આ મોબાઈલ ગેમ લોકોને ઓછું જંકફૂડ ખાવા અને વજન ઘટાડવા પ્રેરણા આપશે: અભ્યાસના તારણો

આ મોબાઈલ ગેમ લોકોને ઓછું જંકફૂડ ખાવા અને વજન ઘટાડવા પ્રેરણા આપશે: અભ્યાસના તારણો
પ્રતિકાત્મક તસવીર

ફૂડ ટ્રેઇનર એપને ગુગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. FoodTને ઇંગ્લેન્ડની એક્સેટર યુનિવર્સિટી અને ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ હેલસિંકીના સંશોધનકારો દ્વારા વિકસિત કરાઈ છે.

  • Share this:
ઘણા લોકો પોતાના શરીરનું વજન ઘટાડવા માંગે છે. પરંતુ ખાવા પર કંટ્રોલ રહેતો નથી. ખાસ કરીને જે લોકોને જંક ફૂડ દાઢે વળગ્યું હોય, તે લોકો માટે વજન ઘટાડવું મુશ્કેલ બને છે. જોકે, આવા લોકો માટે એક મોબાઈલ ગેમ સહાયરૂપ સાબિત થઈ શકે છે, તેવું અધ્યયનમાં સામે આવ્યું છે. આ ગેમનું નામ FoodT છે.

ફૂડ ટ્રેઇનર એપને ગુગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. FoodTને ઇંગ્લેન્ડની એક્સેટર યુનિવર્સિટી અને ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ હેલસિંકીના સંશોધનકારો દ્વારા વિકસિત કરાઈ છે. આ એપ્લિકેશન જંક ફૂડ માટેની લોકોની તૃષ્ણાઓને ઘટાડવા માટે બ્રેઇન ટ્રેનિંગ ટેક્નિક ઉપયોગ કરે છે.અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, આ એપના ટ્રાયલ રનમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી જંક ફૂડ ખાવાનું એક પોઇન્ટ ઘટે છે. ઉલ્લેખનીય છે કે, એપ્લિકેશનમાં આઠ-પોઇન્ટ સ્કેલ જોવા મળે છે.

એપની અસરના કારણે જંક ફૂડનો ઉપયોગ ઘટે છે. ઉપયોગ ઘટીને મહિનામાં ચારથી પાંચ જંક ફુડ વસ્તુઓ ખાવાથી માંડીને એક મહિનામાં એક અથવા ઝીરો જંક ફૂડની વસ્તુઓ થઈ જાય છે.

એક્સેટર યુનિવર્સિટી દ્વારા અહેવાલ પ્રકાશનમાં ટ્રાન્સલેશનની મેડિસિનના સહયોગી પ્રોફેસર નતાલિયા લોરેન્સે જણાવ્યું હતું કે, ઉદાહરણ લઈએ તો જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં બેથી ચાર વખત જંકફૂડ ખાતી હોય તો આ એપના સતત એક મહિના સુધી વપરાશથી તે અઠવાડિયામાં એક જ વખત જંકફૂડ ખાવા લાગે છે.

આ ફૂડ ટ્રેનર ગેમમાં લાલ અથવા લીલા વર્તુળોમાં રોજિંદા ઓબ્જેક્ટને ટેપ કરવા માટે બતાવાય છે. જો યુઝર ગ્રીન વર્તુળમાં હોય તે ઓબ્જેક્ટને ટેપ કરે તો તેમને પોઇન્ટનો રિવોર્ડ મળે છે. જોકે, તે રેડ વર્તુળમાં હોય તે ઓબ્જેક્ટને ટેપ કરે તો એક પોઇન્ટ કપાઈ જાય છે.

પેન્સિલ કે સ્વેટર જેવી વસ્તુઓની તસવીરો વચ્ચે એપ્લિકેશન આરોગ્યપ્રદ અને બીનઆરોગ્યપ્રદ ફૂડ આઈટમ ઘુસાડી દે છે. આરોગ્યપ્રદ ફૂડ આઈટમ ગ્રીન વર્તુળમાં જ્યારે બિન આરોગ્યપ્રદ ફૂડ આઈટમ રેડ વર્તુળમાં આવે છે. રિવોર્ડ આપવાની પદ્ધતિ દ્વારા એપ્લિકેશન લોકોના મગજને આરોગ્યપ્રદ ફૂડ આઈટમ પ્રત્યે પોઝિટિવ પ્રતિક્રિયા અને બિન આરોગ્યપ્રદ ફૂડ આઈટમ પ્રત્યે નેગેટિવ પ્રતિક્રિયા આપવા ટ્રેઈન કરે છે. યુઝરની પ્રગતિનું આકલન કરવા માટે એપ સમયાંતરે પ્રશ્નો પૂછતી રહે છે.

જો કે, સંશોધનકારોએ ચેતવણી આપી છે કે, આ તારણો ચોકસાઈથી લેવા જોઈએ. કારણ કે, વપરાશકર્તાઓને તેમની જંક ફૂડની ટેવ છોડવા પ્રેરણા આપતા અન્ય પરિબળો પણ હોઈ શકે છે. આ એપ્લિકેશન અંગે પ્લે સ્ટોર પર રિવ્યુ આપનાર એક યુઝરે કબુલ્યું કે તેને આદત ઓછી થઈ ગઈ છે. આ સ્ટડી એપેટાઇટ્સના ઓક્ટોબરની આવૃત્તિમાં પ્રકાશિત થઈ હતી.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ