Home /News /lifestyle /ઠંડીમાં બાળકોને સ્નાન કરાવતી વખતે આ 4 બાબતોનું રાખો ધ્યાન, નહીં તો સ્કિનને નુકસાન થશે
ઠંડીમાં બાળકોને સ્નાન કરાવતી વખતે આ 4 બાબતોનું રાખો ધ્યાન, નહીં તો સ્કિનને નુકસાન થશે
ટોવેલ સાથે રાખો
New born baby care: નાના બાળકોની કેર કરવી ખૂબ જરૂરી છે. નાના બાળકોની કેર તમે યોગ્ય રીતે કરતા નથી તો સ્કિન અને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને ઠંડીમાં બાળકોને સ્નાન કરાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોને સ્નાન કરવાથી લઇને અનેક નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. કોઇ પણ વ્યક્તિ જ્યારે સ્નાન કરી લે ત્યારે એ એકદમ ફ્રેશ થઇ જાય છે. સામાન્ય રીતે નાના બાળકોને સ્નાન કરાવતા પહેલાં એને હુંફાળા તેલથી માલિશ કરવામાં આવે છે. ધ્યાન રાખો કે માલિશ બને ત્યાં સુધી તડકામાં કરો જેથી કરીને એ અસરકાર વધુ બને. બહાર ઠંડી વધારે છે તો તમે રૂમની અંદર માલિશ કરો. માલિશ કરતી વખતે બાળકોના શરીરના બીજા ભાગ પર એક કપડુ નાખી દો જેથી કરીને એને ઠંડી વધારે લાગે નહીં અને જલદી બીમાર પણ નહીં પડે.
આ માટે બાળકોને હંમેશા હુંફાળા ગરમ પાણીથી સ્નાન કરાવવાની આદત પાડો. આ સાથે જ પાણીમાં કેટલાક કેમિકલ નાખ્યા વગર તમે નારિયેળ તેલ, સરસિયાનું તેલ અને જૈતુનનું તેલના કેટલાક ટીંપા નાંખો.
વધારે ગરમ પાણીથી સ્નાન ના કરો
બાળકોને સ્નાન કરાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પાણી વઘારે ગરમ ના હોય. ઘણી વાર ઠંડીથી બચાવવા માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ પેરેન્ટ્સ કરતા હોય છે. બાળકોની સ્કિન બહુ કોમળ હોય છે જે ગરમ પાણીથી સ્કિનને નુકસાન પહોંચાડે છે. આ માટે પાણીને હુંફાળુ રાખો અને પછી હાથમાં ચેક કરીને બાળકોને નવડાવો.
બાળકોને જ્યારે પણ તમે સ્નાન કરાવો ત્યારે ખાસ કરીને રૂમાલ સાથે રાખો. આ સાથે જ બાળકોને વધારે સમય સુધી નવડાવશો નહીં. નવડાવ્યા પછી બાળકને તરત જ રૂમાલમાં લપેટી લો અને પછી તરત જ રૂમનો દરવાજો બંધ કરી દો જેથી કરીને હવા લાગે નહીં. શરીર લૂંછીને તરત જ ગરમ કપડા પહેરાવી દો.
દરરોજ સ્નાન કરાવશો નહીં
બહુ વઘારે ઠંડીમાં બાળકોને વારંવાર સ્નાન કરાવશો નહીં. ઠંડીની સિઝનમાં બાળકોને બને ત્યાં સુધી અઠવાડિયામાં બેથી ત્રણ વાર સ્નાન કરાવો. બાખીના દિવસોમાં ગરમ પાણીથી સ્પોન્જ કરી લો. આ માટે તમે બેબી વાઇપ્સ તેમજ કોટનના કપડાનો યુઝ કરી શકો છો. બાળકને બરાબર સ્પોન્જ કરીને તમે ક્લિન કરો છો તો એ ફ્રેશ થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર