Home /News /lifestyle /

બ્રેકઅપ બાદ ક્યારેય પણ ન કરો આ 5 ભૂલ, ફરીથી સબંધો સુધરવાનો નહીં મળે ચાન્સ

બ્રેકઅપ બાદ ક્યારેય પણ ન કરો આ 5 ભૂલ, ફરીથી સબંધો સુધરવાનો નહીં મળે ચાન્સ

અનેક લોકો બ્રેકઅપ બાદ ઉતાવળમાં કરી બેસે છે આ ભૂલ...

Breakup in Relations: અનેક લોકો બ્રેકઅપ બાદ ઉતાવળમાં એવા પગલા ભરે છે, જેનાથી રિલેશનશીપ ફરી શરૂ થવાની શક્યતા જ રહેતી નથી. આ કારણોસર બ્રેકઅપ થવા ઝઘડા બાદ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ. જેનાથી તમે ફરીથી સરળતાથી રિલેશનશીપ શરૂ કરી શકો છો.

વધુ જુઓ ...
    રિલેશનશીપમાં (Relationship) નાની મોટી વાત પર લડાઈ થવી તે સામાન્ય વાત છે. આ લડાઈ ક્યારેક ક્યારેક મોટા ઝઘડાનું સ્વરૂપ લે છે. આ કારણોસર અનેક વાર રિલેશનશીપમાં બ્રેકઅપ (Breakup in relationship) ની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. આ પરિસ્થિતિમાં સંબંધોને સાચવવામાં ના આવે તો સંબંધ તૂટી જાય છે. આ દરમિયાન જો તમે કંઈ ભૂલ કરો તો ફરીથી પેચઅપ થવામાં પરેશાની આવી શકે છે.

    અનેક લોકો બ્રેકઅપ બાદ ઉતાવળમાં એવા પગલા ભરે છે, જેનાથી રિલેશનશીપ ફરી શરૂ થવાની શક્યતા જ રહેતી નથી. આ કારણોસર બ્રેકઅપ થવા ઝઘડા બાદ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ. જેનાથી તમે ફરીથી સરળતાથી રિલેશનશીપ શરૂ કરી શકો છો.

    આ પણ વાંચો: Women Health: પુરુષો કરતાં મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધારે: અભ્યાસમાં થયો આ ખુલાસો

    સોશિયલ મીડિયા પર શેર


    આજકાલ રિલેશનશીપના સ્ટેટસ સોશિયલ મીડિયા પર શેર કરવી ફેશન બની ગઈ છે. બ્રેકઅપ થતા જ રિલેશનનો ઢીંઢોરો પીટવો ખોટી વાત છે. જો તમે ફરીથી પેચઅપ કરવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારે બિલકુલ પણ કરવું જોઈએ. તમારે તમારી ફીલિંગ કોઈ અંગત વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ. પોતાના પરિવાર અથવા ખાસ મિત્ર સાથે જ બ્રેકઅપની વાત શેર કરવી જોઈએ.

    ઝીભાજોડી ન કરવી જોઈએ


    અનેક વાર લોકો રિલેશનશીપ બચાવવા માટે પાર્ટનર સાથે ઝીભાજોડી કરવા લાગે છે. આ આદતના કારે રિલેશનશીપ સુધરે કે ન સુધરે, પરંતુ તે વધુ ખરાબ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પાર્ટનરને થોડો સમય આપો.

    તેમનો ગુસ્સો શાંત થવા દો. કોમન ફ્રેન્ડની મદદથી વાત કરવાની કોશિશ કરો. તમારો પાર્ટનર જેવો છે તેવો જ તેનો સ્વીકાર કરો. પાર્ટનરને બદલવાની કોશિશ ના કરો. જેનાથી પાર્ટનરને ખોટુ લાગી શકે છે.

    તરત જ કોઈને ડેટ ન કરો


    અનેક વાર લોકો બ્રેકઅપ બાદ ઈમોશનલ સપોર્ટ માટે અન્ય વ્યક્તિ તરફ આકર્ષિત થવા લાગે છે. જો તમે બ્રેકઅપ બાદ તરત જ અન્ય વ્યક્તિને ડેટ કરવા લાગો તો, તમારા પાર્ટનરને તે વાત ખોટી લાગી શકે છે. જેનાથી પેચઅપ થવાની શક્યતા સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે.

    બ્રેકઅપ થયા બાદ રિલેશનશીપને સમય આપવાની જરૂર છે. જો તમે ફરીથી તમારા પાર્ટનર સાખથે રિલેશનશીપ શરૂ કરવા ઈચ્છો છો તો કોમન ફ્રેન્ડની મદદથી તમારા પાર્ટનર સાથે વાત કરો.

    બ્રેકઅપનું કારણ જાણો


    અનેક વાર ગેરસમજને કારણે અથવા ઈગોને કારણે બ્રેકઅપ થઈ જાય છે. જો રિલેશનશીપમાં ગેરસમજ ઊભી થાય તો તેને દૂર કરવાની કોશિશ કરો. જો શક્ય હોય તો પાર્ટનરને વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત પણ કરાવી શકો છો.

    તમારા ઈગોને કારણે બ્રેકઅપ થયું છે, તો ઈગોને શાંતને કરીને તમારા પાર્ટનર સાથે વાત કરો. રિલેશનશીપમાં ઈગો ક્યારેય પણ ના આવવો જોઈએ. રિલેશનશીપને લઈને જો કોઈ વાત તમને પરેશાન કરે છે, તો મન શાંત કરીને પાર્ટનર સાથે વાત કરો.

    પેચઅપ માટે પરેશાન ન કરો


    અનેક વાર લોકો બ્રેકઅપ થતા જ પાર્ટનરને ફોન કોલ કરીને, મેસેજ કરીને અથવા ઓફિસ કે કોલેજની બહાર જઈને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. આ કારણોસર પાર્ટનર તમારાથી દૂર થઈ શકે છે.

    આ પણ વાંચો: હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અપનાવો આ 5 બેસ્ટ રીત, નહીં પડે દવાઓની જરૂર

    પાર્ટનરને આ તમામ બાબતોને કારણે ઈરિટેશન થઈ શકે છે. બ્રેકઅપ બાદ પાર્ટનરને થોડો ટાઈમ આપવો જરૂરી છે. અનેકવાર રિલેશનશીપમાં એકબીજાની ઊણપનો અહેસાસ થવો પણ જરૂરી છે. રિલેશનશીપમાં ઉતાવળ ન કરવી જોઈએ. પાર્ટનરનો ગુસ્સો શાંત થાય તેની રાહ જોવી જોઈએ.
    First published:

    Tags: Lifestyle, Relationship

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन