આ પાંચ આસાન ઉપાયથી સડસડાત ઉતારો પેટની ચરબીના થર

ankit patel
Updated: October 19, 2019, 11:48 PM IST
આ પાંચ આસાન ઉપાયથી સડસડાત ઉતારો પેટની ચરબીના થર
પ્રતિકાત્મક તસવીર

આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાણી પીણીની આદતને કારણે લોકો વધતા વજનથી પરેશાન છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં લોકો મેદસ્વિતાથી ખુબ જ પરેશાન છે. અત્યારના બેઠાળું જિવન લોકોને મેદસ્વિતા તરફ લઇ જાય છે. મોટાભાગે લોકોના મોંઢે વજન ઉતારવું છે, ચરબી ઉતારવી છે એવું જ સાંભળવા મળશે. હાલનાં સમયમાં જો કોઇને સૌથી મોટ સમસ્યા નડતી હોય તો પોતાનાં વજન પર કાબૂ મેળવવાની છે. તેમાં પણ પેટની ચરબી ઘટાડવી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાણી પીણીની આદતને કારણે લોકો વધતા વજનથી પરેશાન છે. આ માટે કલાકો સુધી જીમમાં સમય વિતાવે છે ખુબ બધી એક્સરસાઇઝ કરે છે પણ તેમને સંતોષ થતો નથી. અહીં અમે આપને પેટની ચરબી ઓછી કરવાની

પાંચ આસાન ટ્રિક જણાવીએ છીએ જેનાંથી આપને અવશ્ય ફાયદો થશે

1-મોટે ભાગે આપણને સાંજે ચાર વાગ્યાની આસપાસ ભૂખ લાગે છે. આ સમયે ભૂખ દૂર કરવા માટે આપણે ઘણી વખત ચિપ્સ, કંઇક તળેલી કે બ્રેડની આઇટમ ખાઇએ છીએ. પણ આની જગ્યાએ જો પ્રોટીનની ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તમારું વજન વધશે નહીં ઉપરથી ઘટશે અને બોડીનો મેટાબોલિઝમ વધશે. આ માટે આપ બપોરે ફ્રુટ્સ કે પછી ડ્રાયફ્રૂટ્સ લઇ શકો છો.

આ પણ વાંચોઃ-પત્ની પોતાના પતિ પાસેથી આ 8 બાબતોની હંમેશા ઇચ્છા રાખે છે

2. જો તમે એકદમ ફ્લેટ પેટ ઇચ્છો છો અને પેટની ચરબી દૂર કરવા માંગો છો તો આપે ગળ્યું ખાવાનાથી દૂર રહેવું જોઇએ. આમ કરવાથી તમારા શરીરમાં
ઇન્સુલિનનું સ્તર નીચુ આવશે અને ગ્લૂકાગોન (એક પ્રકારના હોર્મોન)નું સ્તર ઉપર રહેશે. ગ્લૂકાગોન પેટની ચરબીને ઓછી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે.આ પણ વાંચોઃ-અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા

3. જોરથી હસવાંથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે. એટલે જ જેટલું વધારે હસશો એટલી જ વધારે તમારા પેટની માંસપેશીઓ ટોન્ડ થશે.

4. પેટની ચરબી ઓછી કરવા માટે સંતુલિત ભોજન લેવાની સાથે-સાથે યોગ્ય ક્રમથી વર્કઆઉટ કરવું પણ જરૂરી છે જેના માટે કાર્ડિયો,મસલ્સ બિલ્ડિંગ
એક્સર્સાઇજ આપની બોડી માટે જરૂરી છે.

આ પણ વાંચોઃ-ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને....

5. જ્યારે પણ ભોજન કરો તો તેને ચાવીને ખાવાથી પાચનની પ્રક્રિયા ખૂબ સારી રહે છે. તેમજ જમ્યા પહેલા ખુબ બધુ પાણી પીઓ. આમ કરવાથી તમને ભુખ ઓછી લાગશે અને જેનાથી પેટ ફુલતુ નથી.
First published: October 19, 2019, 11:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading