આદુનાં આ સામાન્ય ઉપાયથી પેટની ચરબીથી માંડીને હાર્ટની બીમારી દૂર કરશે

આદુની ફાઈલ તસવીર

આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ સુધરશે. એવામાં બેડ ફેટ ઝડપથી બર્ન થશે અને વજનમાં પણ ઘટાડો થશે.

 • Share this:
  આજનાં સમયની લેઝી લાઇફ સ્ટાઇલમાં (lifestyle) જો સૌથી મોટી સમસ્યા કોઇ નડતી હોય તો તે છે વધતા વજનની. શરીરમાં ચરબી (bodyfat) જમા થવું એ સામાન્ય વાત થઇ ગઇ છે. આ ચરબી પેટ જ નહીં શરીરનાં મોટાભાગમાં પણ જમા થવા લાગી છે પણ જો આ સમસ્યાને તમારે જડમૂળમાં મટાડવી હોય તો એક ટેવ દરરોજ માટે અપનાવવી પડશે. અને તે છે તમારે દરરોજ આદુનું (Ginger) પાણી પીવુ પડશે. જીંજર વોટરનો દરરોજ ઉપયોગથી ચરબી છૂમંતર થઇ જશે. આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ સુધરશે. એવામાં બેડ ફેટ ઝડપથી બર્ન થશે અને વજનમાં પણ ઘટાડો થશે. (Healthtips)

  એટલું જ નહીં આદુનું પાણી આપને ઘણી બીમારીઓથી પણ બચાવશે. તેમાં હાજર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇંફ્લેમેટરી પ્રોપર્ટી બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

  આ પણ વાંચોઃ-ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યું પુરુષો માટે ગર્ભનિરોધનક ઇન્જેક્શન

  આવી રીતે બનાવો આદુનું પાણી
  આદુનું પાણી બનાવવા સૌથી પહેલાં પાણીમાં આદુનાં ટુકડા કાપીને તેને 15 મિનિટ સુધી ગરમ કરે છે. તે બાદ તે પાણીને ગાળી લો. તેમાં ચમચી લીંબુનો રસ મેળવી લો.

  જાણો જિંજર વોટરનાં ફાયદા

  -કેન્સર (Cancer) જેવી બીમારીથી રક્ષણ આપે છે. તેમજ લંગ્સ, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેન્ક્રિએટિક જેવી બીમારીથી બચાવે છે.

  આ પણ વાંચોઃ-સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો

  -જમ્યાનાં 20 મિનિટ બાદ એક કપ આદુનું પાણી પીવાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલમાં રહે છે. તેનાંથી હાર્ટ બર્નની પ્રોબ્લમ દૂર થાય છે.

  -આદુનું પાણી બોડીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમને વધુ સારી બનાવે છે. જેનાંથી પાચન ક્રિયામાં વધારો થાય છે.

  -દરરોજ આદુનું પાણી પિવાથી બ્લડમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાંથી ડાયાબિટીઝની સંભાવના ઘટે છે.

  આ પણ વાંચોઃ-તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

  -મસલ્સ પેઇનની સમસ્યા હોય તો પણ આદુનું પાણી પિવાથી કંટ્રોલ થાય છે.

  -આદુ કે તેનાં પાણીનું નિયમિત સેવન શરિરની ઇમ્યુનિટી વધારે છે

  -આદુમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે જેથી આદુનું પાણી પીવાથી કફની સમસ્યા પણ દૂર થાય છે.
  Published by:ankit patel
  First published: