Home /News /lifestyle /

જો સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! નહીં થશે ગંભીર નુકસાન

જો સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! નહીં થશે ગંભીર નુકસાન

જો સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન!

Things to avoid with tea: સવારના નાસ્તામાં આપણે ચા સાથે અન્ય ઘણી વસ્તુઓ લેતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે એક એવી વસ્તુનું નામ જણાવીશું કે જે ચા સાથે લેવી યોગ્ય નથી. ઘણા લોકો ચા સાથે આ વસ્તુનું સેવન કરતાં હોય છે પરંતુ તેનાથી સ્વાસ્થયને ઘણું નુકસાન થાય છે. ચાલો જાણીએ કે સવારની ચા સાથે શું લેવાથી આપણને નુકસાન થાય છે.

વધુ જુઓ ...
  ઈંડા એક એવું ફૂડ છે, જેનાથી આરોગ્યને અનેક ફાયદાઓ થઈ શકે છે. નાશ્તાથી લઈને લંચમાં ઘણા લોકો ઈંડા ખાવાનું પસંદ કરે છે. પ્રોટીનથી ભરપુર હોવાની સાથે સાથે ઈંડા શરીરને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. ઈંડાથી આમલેટ સહિત અનેક પ્રકારની અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકોને ઈંડા બાફીને ખાવાનું પસંદ હોય છે. ઈંડાને બાફીને ખાવા ખૂબ જ સરળ છે. અનેક લોકો સવારે નાશ્તામાં ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન કરે છે. પરંતુ ચા અને બાફેલા ઈંડા સાથે ખાવા તે આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે.

  બાફેલા ઈંડા ખાવાના અનેક ફાયદા છે અને તે પ્રોટીન મેળવવાનો એક સારો સ્ત્રોત છે. ઈંડામાં ફોલેટ, વિટામીન B5, B12, B2 ,D, ફોસ્ફરસ, સેલેનિયમ જેવા પોષકતત્વ રહેલા છે. ઈંડા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  બાફેલા ઈંડાનું સેવન કરવાથી શરીરના વિકાસને પ્રોત્સાહન મળે છે. બાફેલા ઈંડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાને કેલ્શિયમ મળે છે અને હાડકા મજબૂત બને છે. ઈંડાથી મેટાબોલિઝમ વધવાથી વજન કંટ્રોલમાં પણ રહે છે.

  આ પણ વાંચો: Health: તહેવારની સિઝનમાં ફૂડ પોઇઝનિંગનું વધી જશે જોખમ, જાણો શું કરવું શું ન કરવું?

  જર્નલ ઓફ ન્યુટ્રીશનની એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, ઈંડા સાથે ચા પીવાથી ઈંડાથી મળતા પ્રોટીનની માત્રા 17 ટકા સુધી ઓછી થઈ જાય છે. ચામાં પોલીફેનોલ્સ નામના યૌગિક હોય છે, જે ઈંડામાં પ્રોટીનને બાંધી શકે છે, જેનાથી તમને પ્રોટીનને અવશોષિત કરી શકતા નથી. આ કારણોસર શરીરમાં પ્રોટીનની કમી થઈ શકે છે, જેનાથી શરીરમાં ગંભીર બિમારી ઉત્પન્ન થઈ શકે છે.

  ઈંડા અને ચાનું સેવન સાથે શા માટે ન કરવું જોઈએ


  ઈંડા પચવામાં ખૂબ જ ભારે હોય છે, તેની સાથે ચાનું સેવન કરવામાં આવે તો પાચન પ્રક્રિયા પર અસર થાય છે. ચામાં ટેનિન હોય છે. ઈંડાની સાથે કોઈપણ ટેનિન યુક્ત ફૂડનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પર અસર થાય છે. જેના કારણે ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી અને શરીરમાં ફેટ તરીકે જમા થવા લાગે છે. આ કારણોસર ગેસ, અપચો, બ્લોટિંગ જેવી પેટ સંબંધિત સમસ્યા થવા લાગે છે. ઘણીવાર માથામાં દુખાવો, ઉલ્ટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાનો પણ થાય છે. આ કારણોસર ચા અને ઈંડાનું સાથે સેવન ન કરવું જોઈએ. ઈંડાનું સેવન કર્યાની 30 મિનિટ બાદ તમે ચાનું સેવન કરી શકો છો.

  કબજિયાત


  ચા અને ઈંડા એક એવું કોમ્બિનેશન છે, જે અનેક લોકો પસંદ હોય છે. આ કોમ્બિનેશનના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે અને શરીરમે ખૂબ જ નુકસાન થઈ શકે છે.

  ત્વચા, વાળ અને નખની સમસ્યા


  પ્રોટીનની ઊણપને કારણે ત્વચા, વાળ અને નખ પર અસર થઈ શકે છે. આ તમામ અંગ પ્રોટીનથી બનેલા હોય છે. આ કારણોસર જો શરીરમાં પ્રોટીનની ઊણપ સર્જાય તો ત્વચા પર લાલાશ પડવા લાગે, નખ તૂટવા લાગે છે, વાળ પતલા થઈ જાય છે અને વાળનો રંગ ફીકા થવા જેવી અનેક સમસ્યા થાય છે.

  માંસપેશીઓને તકલીફ


  શરીરમાં માંસપેશીઓ મોટાભાગે પ્રોટીનથી બનેલી હોય છે. જો તમારા શરીરમાં પ્રોટીનની ઊણપ છે, તો તમારી માંસપેશીઓમાં નબળાઈ આવી શકે છે. માંસપેશીઓ તકલીફ થાય તો તે શરીરમાં પ્રોટીન ના હોવાનો સંકેત આપે છે.

  હાડકાં નબળા પડી શકે છે


  શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન ના મળવાને કારણે હાડકા પણ નબળા પડી શકે છે. હાડકાને મજબૂત રાખવામાં પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે. પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ના મળવાને કારણે હાડકા નબળા પડી શકે છે અને ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે.

  ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે


  પ્રોટીનની ઊણપને કારણે રોગ પ્રતિકારક શક્તિ પર અસર થાય છે. ઈમ્યૂન પાવર નબળો પડી જવાથી શરીરની કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન સામે લડવા માટે ક્ષમતા ઓછી થઈ શકે છે.

  આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ? શું તમે પણ આ ગેરસમજનો શિકાર થયા છો? જાણો હકીકત

  ફેટી લીવરનું જોખમ


  ચા સાથે ઈંડા ખાવાથી શરીરમાં પ્રોટીનની ઊણપ થઈ શકે છે, જેના કારણે ફેટી લીવરનું જોખમ વધી શકે છે. જો તમે લીવર સહિત અન્ય અંગોને સ્વસ્થ અને મજબૂત બનાવવા ઈચ્છો છો, તો ચા સાથે બાફેલા ઈંડાનું સેવન ના કરવું જોઈએ.
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन