Home /News /lifestyle /આદુંવાળી ચા પીવાના શોખીનો ચેતી જજો, વધુ પ્રમાણમાં સેવનથી થઈ શકે આવી તકલીફો

આદુંવાળી ચા પીવાના શોખીનો ચેતી જજો, વધુ પ્રમાણમાં સેવનથી થઈ શકે આવી તકલીફો

હાઈ બલ્ડ પ્રેશરની સમસ્યા ધરાવતા વ્યક્તિએ આદુંવાળી ચા ન પીવી જોઈએ

High blood pressure: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આદુંવાળી ચા હાનિકારક સાબિત થઈ શકે છે, જેથી તેઓએ આદુંવાળી ચાથી દૂર રહેવું જોઈએ. આવી ચા પીવાથી ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

નવી દિલ્હીઃ ભારતમાં ચા સૌથી વધુ પીવાતું પીણું છે. ઘણા લોકોને ચા પીધા વગર દિવસ નથી ઊગતો. જેના કારણે લગભગ દરેક ઘરમાં ચા બને છે. શેરી ગલીઓમાં ચા વેચતી કીટલીઓ મળી આવે છે.

આદુંનો વધુ પડતો ઉપયોગ હાનિકારક


ભારતમાં ચા અલગ અલગ પ્રકારે બને છે, ક્યાંક દૂધ નાખીને બનાવાય છે તો ક્યાંક દૂધ વગર પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો ચાની અંદર મસાલાનો પણ ઉપયોગ કરે છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ચામાં આદું અને મસાલો નાંખવામાં આવે છે. આદુંમાં ઔષધિઓનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદી, ખાંસી અને કફમાં આદું રાહત આપી શકે છે, આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે જ પાચનક્રિયા સુધારવા માટે પણ લોકો તેનું સેવન કરે છે, પરંતુ આદુંનો વધુ પડતો ઉપયોગ હાનિકારક સાબિત થઇ શકે છે. જેથી આદુંનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ પીરિયડ્સમાં થતાં રેશેઝથી કંટાળ્યા છો? અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, તરત મળશે રાહત

હાઈ બીપીથી પીડાતા દર્દીઓએ આદુવાળી ચાથી દૂર રહેવું હિતાવહ


ગ્રેટર નોઈડાની GIMS હોસ્પિટલમાં સેવા આપતા ડાયેટિશિયન ડો. આયુષી યાદવે આ બાબતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક વસ્તુમાં ફાયદા અને ગેરફાયદા બંને છુપાયેલા હોય છે. આદુંની બાબતમાં પણ આવું જ છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આદુંવાળી ચા હાનિકારક સાબિત થઈ શકે છે, જેથી તેઓએ આદુંવાળી ચાથી દૂર રહેવું જોઈએ. આવી ચા પીવાથી ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

આદુંવાળી ચાના ગેરફાયદા


પેટમાં બળતરા


આદુંનું સેવન પાચનમાં રાહત આપી શકે છે. પરંતુ આદુંનું જરૂર કરતા વધારે સેવન કરવામાં આવે તો તેના કારણે આડઅસર થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આદુંમાં જિંજરોલ જોવા મળે છે, જે પેટમાં વધુ એસિડ મુક્ત કરી શકે છે અને તેના કારણે પેટમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં આદુંને સીમિત માત્રામાં ખાવું જોઈએ.

આ પણ વાંચોઃ તહેવારો બાદ રંગોળી સાફ કરવી અઘરી લાગતી હોય તો આ ટ્રિક આવશે કામ, નહીં રહે એકપણ ડાઘ 

અકળામણ થવાની સમસ્યા


તમને અવારનવાર અકળામણ થતી હોય તો આદુવાળી ચા પીવાનું બંધ કરવું હિતાવહ છે. આદું પાચનની પ્રક્રિયાને વેગ આપે છે, જેના કારણે અકળામણ વધી જાય છે.
First published:

Tags: Health News, Healthy lifestyle, TEA

विज्ञापन
विज्ञापन