Home /News /lifestyle /

ધ્યાન રાખજો, પ્રોટીન વગર તમારા શરીરમાં આટલી તકલીફો ઉભી થઇ શકે!

ધ્યાન રાખજો, પ્રોટીન વગર તમારા શરીરમાં આટલી તકલીફો ઉભી થઇ શકે!

પ્રતિકાત્મક તસવીર

ચયાપચયની ક્રિયાથી લઈ માંસપેશીઓના સંશ્લેષણ સુધી પ્રોટીનના ઘણા લાભ છે. આપણા શરીરનું આ અનિવાર્ય પાસું આપણા આહારનો અનિવાર્ય ભાગ છે. સ્વાસ્થ્ય જીવન જીવવા તે મહત્વનો ભાગ છે.

નવી દિલ્હી : શરીરને પ્રોટીનની ખૂબ જ જરૂર પડે છે. પરંતુ પ્રોટીનની ભૂમિકાને આપણે ખોટી આંકી લીધી છે. તેને માંસપેશીઓના વિકાસ સાથે જોડી દીધું છે. જોકે, ચયાપચયની ક્રિયાથી લઈ માંસપેશીઓના સંશ્લેષણ સુધી પ્રોટીનના ઘણા લાભ છે. આપણા શરીરનું આ અનિવાર્ય પાસું આપણા આહારનો અનિવાર્ય ભાગ છે. સ્વાસ્થ્ય જીવન જીવવા તે મહત્વનો ભાગ છે.

જીવનશૈલી અને આરોગ્યના પરિબળોને આધારે આપણે જુદા જુદા પ્રોટીન આવશ્યકતાઓ છે. ઉદાહરણ તરીકે જો તમે નિયમિત સક્રિય જિમ કરનાર હોવ તો તમને બેઠાડુ વ્યક્તિ કરતાં વધુ પ્રોટીનની જરૂર પડે છે. બોલ્ડફિટના સ્થાપક પલ્લવ બિહાનીએ IANSlifeને પ્રોટીનની ઉણપના મુખ્ય લક્ષણો જણાવ્યા હતા.

ચરબી ઘટતી ન હોય ત્યારે

તમે સક્રિય છો, ખાવાપીવામાં કાળજી રાખો છો, છતાં વજન ઓછું થવામાં કોઈ ફેર દેખાતો નથી? આવી સ્થિતિમાં તમને પ્રોટીનની જરૂર છે. જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન લેતા હોવ ત્યારે શરીર સ્નાયુને રિપેર કરી શકતું નથી. જેના પરિણામે ફેટ ઓગળવાની જગ્યાએ સ્નાયુ ઓગળે છે. પ્રોટીન ઓછું હોય તો તમારા શરીરમાં ઉર્જાનું પ્રમાણ પણ ઘટે છે. જેથી પ્રોટીન લેવું જ જોઈએ.

મૂડમાં ઉતાર-ચઢાવ: પ્રોટીનનું ઓછું સેવન અસ્થિર મૂડ, ચીડિયાપણું અને બ્રેઇન ફોગ સાથે પણ જોડાયેલું છે. આપણા મૂડ માટે જવાબદાર વિવિધ હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટરના સંશ્લેષણમાં પ્રોટીન નિર્ણાયક હોય છે. ઉદાહરણ તરીકે સેરોટોનિન હોર્મોન, જેનાથી વ્યક્તિને સલામત અને ખુશ અનુભવે છે. પ્રોટીન ઓછું થાય તો મૂડમાં ઉતારચઢાબ આવે છે.

તૃષ્ણા: મહેનત કરવા માટે ખાસ પોષક તત્વની જરૂર પડે છે. જ્યારે પણ ઓછું પ્રોટીન મળે ત્યારે શરીરમાં શર્કરાનું સ્તર ઘટાડી દે છે. જેથી તમારું શરીર ઝડપથી ઠીક થવાની તૃષ્ણા ઉભી કરે છે. જેથી શરીરમાં શર્કરાનું લેવલ જળવાઈ રહે તે માટે પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ.

હાડકાની મજબૂતી

હાડપિંજરની મજબૂતી માટે કેલ્શિયમ આવશ્યક છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા હાડકાંમાં વોલ્યુમની દ્રષ્ટિએ 50 ટકા ભાગ પ્રોટીન છે? વિટામિન ડી અને કેલ્શિયમની સાથે પ્રોટીન હાડકાના આરોગ્ય અને આયુષ્ય માટે નિર્ણાયક છે. ઉંમર વધવા સાથે હાડકાની ઘનતા જાળવવા પ્રોટીન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

ત્વચા, વાળ અને નખની તકલીફ

તમારી ત્વચા, વાળ અને નખ મુખ્યત્વે પ્રોટીનથી બનેલા છે. જેથી પ્રોટીનની ઉણપ તેના પર અસર કરે છે. પ્રોટીનની વધુ ઉણપ પણ લાલાશ, ત્વચામાં તિરાડોનું કારણ બની શકે છે. તેનાથી વાળ પાતળા થવા, ઓછા થવા, વાળ ખરવા તેમજ નખ પણ બટકણા થઈ શકે છે. પ્રોટીનની ઉણપ સોજો આવી જાય તેવી સ્થિતિ એડીમા તરફ દોરી જાય છે.

સમસ્યાથી બચવા શું કરવું જોઈએ?

શરીરના વજનનું પ્રતિકીલો દીઠ 1થી 1.5 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ. જો તમારું વજન 60 કિલો છે તો તમારે આદર્શ રીતે દરરોજ 60થી 90 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. માંસ, ઈંડા, માછલી, ડેરી, સોયા જેવા પ્રાકૃતિક સોર્સથી પ્રોટીન મળે છે. જો છતાં પણ તમારે જોઈતું પ્રોટીન મળતું ન હોય તો વેગન પ્રોટીન પાવડર અને BCAA જેવા સપ્લીમેન્ટ લઈ શકો છો.
First published:

Tags: Health News, Health Tips, Lifestyle, આરોગ્ય

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन