Home /News /lifestyle /આ રીતે એલોવેરામાંથી બનાવો ફેસ પેક, માત્ર અઠવાડિયામાં ચહેરો થઇ જશે એકદમ ક્લિન
આ રીતે એલોવેરામાંથી બનાવો ફેસ પેક, માત્ર અઠવાડિયામાં ચહેરો થઇ જશે એકદમ ક્લિન
જાણી લો ઘરે એલોવેરામાંથી કઇ રીતે ફેસ પેક બનાવશો
સ્કિનને ક્લિન રાખવા માટે ફેસ પેક (Face Pack) મહત્વનો ભાગ ભજવે છે. જો કે બહાર મળતા ફેસ પેકમાં કેમિકલ્સનું (Chemicals) પ્રમાણ વધારે હોવાથી એ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે.
આજની આ ફાસ્ટ લાઇફમાં (Life) અનેક લોકો પોતાની સ્કિનનું (Skin) પ્રોપર રીતે ધ્યાન રાખી શકતા નથી. સ્કિનનું ધ્યાન ના રાખવાને કારણે સ્કિન દિવસેને દિવસે ડેમેજ (Damage) થતી જાય છે. આ સાથે જ સ્કિન પર કાળા ડાધા જેવા ધબ્બા પડી જાય છે અને પછી પિંપલ્સ (Pimples) થવાના શરૂ થઇ જાય છે. આ માટે જો તમે અઠવાડિયામાં બે વાર તમારી સ્કિનની કેર કરો છો તો તમારી સ્કિન સોફ્ટ રહે છે.
જાણી લો ઘરે એલોવેરામાંથી કઇ રીતે ફેસ પેક બનાવશો
સ્કિનને ક્લિન રાખવા માટે ફેસ પેક (Face Pack) મહત્વનો ભાગ ભજવે છે. જો કે બહાર મળતા ફેસ પેકમાં કેમિકલ્સનું (Chemicals) પ્રમાણ વધારે હોવાથી એ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. પરંતુ જો તમે ઘરે જાતે જ ફેસ પેક બનાવો છો અને સ્કિન પર એપ્લાય કરો છો તો તમારી સ્કિન સોફ્ટ રહે છે. અને સાથે એની કોઇ સાઇડ ઇફેક્ટ (Side Effect) પણ થતી નથી. તો જાણી લો ઘરે એલોવેરામાંથી કઇ રીતે ફેસ પેક બનાવશો.
- આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એલોવેરા (Aloe Vera) લો અને એની અંદરથી જેલ (Gel) કાઢો.
- ત્યારબાદ આ એલોવેરા જેલમાં એક ચમચી હળદર મિક્સ કરો.
- હવે આ એલોવેરા અને હળદરમાં ગુલાબજળ (Rosewater) મિક્સ કરો. ગુલાબજળ તમારે જે પ્રમાણમાં જોઇએ એ પ્રમાણમાં મિક્સ કરવાનું છે. જો તમે વધુ પ્રમાણમાં ગુલાબજળ મિક્સ કરશો તો પેક ઘટ્ટ નહિં બને. આ માટે પેકને થોડો ઘટ્ટ રાખો. જેથી કરીને તમે સરળતાથી ફેસ પર લગાવી શકો.
આ ફેસ પેક અનેક તત્વોથી ભરપૂર હોવાને કારણે એ તમારી સ્કિનને સોફ્ટ કરીને ટાઇટ કરવાનું કામ કરે છે. જો તમારા ચહેરા (Face) પર બહુ ખીલ થાય છે તો આ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેક તમે અઠવાડિયામાં બે વાર લગાવશો તો ચહેરા પરના બધા ખીલ (Acne) દૂર થઇ જશે અને સાથે તમારા ફેસ પરના કાળા ડાધા-ધબ્બા પણ ઝડપથી દૂર થઇ જશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર