મુંબઈ: થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે. તે ગળાની નીચે સાઈડ વચ્ચે પતંગિયાના આકારમાં હોય છે. થાઇરોઇડ નાનકડું અંગ છે, પરંતુ શરીરની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ગ્રંથિ 3 હોર્મોન્સ ઉત્સર્જિત કરે છે. જે શરીરના વિકાસમાં, કોષના સમારકામમાં અને ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હોર્મોન ઉત્સર્જનમાં અસંતુલનની સમસ્યા હોય તો તેના કારણે થાક, અકાળે વાળ ખરવા, ઠંડી લાગવી જેવી સમસ્યા જોવા મળે છે. આ બધા થાઇરોઇડના લક્ષણો (Thyroid Disease Symptoms) છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં થાઇરોઇડ આંખ (Eyes)ની સમસ્યાઓ પણ ઊભી કરે છે.
આંખોને ભેજની જરૂર હોય છે. થાઇરોઇડનું અસંતુલન ધરાવતા લોકોમાં થાઇરોઇડ આંખોની આસપાસના સ્નાયુઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. થાઇરોઇડ બેલેન્સ ન હોય તેવા લોકોને કેટલાક વખત આંસુ બનાવવામાં પણ મુશ્કેલી પડે છે. પરિણામે ઘણી વખત આંખો શુષ્ક થઈ જાય છે. પરંતુ લોકોને આ બાબતનો ખ્યાલ રહેતો નથી. જેથી તેઓ આ સમસ્યાને અવગણે છે.
આવી રીતે ઊભી થાય છે સમસ્યા
થાઇરોઇડ ઘણીવાર લોકોમાં બે મુખ્ય રોગોનું કારણ બને છે. જેમાં ગ્રેવ્સ'ડિસીઝ અને હેશિમોટોનું થાઇરોઇડિટિસ સામેલ છે. ગ્રેવ્સ'ડિસીઝના કારણે થાઇરોઇડ વધુ હોર્મોન્સ (હાઇપરથાઇરોઇડિઝમ) ઉત્પન્ન કરે છે. જ્યારે હેશિમોટોના થાઇરોઇડિટિસ કારણે ઓછું હોર્મોન (હાઇપોથાઇરોઇડિઝમ) પેદા કરે છે. આ બંને સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ થાપ ખાઈ જાય છે અને ચેપ સામે લડવાને બદલે તમારી થાઇરોઇડ ગ્રંથિ પર હુમલો કરે છે. જેના કારણે આંખો શુષ્ક થઈ જાય છે. ગ્રેવ્સ'ડિસીઝથી પીડાતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
થાઇરોઇડના કારણે આંખનો ભેજ ઓછો થઈ જાય છે. આવું થવાથી તમારી આંખોને સંપૂર્ણપણે બંધ થતી નથી. ગ્રેવ્સ'ડિસીઝ તમારી આંખોની આસપાસના સ્નાયુઓને અસર કરે છે. તે તમારી ઉપરની પાંપણને ઉપરની તરફ ખેંચી શકે છે જ્યારે તમારી નીચી પાંપણ નીચેની તરફ ખેંચે છે.
આંખોમાં ખૂંચવું, આંખોની લાલાશ, ખંજવાળ, બળતરા અને પીડાનો અનુભવ થાય છે. આંખોને ઘસવાથી આંખોની આસપાસની ત્વચા અને આંતરિક ભાગને વધુ અસર થઈ શકે છે.
સમસ્યાથી આવી રીતે બચી શકાય
- થાઇરોઇડ પર નિયંત્રણ રાખવા સાથે આંખની સારવાર કરવી - ડાયટ અને શારીરિક એક્ટિવિટી પર ધ્યાન આપવું - તબીબની સલાહ બાદ આઈડ્રોપનો પ્રયોગ કરો - ધુમ્રપાન ન કરો - AC અને હિટરની એકદમ નજીક ન બેસો - રાત્રે સૂતી વખતે આઈમાસ્કનો ઉપયોગ કરો - રાત્રે તમારા બેડરૂમમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો - પોષણયુક્ત આહાર લો - આંખના અકારમાં કોઈ ફેરફાર થાય તો તુરંત તબીબનો સંપર્ક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર