સેક્સથી છો અસંતુષ્ટ તો આવી રીતે કરો પાર્ટનર સાથે વાત

News18 Gujarati
Updated: September 13, 2018, 9:08 PM IST
સેક્સથી છો અસંતુષ્ટ તો આવી રીતે કરો પાર્ટનર સાથે વાત
News18 Gujarati
Updated: September 13, 2018, 9:08 PM IST
ઘણા રિલેશનશિપ કાઉન્સલર્સનું માનવું છે કે, મોટાભાગે મહિલાઓ સેક્સથી સંતુષ્ટ થઈ શકતી નથી અને તેઓ પોતાન પાર્ટનરને પણ આ બતાવવાથી સંકોચ કરતી હોય છે. સંબંધમાં તણાવ હોવા છતાં બંનેમાં આ વિશે વાતચીત થઈ શકતી નથી. સંબંધમાં કોઈ કારણ વગર તણાવ ના રહે તે માટે જરૂરી છે કે, તમે પોતાના પાર્ટનરને પોતાની વાત જણાવો, તે વાત તમે ઈશારામાં જણાવો અથવા ખુલ્લા મને પરંતુ જણાવવી જરૂરી છે. તમને જણાવીએ છીએ કે, કેવી રીતે તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો છો.

જો તમે તમારા પાર્ટનરને પૂછશો કે, તેને શું સારૂ લાગે છે તો તે પણ તમને તે વિશે પૂછશે. આમ આવી રીતે તમે તમારી વાત તેને સમજાવી શકો છો. તમારો પાર્ટનર તમને સારી રીતે સમજશે તો તેનું પરિણામ પણ જોવા મળશે. જો આ છતાં પણ તમે અસંતુષ્ટ છો તો આ વિશે તમે વધારે ખુલ્લા મનથી વાત કરી શકો છો.

તમે તમારા બેડરૂમની એક્ટિવિટને રોચક બનાવી શકો છો. આમાં સેક્સ ગેમ્સ એક સારો વિકલ્પ છે. જેમ કે, કોઈ દિવસ તમે પાર્ટનરને જણાવશો કે, તમે તેને કોઈ ખાસ કેરેક્ટરની જેમ જોવા માંગો છો. આમ વાત-વાતમાં તમે તમારા મનની વાત પણ તેને કહી શકશો.

તમને તમારા પ્લેજર જોનની ખબર છે તેથી બેડ પર તમે તમારા પાર્ટનરને ગાઈડ કરી શકો છો તેને શું કરવું જોઈએ.

મોટાભાગની મહિલાઓ પોતાન પાર્ટનરથી પોતાની જરૂરતો વિશે વાત કરવામાં શરમ અનુભવે છે પરંતુ તેના કરતાં જો તમે તમારા પાર્ટનરને સ્પષ્ટ રીતે કહેશો કે તમારે શું જોઈએ છે તો તમારી મૂઝવણ દૂર થઈ શકે છે. જોકે, એક ધ્યાન રાખવું જોઈએ કે, વાત કરતી વખતે તમારી બોલવાની રીત સમજાવનારની હોવી જોઈએ ના કે આરોપ લગાવનાર જેવી. વાત કરવાથી સમસ્યા ખત્મ થઈ જશે.
First published: September 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...