Home /News /lifestyle /

ચટપટી અને મસાલેદાર આ વસ્તુઓ તમારા પાચનતંત્રને કરશે એક્ટિવ, જમ્યા પછી જરૂર ખાઓ

ચટપટી અને મસાલેદાર આ વસ્તુઓ તમારા પાચનતંત્રને કરશે એક્ટિવ, જમ્યા પછી જરૂર ખાઓ

ચટપટી અને મસાલેદાર આ વસ્તુઓ તમારા પાચનતંત્રને કરશે એક્ટિવ

Stomach Problems: પેટ ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે, પણ પાચન થવામાં તકલીફ પડતી હોય તો દવા ખાવાની જગ્યાએ અમુક જણાવેલી વસ્તુઓથી પાચનક્રિયા (Digestion) મજબૂત બનાવી શકો છો.

    ખાવામાં બેદરકારીના કારણે ક્યારેક પેટ ખરાબ (Stomach problems) થઈ જાય છે. પાચન પર અસર થાય છે. જેના કારણે પેટમાં દુ:ખાવો, પેટ ફૂલવું, ઉબકા, અપચો, ઊલટી, સોજો આવવો, ઝાડા કે કબજિયાત (constipation) જેવી સમસ્યાઓ થવા લાગે છે. આમ તો પેટ ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે, પણ પાચન થવામાં તકલીફ પડતી હોય તો દવા ખાવાની જગ્યાએ અમુક જણાવેલી વસ્તુઓથી પાચનક્રિયા (Digestion) મજબૂત બનાવી શકો છો.

    તમે આ વસ્તુઓ બજારમાંથી ખરીદી શકો છો અથવા તમે તેને ઘરે જ તૈયાર કરી શકો છો. આ વસ્તુઓ બનાવવી એકદમ સરળ છે અને તેને બનાવવામાં તમને વધુ સમય પણ નહીં લાગે.

    આ પણ વાંચો: દુબળા-પાતળા બાળકોને હેલ્થી બનાવવા શું ખવડાવશો? જાણો અહી

    હાજમોલા કેન્ડી


    હજમોલાની ગોળી ખાવી મોટાભાગના લોકોને પસંદ છે. ઘણા લોકો સારા પાચન માટે હાજમોલાની ગોળી ખાય છે. તમે પણ પાચન માટે કે ચટપટું ખાવા આ ગોળી ટ્રાય કરી શકો છો. આ ગોળીના કારણે પાચન સુધરશે.

    ફૂદીનાની ગોળી


    જમ્યા પછી તમે ફુદીનાની ગોળી પણ ખાઈ શકો છો. ફુદીનો સ્વાસ્થ્યની માટે લાભદાયી છે. તમને કબજિયાત હોય કે ખાવાનું બરાબર પચતું ન હોય તો જમ્યા પછી ફુદીનાની ગોળીનું સેવન કરવું જોઈએ. તમને બજારમાં ફુદીનાની ગોળીઓ સરળતાથી મળી જશે. તમે તે ઘરે પણ બનાવી શકો છો.

    હિંગ દાણા


    જમ્યા પછી તમને મસાલેદાર ખાવાનું મન થતું હોય તો તમે હીંગ દાણા ખાઈ શકો છો. હીંગ દાણા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તમે ઘરે સરળતાથી હીંગ દાણા બનાવી શકો છો અથવા તો બજારમાં પણ મળે છે. તેના કારણે પાચનતંત્રને ફાયદો થશે.

    હરડેનું ચૂર્ણ


    મોટાભાગના ઘરે હરડે ખવાય છે. યોગ્ય પ્રમાણમાં તેનું સેવન સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. હરડે ચૂર્ણમાં રહેલા પોષક તત્વો એસિડિટી, પેટમાં દુ:ખાવો, અલ્સર, કોલાઇટિસ, આંતરડામાં બળતરા વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. આ ઉપરાંત તેનાથી ચક્કર આવવા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. જોકે, તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું હિતાવહ છે.

    આ પણ વાંચો: કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર, અનેક બીમારીઓથી બચાવશે

    અહીં ઉલ્લેખનીય છે કે, ચોમાસાનો ઋતુમાં પેટ ખરાબ થવાનું પ્રમાણ વધુ હોય છે. જેથી બહાર ખાવામાં ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. બેદરકારી દાખવવામાં આવે તો પેટના રોગોના ગંભીર પરિણામ ભોગવવા પડે છે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन