Home /News /lifestyle /

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ આ ભોજનનું સેવન ન કરવું જોઈએ

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ આ ભોજનનું સેવન ન કરવું જોઈએ

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ગળ્યા પીણાનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ (પ્રતિકાત્મક તસવીર)

Diabetes Diet - ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ કેવા પ્રકારના ભોજનનું સેવન ન કરવું જોઈએ, તેની અહીં જાણકારી આપવામાં આવી છે

  અત્યારના સમયમાં ડાયાબિટીસની (Diabetes)બિમારી હોવી તે એક સામાન્ય વાત બની ગઈ છે. ડાયાબિટીસની બીમારી (Diabetes illness)ધરાવતી વ્યક્તિમાં શુગરનું ઉચ્ચ સ્તર જોવા મળે છે, જેના કારણે વ્યક્તિમાં વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા, વધુ ભૂખ અને તરસ લાગવી જેવી સમસ્યા જોવા મળે છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તે વ્યક્તિના શરીરમાં યોગ્ય માત્રામાં ઈન્સ્યુલિનનું નિર્માણ થઈ શકતું નથી. આ પ્રકારની સમસ્યા વધુ સમય સુધી રહે તો વ્યક્તિને ડાયાબિટીસની સાથે સાથે અન્ય બિમારી થવાની પણ શક્યતા રહે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ કેવા પ્રકારના ભોજનનું સેવન ન કરવું જોઈએ, તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

  ગળ્યા પીણાનું સેવન ન કરવું


  ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ગળ્યા પીણાનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. શુગરયુક્ત પીણામાં સુગરની માત્રા વધુ હોય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, શુગરયુક્ત પીણાનું સેવન કરવાથી ફેટી લીવર ડિસીઝની બિમારીના જોખમમાં વધારો થાય છે. શુગરયુક્ત પીણામાં ફ્રુક્ટોઝનું ઉચ્ચ સ્તર હોવાના કારણે પેટની ચરબી, કૉલસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરમાં વધારો થાય છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ક્લબ સોડા અથવા ખાંડ વગરની આઈસ્ડ ચાનું સેવન કરી શકે છે.

  ટ્રાન્સ ફેટ


  ટ્રાન્સ ફેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પીનટ બટર, સ્પ્રેડ્સ, ક્રીમર્સ અને ફ્રોઝન ડીનરમાં ટ્રાન્સ ચરબી રહેલી છે. આ પ્રકારનું ભોજન બગડે નહીં તે માટે તેમાં મુફીન્સ અને અન્ય બેક્ડ વસ્તુઓ ઉમેરવામાં આવે છે. ટ્રાન્સ ફેટ બ્લડમાં સુગરના સ્તરમાં સીધી રીતે વૃદ્ધિ કરતી નથી. અનેક દેશોમાં ટ્રાન્સ ફેટને ગેરકાયદાકીય જાહેર કરવામાં આવી છે. જે પણ ફૂડમાં ઈન્ગ્રિડિયન્ટ્સમાં “partially hydrogenated” લખેલું હોય તે ભોજનનું સેવન ન કરવું જોઈએ.

  વ્હાઈટ બ્રેડ, ચોખા અને પાસ્તા


  વ્હાઈટ બ્રેડ, ચોખા અને પાસ્તામાં કાર્બનું ઉચ્ચ સ્તર રહેલું છે. બ્રેડ, બેગેલ તથા અન્ય મેદાયુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી લોહીમાં સુગરના સ્તરમાં વધારો થાય છે. ઉચ્ચ કાર્બ યુક્ત ખાદ્યપદાર્થનું સેવન કરવાથી શુગરના સ્તરમાં વધારો થાય છે, ઉપરાંત બ્રેઈન ફંક્શનમાં પણ વિપરીત અસર થાય છે.

  ફ્રુટ ફ્લેવર્ડ યોગર્ટ


  ફ્લેવર્ડ યોગર્ટ નોનફેટ અથવા ઓછી ચરબીયુક્ત દૂધથી બનેલું હોય છે ઉપરાંત તેમાં કાર્બ્સ અને સુગર પણ હોય છે. 1 કપ (245 ગ્રામ) ફ્લેવર્ડ યોગર્ટમાં 31 ગ્રામ ખાંડ હોઈ શકે છે, એટલે કે તેમાં 61% કેલરી ખાંડ હોય છે. અનેક લોકો જામેલા દહીંને આઈસ્ક્રીમનો યોગ્ય વિકલ્પ માને છે. પરંતુ તેમાં આઈસ્ક્રીમની સરખામણીએ વધુ શુગર હોય છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ શુગર વગરના સાદા દહીંનું સેવન કરવું જોઈએ જેનાથી વજન નિયંત્રિત રહે છે અને આંતરડા માટે પણ લાભદાયી છે.

  આ પણ વાંચો - ડાયાબિટીસમાં કેવો હોવો જોઈએ તમારો ડાયટ પ્લાન, જાણો સમગ્ર વિગતો

  ગળ્યો બ્રેકફાસ્ટ સીરલ


  ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ક્યારેય પણ પોતાના દિવસની શરૂઆત સીરલના સેવનથી શરૂ ન કરવી જોઈએ. સીરલમાં ઉચ્ચ માત્રામાં કાર્બ્સ રહેલા હોય છે અને તે વધુ પ્રોટીન પ્રદાન કરી શકતા નથી. બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટે સીરલનું સેવન ન કરવું જોઈએ, ઓછા કાર્બયુક્ત નાશ્તાનું સેવન કરવું જોઈએ.

  ફ્લેવર્ડ કોફી ડ્રિંક્સ


  ફ્લેવર્ડ કોફી ડ્રિંક્સમાં ખૂબ જ વધુ માત્રામાં કાર્બ્સ રહેલા હોય છે. આ કારણોસર ફ્લેવર્ડ કોફી ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ. બ્લડ સુગરને નિયંત્રિત રાખવા માટે અને વધતા વજનને નિયંત્રિત કરવા માટે એક ચમચી ક્રીમ અથવા અડધી ચમચી સાદી કોફીનું સેવન કરવું જોઈએ.

  મધ અને મેપલ સીરપ


  ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ સફેદ ખાંડનું ઓછી માત્રામાં સેવન કરતા હોય છે. જેના કારણે બ્લડ સુગરમાં વધારો થાય છે. સફેદ ખાંડમાં વધુ માત્રામાં કાર્બ્સ રહેલા હોય છે. કઈ સુગરમાં કેટલા કાર્બ હોય છે તેની અહીં જાણકારી આપવામાં આવી છે. સફેદ ખાંડમાં 12.6 ગ્રામ, મધમાં 17.3 ગ્રામ અને મેપલ સીરપમાં 13.4 ગ્રામ કાર્બ હોય છે.

  ડ્રાય ફ્રુટ


  ફ્રુટમાં વધુ માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, વિટામીન સી અને પોટેશિયમ રહેલા હોય છે. ફળ સુકાઈ જાય ત્યારે તેમાં સુગરની માત્રામાં વધારો થાય છે અને તેમાં કાર્બ્સની પણ ઉચ્ચ માત્રા રહેલી હોય છે. કિશમિશમાં સૌથી વધુ કાર્બ્સ હોય છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ઓછી સુગરયુક્ત ફળનું સવન કરવું જોઈએ. જાંબુ તથા નાના સફરજનમાં ઓછી સુગર હોય છે આ કારણોસર તમે આ ફ્રુટનું સેવન કરી શકો છો.

  પેકેજડ સ્નેક ફૂડ્સ


  પેકેજડ સ્નેક ફૂડ્સમાં વધુ માત્રામાં કાર્બ્સ રહેલા હોય છે આ કારણોસર તેનાથી બ્લડ સુગરના સ્તરમાં વધારો થાય છે. જો તમને કામના સમયે વચ્ચે વચ્ચે ભૂખ લાગે છે તો ઓછા કાર્બયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ.

  ફ્રેન્ચ ફ્રાઈઝ


  બટાકામાં સૌથી વધુ કાર્બ્સ હોય છે. જ્યારે પણ બટાકાને છોલીને તેલમાં તળવામાં આવે છે તો તેના કારણે કાર્બમાં વધારો થાય છે. જેના કારણે સુગરના સ્તરમાં વધારો થવાથી ડાયાબિટીસના જોખમમાં વધારો થઈ શકે છે. આ કારણોસર ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ફ્રેન્ચ ફ્રાઈનું સેવન ના કરવું જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Diabetes care, Health Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन