Home /News /lifestyle /

Monsoon Health Tips: ચોમાસાની મૌસમના આનંદની સાથે સાથે આ વાતોનો પણ રાખો ખાસ ખ્યાલ, જાણો મોનસૂન હેલ્થ ટિપ્સ

Monsoon Health Tips: ચોમાસાની મૌસમના આનંદની સાથે સાથે આ વાતોનો પણ રાખો ખાસ ખ્યાલ, જાણો મોનસૂન હેલ્થ ટિપ્સ

ચોમાસાની મૌસમના આનંદની સાથે સાથે આ વાતોનો પણ રાખો ખાસ ખ્યાલ

Monsoon Health Problem: ચોમાસાની ઋતુમાં સ્વાસ્થયનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. થોડી પણ બેદરકારીને કારણે ક્યારેક ગંભીર પરિણામો ભોગવવા પડે છે. ચોમાસાની સિઝનમાં બીમાર પાડવાનો ભય સૌથી વધુ રહે છે આજે અહી અમે આપને જણાવીશું કે આ મોનસૂનમાં તમારી જાતને તમે કેવી રીતે તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકશો.

વધુ જુઓ ...
  Monsoon health care: વરસાદની મૌસમ નાના-મોટા સૌ કોઈની મનપસંદ ઋતુ હોય છે. ચોમાસામા ખીલેલી પ્રકૃતિ અને કુદરતી સૌંદર્યનો દરેક જીવ મનભરીને આનંદ માણે છે. પરંતુ આ બધાની સાથે સાથે આ ચોમાસાની ઋતુમાં સ્વાસ્થયનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. થોડી પણ બેદરકારીને કારણે ક્યારેક ગંભીર પરિણામો ભોગવવા પડે છે. ચોમાસાની સિઝનમાં બીમાર પાડવાનો ભય સૌથી વધુ રહે છે આજે અહી અમે આપને જણાવીશું કે આ મોનસૂનમાં તમારી જાતને તમે કેવી રીતે તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકશો.

  પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો


  શિયાળો હોય કે ઉનાળો શરીરમાં પાણીની કમી ન હોવી જોઈએ. હુંફાળા પાણીના સેવનથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું. આપને જણાવી દઈએ કે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થઈ શકે છે જેથી આ ઋતુમાં ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

  આ પણ વાંચો: Migraine Treatments: યુવાનોને હોય છે માઈગ્રેનનું સૌથી વધુ જોખમ, નિષ્ણાતો પાસેથી જાણો તેના લક્ષણો, અને ઈલાજ

  લીલા શાકભાજી ખાઓ


  શાકભાજીની સાથે તમારા આહારમાં કેટલીક જરૂરી ઔષધોનો પણ સમાવેશ કરો. તેનાથી શરીરને એનર્જી મળશે અને ઇમ્યુનિટી પાવર પણ મજબૂત થશે. આમળા, બ્રાહ્મી, તુલસી, એલોવેરા, આદુ, ઈલાયચી, અજવાઈન, વરિયાળી વગેરે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

  આહારનું ધ્યાન રાખો


  આ સમયે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ખાટી-મસાલેદાર, તળેલી વસ્તુઓ જેવી ઠંડી વસ્તુઓ ન ખાવી. આ સિઝનમાં હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ઘરે બનાવેલો ખોરાક, સૂપ, ફાઈબરયુક્ત ખોરાક અને ફળો ખાવાથી તમારું સ્વાસ્થય સારું રહેશે તેમજ બીમાર પાડવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે.

  તાપમાનમાં થતા ફેરફારો પર નજર રાખો


  દિવસ દરમિયાન જે રીતે હવામાન ક્યારેક તડકો, ક્યારેક વાદળછાયું હોય છે, તેને હળવાશથી ન લેવું જોઈએ. આ રીતે, તાપમાનની વધઘટ આરોગ્યને વધુ ખરાબ કરી શકે છે. બહારથી આવે ત્યારે પાણી પીવું નહીં કે કપડાં બદલવું નહીં. સખત તડકામાંથી આવ્યા બાદ સાથે તરત જ એસીમાં પ્રવેશશો નહીં.

  બાળકોનું રાખો ખાસ ધ્યાન


  વાતાવરણમાં ફેરફારને કારણે નાના બાળકો ઝડપથી વાઇરલ બીમારીઓની ચપેટમાં આવી જતાં હોય છે. તેમને ખૂબ કાળજીની જરૂર છે. અમુક સમયે આના કારણે બાળકોને ઝાડા થવાની શક્યતા રહે છે. તેથી તેમને સારો આહાર આપો. બજારમાં બનતી વસ્તુઓને ખવડાવશો નહીં. તેમને સમયાંતરે પ્રવાહી આપો, જેથી શરીરમાં પાણીની કમી ન થાય.

  આ પણ વાંચો: Dressing Tips: જિમ ગયા વગર કઈ રીતે દેખાશો સ્લિમ? તો ફોલો કરો આ ડ્રેસિંગ ટ્રીક

  સ્વચ્છતાનું ધ્યાન રાખો


  તમારી આસપાસની જગ્યા સાફ રાખો, ધૂળ અને ગંદકીને કારણે એલર્જી થવાનો ભય રહે છે. જેના કારણે તમે જલ્દી બીમાર પડી શકો છો.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन