ દેશભરમાં થાય છે. આ વેલ તેની જગ્યાનાં નામ પરથી પણ ઓળખાય છે. એટલેકે કેટલીક વાર ખડકોના આશ્રયે થાય છે જેને 'ખડકી ગળો' કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે.

આયુર્વેદ પ્રમાણે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

તાવમાં ઉપયોગી

કોઈપણ પ્રકારનાં તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો પિત્તશામક અને અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થું ઓષધ છે. જ્યારે તમને તાવ આવે ત્યારે લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ લાગે છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. ગળો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારનાં મહત્વપૂર્ણ એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે.

ઘી અને ગોળ સાથે પણ લઇ શકાય છે

ગળોને ઘી સાથે લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તનાં રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાથી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડવામાં ઉપયોગી છે.

એસિડિટીમાં પણ ફાયદાકારક

ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણથી આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં એક ચમચી જેટલું આ મિશ્રણ લઇ શકાય છે. આ સાથે તમે એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઇ શકાય છે.

આ પણ વાંચો : health tips: આખો દિવસ ઠંડું પાણી પીતા હોવ તો ફટાફટ વાંચી લો સમચાાર

ઉલટી મટાડે છે

ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.

આ પણ વાંચો : Coronavirus : કોરોના વાયરસ સંક્રમણથી તાવ આવ્યા પછી શું થાય છે? જાણો

કોઢમાં પણ ફાયદો થાય છે

ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.
First published: March 15, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading