Home /News /lifestyle /ઠંડીમાં બહુ થાય છે પીઠનો દુખાવો? તો રોજ ઘરે કરો આ આસન અને તરત મેળવો રાહત, આજથી શરૂ કરી દો
ઠંડીમાં બહુ થાય છે પીઠનો દુખાવો? તો રોજ ઘરે કરો આ આસન અને તરત મેળવો રાહત, આજથી શરૂ કરી દો
કમરના દુખાવામાંથી રાહત મેળવો
This yoga best for relief back pain: ઠંડીમાં અનેક લોકોને પીઠમાં દુખાવો થતો હોય છે. પીઠનો દુખાવામાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ આસન તમારા માટે બેસ્ટ સાબિત થાય છે. આ આસન રેગ્યુલર કરવાથી દુખાવામાંથી રાહત થઇ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકો પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. ફિટનેસ પર પ્રોપર ધ્યાન આપી ના શકવાને કારણે હેલ્થ તેમજ સ્કિન પ્રોબ્લેમ્સ વધારે થતા હોય છે. આ સાથે જ શરીર જકડાઇ પણ જાય છે. શરીર જકડાઇ જાય છે અને સાથે હેલ્થને પણ અનેક ઘણું નુકસાન થાય છે. છેલ્લા કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો પુરુષો કરતા મહિલાઓને પીઠના નીચેના ભાગમાં દર્દનો અનુભવ વધારે થાય છે. ઠંડીમાં કમર અને પીઠના દુખાવાની ફરિયાદ વધારે રહેતી હોય છે. પીઠમાં દુખાવો થવાને કારણે ઉઠવા-બેસવાથી લઇને અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. આમ, તમે આ યોગા કરીને પીઠના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.
ભુજંગાસન તમે નિયમિત કરો છો તો પીઠ અને કમરના જીદ્દી દુખાવામાંથી તમને આરામ મળે છે. આ આસન કરવાથી પીઠ અને ગરદનની માંસપેશિઓમાં અસહ્ય થતા દુખાવામાંથી આરામ મળે છે. આ આસન તમે સરળતાથી ઘરે કરી શકો છો. આ આસન કરવા માટે સૌથી પહેલાં પેટના બળ પર જમીન પર સૂઇ જવાનું હોય છે. તમે કોઇ યોગા ટીચર પાસેથી પણ આ આસન વિશે જાણી તેમજ સમજી શકો છો.
માર્જરી આસન
માર્જરી આસન માત્ર પીઠનો દુખાવો જ નહીં પરંતુ શરીરના બીજા અનેક અંગોનું સ્ટ્રેચિંગ કરવામાં પણ મદદ કરે છે. આ સાથે જ આ આસન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ યોગ કરવા માટે બન્ને ઘૂંટણને સૌથી પહેલાં ફોલ્ડ કરવાના રહે છે. આ આસન તમે નેટ પરથી સરળતાથી શીખી શકો છો. આ આસન વિશે વધુમાં માહિતી તમે યોગા ટિચર પાસેથી પણ લઇ શકો છો.
આ યોગાસન કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. આ આસન કરવાથી પીઠના દુખાવામાંથી આરામ મળે છે. તમે સતત પીઠના દુખાવાથી કંટાળી ગયા છો તો આ આસન તમારા માટે બેસ્ટ છે.
ધનુરાસન
આ આસન તમે રેગ્યુલર કરો છો તો સ્ટ્રેસ અને થાક ઓછો થઇ જાય છે. આ આસન કરવાથી હાડકાંઓ પણ મજબૂત થાય છે. ધનુરાસન અનેક પ્રકારની બીમારીઓને પણ દૂર કરે છે.
(નોંઘ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર