Home /News /lifestyle /લસણ ફોલવાની સરળ રીત: આ ટિપ્સથી હાથમાં લસણની વાસ નહીં આવે અને ફોતરા પણ નહીં ઉડે
લસણ ફોલવાની સરળ રીત: આ ટિપ્સથી હાથમાં લસણની વાસ નહીં આવે અને ફોતરા પણ નહીં ઉડે
લસણ ફોલવાની સરળ રીત
Kitchen tips: એ વાત સાચી છે કે સ્ત્રીઓનો મોટાભાગનો સમય કિચનના કામમાં જ જતો રહે છે. રસોડાનું કામકાજ પતાવવુ ઘણી વાર માથાના દુખાવા સમાન બની જાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક કિચન ટિપ્સ જણાવીશું જે તમને સ્માર્ટ બનાવી દેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓનો સૌથી વધારે સમય રસોડામાં જતો હોય છે. રસોડામાં કામ કરવાનો ઘણી વાર બહુ જ કંટાળો આવે છે. એમાં પણ ખાસ કરીને વર્કિંગ વુમન્સને રજાના દિવસે રસોડામાં કામ કરવાનું ગમતુ હોતુ નથી. એમાં પણ ખાસ કરીને જમ્યા પછી સાફ-સફાઇ કરવામાં અનેક ઘણો સમય જતો રહે છે અને માનસિક રીતે થાકી જવાય છે. પરંતુ તમે સ્માર્ટ રીતે વર્ક કરો છો તો તમે ફ્રી રહો છો અને સાથે તમને મહેનત પણ ઓછી પડે છે. આજની સ્ત્રીઓ સ્માર્ટ વર્ક કરતા શીખી ગઇ છે. તો આજે અમે તમને કેટલીક સ્માર્ટ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ફટાફટ કિચન સાફ કરી શકશો અને સાથે તમને મહેનત પણ બહુ નહીં પડે.
દાળ કે બીજી કોઇ પણ વાનગી જ્યારે તમે ઘરે બનાવો ત્યારે ખાસ કરીને એમાં પાણી બહાર આવે છે જેના કારણે પ્લેટફાર્મ ગંદુ થાય છે અને સાથે મહેનત વધી જાય છે. આ માટે જ્યારે પણે તમે કુકરમાં દાળ કે બીજી કોઇ વસ્તુ બાફવા મુકો ત્યારે ખાસ કરીને એમાં એક નાની વાટકી મુકી દો. આમ કરવાથી દાળનું પાણી બહાર આવશે નહીં અને તમારું રસોડુ પણ બગડશે નહીં.
ઘણી વાર મીઠામાં ભેજ લાગી જાય છે. મીઠામાં ભેજ લાગવાને કારણે એ ફેંકવાનો વારો આવે છે, પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇકે તમારે પણ મીઠામાં ભેજ લાગી જાય છે તો તમે ચોખાના થોડા દાણાં અંદર મુકી દો. આમ કરવાથી મીઠામાં ભેજ લાગશે નહીં અને તમારું મીઠું મસ્ત રહેશે. આ એક સ્માર્ટ અને સિક્રેટ ટિપ્સ છે.
મિક્સર જારનો સતત ઉપયોગ થવાને કારણે એમાં નીચે ચીકાશ જામી જાય છે અને પછી ગંદી વાસ આવે છે. એવામાં તમે જ્યારે પણ મિક્સરનો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને જારને પાણીથી ધોઇને ડિશ વોશિંગ લિક્વિડથી એક વાર મિક્સર ચલાવો. આમ કરવાથી ચીકાશ નિકળી જશે અને તમારો જાર પણ એકદમ સાફ થઇ જશે. આમ કરવાથી તમારી બ્લેડ પણ ખરાબ નહીં થાય.
નાના નખને કારણે અનેક વાર લસણ ફોલવામાં તકલીફ થાય છે. એવામાં તમે લસણની કળીઓને ગરમ પાણીમાં નાંખો અને બે મિનિટ રહીને બહાર કાઢી લો. આમ કરવાથી લસણ જલદી જ ફોલાઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર