Home /News /lifestyle /આ તેલથી નાના ભુલકાઓને માલિશ કરો, રાત્રે ઘસઘસાટ ઊંઘી જશે અને રડશે પણ નહીં

આ તેલથી નાના ભુલકાઓને માલિશ કરો, રાત્રે ઘસઘસાટ ઊંઘી જશે અને રડશે પણ નહીં

આ તેલ બાળકો માટે બેસ્ટ છે.

Coconut oil best for child: નાના બાળકો સુપર ક્યૂટ હોય છે, પરંતુ નાના ભૂલકાઓની કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. જો તમે કેર યોગ્ય રીતે કરતા નથી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે જ નાના બાળકોની સૌથી મોટી સમસ્યા ના ઊંઘવાની હોય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક માતા-પિતા ઇચ્છતા હોય છે એમનું બાળક સ્વસ્થ રહે અને કોઇ તકલીફ ના થાય. વાત કરવામાં આવે તો બાળક જ્યારે બીમાર પડે ત્યારે સૌથી વઘારે જીવ પેરેન્ટ્સને અંદરથી બળતો હોય છે. ખાસ કરીને નાના બાળકોની કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. આ માટે એ પૂરતી ઊંઘ લે એ મહત્વનું છે. ઘણાં પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે મારું બાળક પૂરતી ઊંઘ લેતુ નથી. આ સાથે જ ઘણાં બાળકો રાત્રે વારંવાર ઉઠી જાય છે અને રોવા લાગે છે, જેના કારણે સ્કિનમાં ઇન્ફેક્શન તેમજ રેશિસની સમસ્યા થઇ શકે છે. એવામાં તમે બાળકની નારિયેળ તેલથી માલિશ કરો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો નારિયેળ તેલથી મસાજ કરવાના ફાયદા.

  • બાળકને નારિયેળ તેલથી તમે માલિશ કરો છો તો એ એકદમ રિલેક્સ ફિલ કરે છે. આ તેલથી માલિશ કરવાથી બાળક શાંત થાય છે અને સાથે આરામદાયક ફિલ કરે છે. આ સાથે જ બાળક પૂરતી ઊંઘ પણ લઇ શકે છે.

  • ડ્રાય સ્કિનમાંથી પણ છૂટકારો મળે છે. ઘણાં બાળકોની સ્કિન ખૂબ ડ્રાય હોય છે. ડ્રાય સ્કિન એક એવી સમસ્યા છે જેમાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે, નહીં તો સ્કિનને અનેક ઘણું નુકસાન થતુ રહે છે. એવામાં તમે બાળકને નારિયેળ તેલથી માલિશ કરો છો તો સ્કિન સોફ્ટ થાય છે. નારિયેળ તેલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે ડ્રાય સ્કિન અને ખંજવાળ જેવી સમસ્યાઓમાંથી તમને બચાવવામાં મદદ કરે છે. આ કારણે બાળક પૂરતી ઊંઘ પણ લઇ શકે છે.

  • નવજાત બાળકોની નીચેની સ્કિન બહુ ડ્રાય હોય છે. સમય પર ત્વચા ક્લિન કરતા નથી તો અનેક પ્રકારના સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે તમે નારિયેળ તેલની મસાજ કરો અને પછી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સ્નાન કરાવી દો. આમ કરવાથી બાળક રિલેક્સ થઇ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ સમયે તમારા હુંફાળા પાણીથી હેર વોશ કરવાના રહેશે. આમ, તમે બાળકોની પૂરતી ઊંઘ માટે નારિયેળ તેલની માલિશ કરો છો તો સૌથી બેસ્ટ છે.

First published:

Tags: Child care, Parenting Tips