દરેક કપલ ઇચ્છે છે કે પોતાના હનીમૂન પર કોઈ જગ્યાએ જાય જે તેને લાઈફ ટાઈમ યાદ કરે છે. ઘણી વખત કપલોને એવું લાગે છે કે ભારતમાં જવા માટે કોઈ ખાસ જગ્યા નથી, તેથી તે હનીમૂન માટે વિદેશમાં જવા માટે પ્લાન બનાવે છે. ઓછા બજેટના કારણે ઘણી વખત તે પ્લાન ફૅલ પમ જાય છે. જે તમને પણ એવું લાગતું હોય કે ભારતમાં હનીમૂન સેલિબ્રેટ કરવા માટે મસૂરી, મનાલી, ગોવા અને શિમલા સિવાયની કોઈ જગ્યા જ નથી, તો તે તમારી ગેરસમજ છે.
લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ હનીમૂન કપલો માટેનું હબ બનતું જાય છે. તેમાં જ એક બીચ આવેલો છે, જેનું નામ છે રાધાનગર. અહીં કપલો શાંતિની ખૂબ જ શાંતિ મળે છે. મેગેઝીનમાં તેને દુનિયાનો શ્રેષ્ઠ બીચ પણ કહેવામાં આવે છે. અહીં પહોંચતા જ યૂરોપ જેવી ફીલિંગ આવવા લાગે છે. આવો આપને જણાવીએ રાધાનગર બીચ વિશે, તેનાથી તમે જાતે જ સમજી જશો કે અહીં હનીમૂન માટે જઈ શકાય કે નહીં... હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે
એશિયાનું સૌથી શ્રેષ્ઠ બીચ
જો તમે અંડમાન નિકોબાર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો રાધાનગર બીચ પર જરૂર જાવ. તે અંડમાન-નિકોબાર દ્વીપસમૂહના હૅવલૉક આઈલૅન્ડ પર સ્થિત છે. આપને જણાવી દઈએ કે ત્યાં તેને લોકલ ભાષામાં બીચ નંબર 7 કહેવાય છે.
આ બીચની ખાસિયત એ છે ત્યાંનો સનસેટ, સફેદ રેતી અને ફિરોઝી વાદળી રંગનું પાણી. અહીં આવનારા ટૂરિસ્ટ અને કપલ માટે સ્નોર્કલિંગ, ફિસિંગ ગેમ, સ્વીમિંગ અને સ્કૂબા ડાઈવિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. રાધાનગર બીચ ઘણો સસ્તો પણ છે. અહીં 10 હજાર રૂપિયામાં તમને ઘણી સુવિધાઓ મળશે.
અહીંની જનસંખ્યા ખૂબ જ ઓછી છે. અને હૅવલૉક જેવા દ્વીપ છે. આ બીચ ની પ્રયટક વિભાગ રીતે યોગ્ય કાળજી રાખવાના કારણે અહીં ફરવાનો ખૂબ આનંદ આવે છે. અહીં ચાર પાંચ કિલોમીટર સુધી તમે બીચ પર ટહેલવાની પણ મજા માણી શકો છો. કપલ અહીં સાંજના સમયે એક બીજાની સાથે સમય વીતાવવા અને બૉન્ડિંગને મજબૂત બનાવવા માટે જઈ શકે છે. આ એક બેસ્ટ પિકનિક સ્પૉટ છે.
સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ
અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ
બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહતPublished by:News18 Gujarati
First published:November 16, 2019, 11:18 am