Home /News /lifestyle /Twinning and Winning: દિવાળીમાં આ રીતે મોમ-દીકરી ડ્રેસિંગ કરો મેચિંગ, આ સ્ટાઇલીશ ફેશન પર કરી લો નજર

Twinning and Winning: દિવાળીમાં આ રીતે મોમ-દીકરી ડ્રેસિંગ કરો મેચિંગ, આ સ્ટાઇલીશ ફેશન પર કરી લો નજર

આ રીતે દિવાળીમાં મોમ-દીકરી મેચિંગ કરો

Twinning and Winning in Diwali: હવે થોડા દિવસો પછી દિવાળી છે ત્યાં અનેક લોકો હાલથી જ ધામધૂમથી તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને દિવાળીમાં નવા કપડાં માટે થોડા દિવસો પહેલા જ તૈયારીઓ કરવી પડે છે જેથી કરીને ટેલર આપણને સમય પર આપી દે. તો તમે પણ મોમ-દીકરી આ રીતે મેચિંગ કરો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીનાં છેલ્લા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો દિવાળીની ખરીદીમાં લાગી ગયા છે. દિવાળીની ખરીદીની વાત કરીએ તો હવે લોકોએ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારમાં અનેક લોકો જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. મોટાભાગના લોકો પહેલાંથી જ દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. દિવાળી આવતાં જ રસ્તાઓની રોનક અને લોકોનો અનેરો ઉત્સાહ વધી જાય છે. આ દિવાળીને તમે પણ ખાસ બનાવવા ઇચ્છો છો તો તમારી દીકરી સાથે તમે મેચિંગ કરો.

    દીકરી સાથે ડ્રેસિંગનું મેચિંગ કરવાથી તમારો લુક આખો બદલાઇ જાય છે અને તમે બહુ જ મસ્ત લાગો છો. હાલમાં Twinning and Winningનો કનસ્પેટ બહુ ચાલી રહ્યો છે. તો તમે પણ લો આ આઇડિયા અને દેખાવો બધા કરતા હટકે.

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી પગ પર આ રીતે લગાવો બટાકાનો રસ

    અનારકલી સૂટ


    તમે તમારી દીકરી સાથે અનારકલી સૂટ મેચ કરો છો તો બહુ મસ્ત લાગે છે. અનારકલી સૂટ નાની દીકરીઓને પણ મસ્ત લુક આપે છે. આ માટે તમે સારા અલી ખાનની તસવીરો નેટ પર જોઇ શકો છો જેમાં એની દીકરી સાથે એ અનેક વાર મેચિંગ કરતી હોય છે. આ માટે તમે એક કલરનો મેચિંગ સૂટ સિવડાવો. આ સૂટ તમને એથનિકની સાથે-સાથે પંજાબી લુક પણ આપે છે.

    ચણીયા ચોળી


    તમે તમારી દીકરી સાથે આ પણ મેચ કરી શકો છો. ફેમિલી ફંક્શન હોય કે કોઇની પાર્ટીમાં જવાનું હોય..ચણીયા ચોળી તમને બહુ જ મસ્ત લાગે છે. બહુ વર્ક નહીં પરંતુ ઓછા વર્કની ચણીયા ચોળી તમે પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ તમને ઓનલાઇન પણ સરળતાથી મળી રહે છે.

    આ પણ વાંચો: અસ્થમાની બીમારીથી પીડાતા હોવ તો પીવો આ દૂધ

    ફ્લોરલ પ્રિન્ટેડ આઉટફિટ્સ


    માત્ર દીકરી જ નહીં, પરંતુ તમે પણ તમારી દીકરી સાથે ફ્લોરલ પ્રિન્ટ ટ્રાય કરો છો બહુ મસ્ત લાગે છે. આ આઇડિયા તમે શિલ્પા શેટ્ટી પાસેથી લઇ શકો છો. ફ્લોરલ પ્રિન્ટ દરેક લોકોને મસ્ત લાગે છે. આમ, જો તમે પાતળા છો અને તમારું વજન બહુ નથી તો એક વાર ચોક્કસ આ પ્રિન્ટ ટ્રાય કરો.


    શરારા સૂટ


    શરારા સૂટની હાલમાં બહુ જ ફેશન ચાલી રહી છે. મોમ-દીકરી એક જ જેવો શરાર સૂટ કરાવીને પહેરો છો તો બહુ મસ્ત લાગે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diwali 2022, Diwali celebration, Diwali festival, Life style

    विज्ञापन
    विज्ञापन