સાવધાન! ઉનાળામાં કોલ્ડ ડ્રિંક પીવાથી થઈ શકે છે આ સમસ્યા

News18 Gujarati
Updated: February 28, 2020, 11:22 PM IST
સાવધાન! ઉનાળામાં કોલ્ડ ડ્રિંક પીવાથી થઈ શકે છે આ સમસ્યા
પ્રતિકાત્મક તસવીર

ઉનાળો આવવાની શરુઆત થાય ત્યારે ગરમીમાં દરેકને કોલ્ડ ડ્રિંક પીવુ ગમે છે. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે કેટલુ ખતરનાક છે. કોલ્ડ ડ્રિંકનું સેવન ડાયાબિટિસ, જાડાપણું જેવી બીમારીઓનો ખતરો વધારી દે છે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ઉનાળો આવવાની શરુઆત થાય ત્યારે ગરમીમાં દરેકને કોલ્ડ ડ્રિંક (Cold drink) પીવુ ગમે છે. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે કેટલુ ખતરનાક છે. કોલ્ડ ડ્રિંકનું સેવન ડાયાબિટિસ, જાડાપણું જેવી બીમારીઓનો ખતરો વધારી દે છે પણ આ ઉપરાંત આ કિડની માટે પણ ખતરનાક સાબિત થાય છે. રિસર્ચ મુજબ વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી કિડની પર અસર પડે છે. જેનાથી પથરી અને કિડની ફેલ થવાના ચાંન્સ ઘણા હદ સુધી વધી જાય છે.

જાપાન ઓસાકા વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલ શોધમાં આ વાતને સાબિત કરવામાં આવી છે કે કોલ્ડ ડ્રિંકનુ સેવન કિડની માટે હાનિકારક છે. કોલ્ડ ડ્રિંકમાં એસિડિક લિકવિડ અને ફૉસ્ફોરિક એસિડ હોય છે.

જેનાથી તમારી સિસ્ટમ થોડા કલાક માટે થંભી જાય છે. આજે યુવાનો દિવસમાં ઓછામાં ઓછા 2-3 કૈન સૉફ્ટ ડ્રિંક તો પી જ લે છે. જેનાથી તેમને કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય જોવા મળી

રહી છે.

રિસર્ચ મુજબ ચા, કોફી, બિયર, દારૂ કે સંતરાનો રસ પીવાની તુલનામાં શુગરવાળી સોડા પીવાથી કિડની સ્ટોન કે તેના ફેલ થવાનો વધુ ખતરો રહે છે.

જો આ ઋતુમાં તમને નોર્મલ પાણી પીવુ પસંદ નથી તો તમે તેના સ્થાન પર છાશ, જ્યુસ, લીંબૂ પાણી, નારિયળ પાણી કે શેક પી શકો છો. તેનાથી કિડની પણ ખરાબ થતી નથી અને શરીરના વિષેલા ટૉક્સિન પણ યૂરિનના રસ્તે બહાર નીકળી જાય છે.
First published: February 28, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading