શું વ્યક્તિ એક કિડની સાથે સ્વસ્થ જીવન જીવી શકે ? આવા લોકોએ શી કાળજી રાખવી ?

જન્મથી એક કિડની હોવાની શક્યતા સ્ત્રી કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે અને તેનું પ્રમાણ અંદાજીત રીતે ૭૫૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિમાં છે

News18 Gujarati
Updated: April 26, 2018, 12:17 PM IST
શું વ્યક્તિ એક કિડની સાથે સ્વસ્થ જીવન જીવી શકે ? આવા લોકોએ શી કાળજી રાખવી ?
જન્મથી એક કિડની હોવાની શક્યતા સ્ત્રી કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે અને તેનું પ્રમાણ અંદાજીત રીતે ૭૫૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિમાં છે
News18 Gujarati
Updated: April 26, 2018, 12:17 PM IST
ડો. સંજય પંડ્યા

કોઈ પણ વ્યક્તિમાં એક જ કિડની હોય તે સ્વાભાવિક રીતે તેને માટે ચિંતાનો વિષય બની જાય છે.એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજીંદી જીંદગીમાં શી તકલીફ પડે છે ? શા માટે ?સામાન્ય રીતે દરેક વ્યક્તિ બે કિડ્ની સાથે જન્મે છે પણ દરેક કિડ્ની ની કાર્યક્ષમતા ઍટલી વધારે હોઈ છે કે ફક્ત ઍક જ કિડની શરીર નુ બધુ જ જરૂરી કામ સંપૂર્ણ રીતે કેરી શકે છે.

મોટા ભાગે એક કિડની ધરાવતી વ્યક્તિ પોતાનું જીવન સામાન્ય રીતે જીવતા હોય છે અને એક કિડની છે તેની જાણ આકસ્મિક તપાસ વખતે જ થાય છે. એકજ કિડની ધરાવતા કેલાક વ્યક્તિઓમાં, લાંબા સમયગાળે (વર્ષો પછી) પેશાબમાં પ્રોટીન જવું અને લોહીનું દબાણ વધવું જેવી અરસો થઈ શકે છે.

એક જ કિડની હોવાના ક્યાં ક્યાં કારણો છે ? એક જ કિડની હોવાના ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે :

જન્મ થી એક કિડની હોય.

ઓપરેશન કરી એક કિડની કાઢી નાખવાની જરૂર પડે હોય . એક કિડની કાઢવાની જરુર પડે. તે માટેના મુખ્ય કારણો પથરી,રસી કે લાંબા સમયની અડચણ ને કારણે એક કિડની કામ કરતી બંધ થઇ જાય તે અથવા એક કિડની માં કેન્સર ની ગાંઠ હોય તે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હોય તેવા દર્દીઓ માં નવી મુકેલી એક જ કિડની કાર્ય કરતી હોય છે.

જન્મથી જ એક કિડની હોવાની શક્યતા કેટલી રહે છે ?

જન્મથી એક કિડની હોવાની શક્યતા સ્ત્રી કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે અને તેનું પ્રમાણ અંદાજીત રીતે ૭૫૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિમાં છે.

એક કિડની ધરાવતી વ્યક્તિએ શી કાળજી લેવી જોઈએ ?

-એક જ કિડની ધરાવતી વ્યક્તિઓને કોઈ સારવારની જરૂર નથી રહેતી પરંતુ એકમાત્ર કિડનીની સંભાળ ખુબજ જરૂરી છે.
-પાણી વધારે પીવું દિવસ માં આશરે ત્રણ લિટર. કિડનીને ઈજા થઇ શકે તેવી રમતોમાં ભાગ ના લેવો.
-પેશાબના ચેપ તથા પથરીની વહેલાસરની યોગ્ય સારવાર કરવી અને બિનજરૂરી દવાઓ ના લેવી.
-દર વર્ષે એક વખત ડોક્ટર ને બતાવી બ્લડપ્રેશર મપાવવું અને ડોક્ટરની સુચના મુજબ લોહી તથા પેશાબ ની અને કિડનીની સોનોગ્રાફીની તપાસ કરાવવી.
-નિયમિતપણે ડોક્ટરને બતાવી જરૂરી તપાસ કરાવવાથી કિડનીની તકલીફનું નિદાન વહેલું અને ત્યારબાદ ની સારવાર સમયસર થઈ શકે છે.
-કોઈ પણ સારવાર કે ઓપરેશન પહેલા એક જ કિડની છે તે બાબતની દાકતર ને જાણ કરવી.
-લોહીનું દબાણ કાબુમાં રાખવું, નિયમિત કસરત, સ્વસ્થ અને સમતુલ ખોરાક લેવો, બિન જરૂરી દવાઓ ન લેવી, ડોક્ટર ની સલાહ મુજબ દ્ધારે પ્રોટીન ધરાવતો ખોરાક અને નમક (મીઠું) ઓછા પ્રમાણ માં લેવું

 

(ડો. સંજય પંડ્યા રાજકોટમાં કિડની નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તરીકે સેવા આપે છે)
First published: April 26, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...