Home /News /lifestyle /#કામની વાતઃ ગર્ભાવસ્થામાં ક્યાં સુધી સહવાસ મણાય?

#કામની વાતઃ ગર્ભાવસ્થામાં ક્યાં સુધી સહવાસ મણાય?

    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    ગર્ભાઅવસ્થામાં સેકસ ક્યાં સુધી કરાય? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

    #કામની વાતઃ માસિકના સમયે કેવી રીતે સહવાસ માણી શકાય?

    સમસ્યા- નમસ્કાર સાથે જાણાવવાનું કે હું તમારી આ કોલમનો કાયમી વાંચક છું. મારી સમસ્યાને તમે આ કોલમમાં વાંચા આપો એવી આશાથી આ પત્ર લખી રહ્યો છું. મારા પત્નીને પ્રથમવાર ગર્ભ રહેલ છે. તો મારે સેકસલાઇફ વિશે જાણવું છે કે કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય? અને જો સંબંધ ના રખાય તો તેના કારણો જણાવવા વિનંતી.

    ઉકેલ- સામાન્ય રીતે જો સ્ત્રીને કોઇ જ તકલીફ ના હોય જેવી કે પાણી પડવું, સ્પોટીંગ થવું અને કોઇ પણ કારણસર ડોક્ટરે જાતીય જીવનની ના પાડેલ હોય તો સેક્સથી પુરા નવ મહિના દુર રહેવું જોઇએ. જે સ્ત્રીઓની પહેલા ત્રણ-ચાર વાર ગર્ભપાત થયેલ હોય તેવી સ્ત્રીઓ પણ ગર્ભવસ્થા દરમિયાન પુરેપુરા નવ મહિના જાતીય જીવનથી દુર રહેવું જોઇએ. બાકી જો કોઇ ઉપરોક્ત તકલીફો ના હોય તો છેલ્લા દિવસ સુધી તમે જાતીય જીવન માણી શકો છો. સાતમાં મહિનાથી સ્ત્રીના પેટ ઉપર વજન ના આવે તે આસનોનો પ્રયોગ હિતાવહ છે. અત્રે નોંધવું જરૂરી છે કે દરેક કેસ સ્ત્રી રોગ ડોક્ટરની સલાહ મુજબ જ અવલોકવો જોઇએ અને તેમની સલાહ બાદ જ આગળ વધવું જોઇએ. સંબંધ ન રાખવાની સલાહ માત્ર એબોર્નશ એટલે કે ગર્ભપાત ના થાય એટલા માટે જ આપવામાં આવે છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

    #કામની વાતઃ ગર્ભ ના રહે તે માટે કઇ ગોળી લેવી?

    #કામનીવાત : કોન્ડમ વિશે જાણવા જેવી બાબત છે આ

    #કામની વાત: બાળક રાખવા કયા દિવસે અને કેવી રીતે પ્રયત્ન કરશો?

    #કામની વાત EPISODE 30: શું તમે પણ જોડીયા/ ટવીન્સ્ બાળકો થાય તેવી ઈચ્છા ધરાવો છો?

    #કામનીવાત EPISODE 29: ઘણાં પ્રયત્નો બાદ પણ બાળક ન રહે તો શું કરવું?
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kaam ni vat, Sexologist paras shah, કામની વાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन