Home /News /lifestyle /

શોધ: બ્રેનમાં એક ખાસ પ્રોટીનની કમીથી થઇ શકે છે મેદસ્વીતાની સમસ્યા

શોધ: બ્રેનમાં એક ખાસ પ્રોટીનની કમીથી થઇ શકે છે મેદસ્વીતાની સમસ્યા

વિશ્વભરમાં 65 કરોડથી પણ વધુ વયસ્કો મોટાપાનો શિકાર. તસવીર- shutterstock.com

Protein linked to Appetite: જાપાનના એક રિસર્ચમાં એક એવા પ્રોટીનની ઓળખ થઈ હતી, મગજમાં ભૂખ સંબંધીત અનેક સંકેત દેવામાં મેટાબોલિજ્મ (Metabolism) મહત્વની ભૂમિકા ભજવે છે.

Key protein linked to Appetite & Obesity: આજના યુગમાં મેદસ્વીતા કોઈ રોગ નહીં, પરંતુ અનેક રોગોનું ઘર છે. સ્થૂળતા તમારા શરીરમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ, ખરાબ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોને આમંત્રણ આપે છે. તમને એવું લાગતું હશે કે સ્થૂળતાનો સંબંધ ભૂખ સાથે હશે. કોઈ વ્યક્તિને ભૂખ લાગે તેટલું ખાય છે, પછી તે મેદસ્વીતાનો શિકાર થાય છે, પરંતુ એવું નથી. દૈનિક જાગરણમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, જાપાનના સંશોધકોએ એક પ્રોટીનની ઓળખ કરી છે, જે મગજને ભૂખ સંબંધિત સંકેતો આપવા અને મેટાબોલિઝ્મ (Metabolism)માં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉંદરો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઉંદરોના મગજના આગળના ભાગમાં XRN1 નામનું પ્રોટીન ઓછું થવાથી તેમની ભૂખ વધે છે અને તેઓ મેદસ્વી બની જાય છે.

જાપાનની ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રેજ્યુએટ યુનિવર્સિટી (Okinawa Institute of Science and Technology Graduate University) ના વૈજ્ઞાનિક પ્રોફેસર તદાશી યામામોટો (Tadashi Yamamoto)ના જણાવ્યા મુજબ, મૂળભૂત રીતે સ્થૂળતાનું કારણ ખોરાકના ગોઠવણમાં અસંતુલન અને તેનાથી ઉત્પન્ન થતી ઉર્જા છે. આ અભ્યાસ સાયન્સ મેગેઝિન 'iScience' માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Jeera Water Benefits: ફટાફટ વજન ઘટાડવાથી લઇને ડાયાબિટીસ સુધોનો રામબાણ ઇલાજ છે જીરાનું પાણી

મહામારીમાં વધી રહ્યું છે શરીર

હાલના સમયમાં સ્થૂળતા (Obesity) લોકોના હેલ્થ માટે ચિંતાનો મુખ્ય કારણ છે. કોરોના સમયગાળામાં સૌથી વધારે લોકોએ ઘરે આરામ કરીને અને વર્ક ફોર્મ હોમ કરીને સૌથી વધારે વજન વધાર્યું હતું. વિશ્વભરમાં 650 મિલિયનથી વધુ પુખ્ત વયના લોકો મેદસ્વીતાનો શિકાર બન્યા છે. વધુ પડતા વજનને કારણે, તેનાથી સંબંધિત અન્ય ઘણી બીમારીઓ પણ રોગચાળાનું સ્વરૂપ લઈ રહી છે, જેમ કે ટાઈપ -2 ડાયાબિટીસ વગેરે.

 આ પણ વાંચો: દિવાળી પર ટ્રેડિશનલ લુક સાથે દેખાવું છે મોર્ડન, તો આ બોલિવુડ હસિનાઓ પાસેથી લો ટિપ્સ

ઉદરો ઉપર કરવામાં આવેલા પરીક્ષણ બાદ મળી સાબિતી 

સંશોધનોએ દર્શાવ્યું છે કે, ઉંદરોના આગળના મગજમાં ચેતાકોષોની અછત તેમના મગજના તે ભાગમાં (હાયપોથાલેમસ) XRN1 નામના પ્રોટીનની અછત સર્જાય છે. તે શરીરનું તાપમાન, ઉંઘ, ભૂખ અને તરસને નિયંત્રિત કરે છે. જે ઉંદરો આ પ્રોટીનની ઉણપ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું તે સામાન્ય ઉંદરો કરતા બમણો ખોરાક ખાતા હતા.

લાઇફ સ્ટાઇલ અંગેની વધુ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો
Published by:kuldipsinh barot
First published:

Tags: Health Benefits, Health News, Obesity, હેલ્થ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन