દિવાળીના તહેવારોમાં નિરોગી રહેવાનો આ છે રામબાણ ઉપાય

News18 Gujarati
Updated: October 27, 2019, 8:32 PM IST
દિવાળીના તહેવારોમાં નિરોગી રહેવાનો આ છે રામબાણ ઉપાય
હળદરની તસવીર

એક કપ ગરમ પાણીમાં બે ચમચી ચોખ્ખી હળદર નાખીને જો પીવામાં આવે તો એન્ટીસેપ્ટીક તરીકે કામ કરે છે

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ એક તરફ ડેંગ્યૂની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી તરફ દિવાળીના તહેવાર (Diwali festival) ટાણે ખાવાપીવામાં પણ તમારે વિશેષે ધ્યાન રાખવુ જરુરી બનશે. કેમ કે હાલમાં ખાણી પીણીને કારણે વાઈરલ ડિસિઝ શર્દી-ખાસી અને ઝાડા- ઉલ્ટી જેવા વિશેષ રોગો ઘરે ઘરે જોવા મળે છે. શુમ રાખશો તકેદારી અને શુ છે તેનો રામબાણ ઉપાય જાણો ફેમિલી ફિઝિશીયન (Family Physician) ડો. કમલેશ રાજગોર પાસેથી. ડો કમલેશ રાજગોર જણાવે છે કે હવે ડેન્ગ્યૂ (dengue) ધીમે ધીમે ઓછો થશે પરંતુ જેમ જેમ હવે ઠંડીનું પ્રમાણનું વધશે તેમ સર્દી ખાસી તેમાં પણ ખાસીનું પ્રમાણ હાલમાં ખુબ જ વઘારે છે.

આટલી વસ્તુનું ધ્યાન રાખવાથી નિરોગી બની રહેશો
- ખાવામાં લોકોએ કોઈ પણ તેલ વાળુ, તીખુ-તળેલુ, મરચાવાળુ, અને વાસી ખોરાક જે સવારે બનાવ્યો હોય અને સાંજે ખાઓ અથવા તો વાસી મીઠાઈ હોય તો એ પણ ન ખાવી

- ખાધા પછી તરત પાણીન ખાસ ન પીવુ
- ખાસ પ્રીકોશનને લઈને તમામને સલાહ છે કે તમે કઈ પણ વસ્તુ ખાઓ રાત્રે એક કપ ગરમ પાણીમાં બે ચમચી ચોખ્ખી હળદર નાખીને જો પીવામાં આવે તો એન્ટીસેપ્ટીક તરીકે કામ કરે છે.
- તેના કારણે તમે આખા દિવસમાં કઈ પણ આડુ અવડુ ખાધુ હોય તો ગળુ પણ ખરાબ નહી થાય અને ખાસી સર્દી સહીતના રોગમાં પણ રાહત મળશેગમે તેમ ખાવામાં આવી જતો ખોરાક તમારી તબીયતને બગાડી શકે છે તો ચોકસાઈથી જો ફોડવામાં ન આવે દારુખાનુ તો પણ મોટુ નુકસાન પહોચાડી શકે છે. તો સેફ દિવાળી ઉજવો તેવી એર ફરી ન્યુઝ 18 ગુજરાતી તરફથી તમામ દર્શકમિત્રોને શુભેચ્છાઓ.
First published: October 27, 2019, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading