#કામની વાતઃ પ્રેગ્નેન્સીમાં કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય?

#કામની વાતઃ પ્રેગ્નેન્સીમાં કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય?

  • Share this:
    ગર્ભાવસ્થામાં સેકસ ક્યાં સુધી કરાય? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

    સમસ્યા - નમસ્કાર સાથે જાણાવવાનું કે હું તમારી આ કોલમનો કાયમી વાંચક છું. મારી સમસ્યાને તમે આ કોલમમાં વાચા આપો એવી આશાથી આ પત્ર લખી રહ્યો છું. મારા પત્નીને પ્રથમવાર ગર્ભ રહેલ છે. મારે સેકસલાઇફ વિશે જાણવું છે કે, કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય? અને જો સંબંધ ના રખાય તો તેના કારણો જણાવવા વિનંતી.



    ઉકેલ - સામાન્ય રીતે જો સ્ત્રીને કોઇ જ તકલીફ ના હોય જેવી કે પાણી પડવું, સ્પોટીગ થવું અને કોઇપણ કારણસર ડોક્ટરે જાતીય જીવવવી ના પાડેલ હોય તો સેક્સથી પુરા નવ મહિના દુર રહેવું જોઇએ. જે સ્ત્રીઓની પહેલા ત્રણ-ચાર વાર ગર્ભપાત થયેલ હોય તેવી સ્ત્રીઓ પણ ગર્ભવસ્થા દરમિયાન પુરેપુરા નવ મહિના જાતીય જીવનથી દુર રહેવું જોઇએ. બાકી જો કોઇ ઉપરોક્ત તકલીફો ના હોય તો છેલ્લા દિવસ સુધી તમે જાતીય જીવન માણી શકો છો. સાતમાં મહિનાથી સ્ત્રીના પેટ ઉપર વજન ના આવે તે આસનોનો પ્રયોગ હિતાવહ છે. અત્રે નોંધવું જરૂરી છે કે દરેક કેસ સ્ત્રી રોગ ડોક્ટરની સલાહ મુજબ જ અવલોકવો જોઇએ અને તેમની સલાહ બાદ જ આગળ વધવું જોઇએ. સંબંધ ન રાખવાની સલાહ માત્ર એબોરસન-ગર્ભપાત ના થાય એટલા માટે જ આપવામાં આવે છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
    Published by:News18 Gujarati
    First published:June 02, 2019, 18:34 pm

    ટૉપ ન્યૂઝ