Home /News /lifestyle /Tech News:ફોનમાં રહેલા Data ચોરી કરે છે આ App, Google Play Store એ તો એપ્લીકેશન હટાવી અને તમે?

Tech News:ફોનમાં રહેલા Data ચોરી કરે છે આ App, Google Play Store એ તો એપ્લીકેશન હટાવી અને તમે?

Google એ પ્લે સ્ટોર પરથી સ્ક્રીન રેકોર્ડિંગ (Screen Recording App) એપ હટાવી દીધી છે. હટાવતા પહેલા આ એપને 50 હજારથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જો તમારી પાસે આ એપ્લિકેશન છે, તો તેને તરત જ કાઢી નાખો.

Google એ પ્લે સ્ટોર પરથી સ્ક્રીન રેકોર્ડિંગ (Screen Recording App) એપ હટાવી દીધી છે. હટાવતા પહેલા આ એપને 50 હજારથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જો તમારી પાસે આ એપ્લિકેશન છે, તો તેને તરત જ કાઢી નાખો.

  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
માલવેર અથવા ટ્રોજન ઇન્ફેકટેડ એપ્સ દરરોજ Google Play Store પરથી દૂર કરવામાં આવે છે. હવે આવી જ એક એપને હટાવી દેવામાં આવી છે. જે પહેલા લગભગ 1 વર્ષ સુધી પ્લે સ્ટોર એક સુરક્ષિત એપ જેવું હતું. પરંતુ, બાદમાં લોકોને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેને 50 હજારથી વધુ વખત ડાઉનલોડ પણ કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં અમે અહીં iRecorder - Screen Recorder નામની એપ વિશે વાત કરી રહ્યા છીએ. સાયબર સિક્યોરિટી ફર્મ ESETના તાજેતરના અભ્યાસ અનુસાર, આ એપ હવે લોકોને માલવેરનું વિતરણ કરી રહી છે. ગૂગલે આ એપને હટાવી દીધી છે. પરંતુ, જો તે તમારા ફોનમાં હાજર છે, તો તરત જ તેને કાઢી નાંખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: What After 10th: ધોરણ 10 પછી ક્યું ફિલ્ડ છે બેસ્ટ? જાણો શું કરવું સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ?

અપડેટ થયા પછી શરૂ કર્યું ખોટું કામ


આ એપનું APK પેકેજ નામ com.tsoft.app.iscreenrecorder છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી 50,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ એપ સપ્ટેમ્બર 2021માં પ્લે સ્ટોર પર સબમિટ કરવામાં આવી હતી. ત્યારે આ એપમાં કોઈ ખતરનાક ફીચર્સ નહોતા. જો કે, ઑગસ્ટ 2022માં iRecorder – સ્ક્રીન રેકોર્ડર વર્ઝન 1.3.8 રજૂ કરવામાં આવ્યા પછી, એપએ એન્ડ્રોઇડ ફોનને માલવેરથી સંક્રમિત કરવાનું શરૂ કર્યું.

આ એપ નવું વર્ઝન આવ્યા બાદ જ ડેટા ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. આ એપમાં AhMyth Trojanની હાજરી વિશે જાણ્યા બાદ ગૂગલે તેને હટાવી દીધું છે. આ એપ ખાસ કરીને માઇક્રોફોન રેકોર્ડિંગને બહાર કાઢે છે અને ચોક્કસ એક્સ્ટેંશન સાથે ફાઇલો ચોરી કરે છે.

ઉપરાંત, તે દર 15 મિનિટે 1 મિનિટનો ઓડિયો રેકોર્ડ કરે છે અને એન્ક્રિપ્ટેડ લિંક દ્વારા રેકોર્ડિંગને ડેવલપરના સર્વર પર ફોરવર્ડ કરે છે. આ માલવેર દ્વારા હુમલાખોર સંપૂર્ણપણે દૂર બેસીને ફોનને પણ કંટ્રોલ કરી શકે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ESETના એક સાયબર સેક્યુરિટી રિસર્ચરે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે એક ડેવલપરે અગાઉ એક સુરક્ષિત એપ અપલોડ કરી અને લગભગ એક વર્ષ પછી તેને ખતરનાક કોડ સાથે અપડેટ કરે છે.

આ પણ વાંચો: Video: ગોરી નાગોરી સાથે થઈ મારપીટ, ફરિયાદ કરવા પહોંચી તો પોલીસે સેલ્ફી લઈને ઘરે મોકલી દીધી

iRecorder ના ડેવલપરનું નામ Coffeeholic Dev છે. પાછલા વર્ષોમાં, તેણે ઘણી વધુ એપ્સ પણ બહાર પાડી છે. જેમ કે- iBlock, iCleaner, iEmail, iLock, iVideoDownload, iVPN, ફાઇલ સ્પીકર અને QR સેવર. પરંતુ આમાંથી કોઈ પણ Google Play Store પર ઉપલબ્ધ નથી.
First published:

Tags: And Technology, Lifestyle