બેરોજગાર યુવાનો માટે મોટી તક, ત્રણ સરકારી બેંકમાં મોટી ભરતી

News18 Gujarati
Updated: March 25, 2019, 3:28 PM IST
બેરોજગાર યુવાનો માટે મોટી તક, ત્રણ સરકારી બેંકમાં મોટી ભરતી

  • Share this:
સરકારી નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર છે. બેંકિંગ સેક્ટરમાં મોટા પાયે ભરતી શરૂ થઇ છે. અનેક સરકારી બેંકોમાં વિવિધ પદ પર ભરતી માટે વેકેન્સી નીકળી છે. જેમાં બેંક ઓફ બરોડામાં સીનિયર રિલેશનશિપ મેનેજર અને ટેરિટરી પ્રમુખના પદ પર અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. તો યુનિયન બેંક અર્થશાસ્ત્રી, સુરક્ષા અધિકારી, ક્રેડિટ ઓફિસર જેવા પદો પર ભરતી ચાલું છે. સાથે જ IDBI બેંકમાં મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજરના પદ પર વેકેન્સી છે. આ પદ પર અરજી કરવા માટે નીચે આપેલી જાણકારી ધ્યાનથી વાંચી લો.

બેંક ઓફ બરોડામાં ભરતી

જગ્યાનું નામ - સીનિયરલ રિલેશનશિપ મેનેજર, ટેરિટરી પ્રમુખના પદ માટે

યોગ્યતા - ગ્રેજ્યુએટ ,MBA/PGDM
કુલ જગ્યા - 100
અનુભવ - સીનિયર રિલેશનશિપ મેનેજર માટે 3થી 5 વર્ષટેરિટરી પ્રમુખ માટે 8-10 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ 29/03/2019

અહીં ક્લિક કરી વાંચોઃ LICએ પોલિસી ધારકોને આપ્યો આ ખાસ ચાન્સ, મળશે લાભ

યુનિયન બેંકમાં ભરતી

જગ્યાનું નામ - વિશેષજ્ઞ અધિકારી, અર્થશાસ્ત્રી, સુરક્ષા અધિકારી, ક્રેડિટ ઓફિસર વગેરે
યોગ્યતા - ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ (વિવિધ પદો માટે વિવિધ યોગ્યતા અનિવાર્ય)
કુલ જગ્યા - 181
અરજી કરવાની છેલ્લી તારીખ 29/03/2019

IDBI બેંકમાં ભરતી

જગ્યાનું નામ - મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટેન્ટ જનરલ મેનેજર
યોગ્યતા - ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સીએ
કુલ પદની સંસ્ખા - 40 પદ
પગાર
મેનેજર - 31705 - 45950/- રૂપિયા પ્રતિ મહિના
ડેપ્યુટી જનરલ મેનેજર - 33,600 - 53,900/- રૂપિયા પ્રતિ મહિના
આસિસ્ટેન્ટ જનરલ મેનેજર - 42,020 - 51,490/-
અરજી કરવાની છેલ્લી તારીખ 31/03/2019
First published: March 25, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading