Home /News /lifestyle /

Self care: જમ્યા બાદ શું ના કરવું જોઈએ? આ 8 બાબતોનું રાખો ખાસ ધ્યાન

Self care: જમ્યા બાદ શું ના કરવું જોઈએ? આ 8 બાબતોનું રાખો ખાસ ધ્યાન

જમ્યા બાદ શું ના કરવું જોઈએ?

Things to avoid after meal: Things to avoid after meal: જમ્યા બાદ તરત સૂઈ જવાથી લઈને સિગારેટ પીવા (Smoking after eating)ની આદતોને કારણે અનેક સમસ્યા થાય છે. આ પ્રકારની આદતોને કારણે શરીરમાં પોષકતત્વો યોગ્ય રીતે અવશોષિત થઈ શકતા નથી. healthshotsના અહેવાલ મુજબ ભોજન કર્યા બાદ શું ના કરવું જોઈએ? તે અંગે ન્યુટ્રીશનિસ્ટ મનિષા ચોપરાએ વિગતવાર જાણકારી આપી છે.

વધુ જુઓ ...
  શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સંતુલિત ભોજન કર્યા બાદ પણ શરીરમાં પોષકતત્વોની ઊણપ શા માટે જોવા મળે છે? સ્વાસ્થ્યપ્રદ આહાર (Healthy food) કર્યા બાદ પણ થાક લાગે તો તે ચિંતાજનક બાબત છે. જમ્યા બાદની કેટલીક કુટેવના કારણે સમસ્યા ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ તરત સૂઈ જવાથી લઈને સિગારેટ પીવા (Smoking after eating)ની આદતોને કારણે અનેક સમસ્યા થાય છે. આ પ્રકારની આદતોને કારણે શરીરમાં પોષકતત્વો યોગ્ય રીતે અવશોષિત થઈ શકતા નથી. healthshotsના અહેવાલ મુજબ ભોજન કર્યા બાદ શું ના કરવું જોઈએ? તે અંગે ન્યુટ્રીશનિસ્ટ મનિષા ચોપરાએ વિગતવાર જાણકારી આપી છે.

  ફ્રુટ ખાવાનું ટાળો (Avoid eating fruits)


  તેઓ જણાવે છે કે, ફ્રુટ સૌથી સ્વાસ્થ્યપ્રદ આહાર છે. ભોજન કર્યા બાદ ફ્રુટ ખાવાથી તે ભોજનમાં મિશ્ર થઈ જાય છે, આ કારણોસર તે યોગ્ય રીતે અવશોષિત થઈ શકતા નથી. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે.

  ધુમ્રપાન ના કરવું જોઈએ (No Smoking)


  ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભોજન કર્યા બાદ ધુમ્રપાન કરવાથી શરીરને 10 ગણી હાનિ પહોંચે છે. સિગારેટમાં કાર્સિનોજેન્સ હોય છે, જે બાઉલ સિંડ્રોમને ખરાબ કરી શકે છે અને અલ્સરેટિવ કોલાઈટિસ પણ થઈ શકે છે. ધુમ્રપાન કરવાથી ફેફસાની લાંબા ગાળે સમસ્યાઓ થાય છે અને પાચનશક્તિ મંદ પડે છે. જેથી કેન્સર થવાની પણ સંભાવના ખૂબ વધી જાય છે.

  આ પણ વાંચો: જો સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! નહીં થશે ગંભીર નુકસાન

  જમ્યા બાદ સૂવાનું બંધ કરો (Avoid taking anap)


  જો તમને જમ્યા બાદ ઊંઘવાની આદત હોય તો તમારે તે આદત બંધ કરી દેવી જોઈએ. નિષ્ણાંત અનુસાર જમ્યા બાદ સૂઈ જવું તે એક ખૂબ જ ખરાબ આદત છે. જમ્યા બાદ સૂઈ જવાઈથી પેટમાં ઉત્પાદિત થતા પાચક રસ પર અસર થતા પાચન ક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. ઉપરાંત છાતીમાં બળતરા, એસિડિટી, ગેસ, અપચો, ખાટા ઓડકાર અને આંતરડામાં નબળાઈ વગેરે સમસ્યા થઈ શકે છે.

  જમ્યા બાદ નહાવાનું બંધ કરો (Avoid taking a shower)


  ભોજન કર્યા બાદ સ્નાન ક્યારેય પણ ના કરવું જવું જોઈએ. ભોજન કર્યા બાદ સ્નાન કરવાથી શરીરના તાપમાનને નિયંત્રિત કરનાર રક્ત ત્વચામાં જતું રહે છે. સ્નાન કરવાથી લોહી હાથ, પગ અને શરીરમાં ફરે છે તેથી હોજરીને લોહીની જરૂર હોય છે તે પ્રાપ્ત થઈ શકતું નથી. આ કારણોસર પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ભોજન પચે તે માટે શરીરને વધુ ઊર્જાની જરૂરિયાત હોય છે.

  કસરત કરવાનું ટાળો (Avoid exercising)


  ભોજન કર્યા બાદ કસરત કરવાથી પાચન પ્રક્રિયા પર અસર થઈ શકે છે. ઉલ્ટી થઈ શકે છે, પેટમાં સોજો આવી શકે છે અને ડાયેરિયા પણ થઈ શકે છે. ભોજન કર્યા બાદ વજ્રાસન કરી શકાય છે. જે શરીરમાં ભોજન પચાવવામાં મદદ કરે છે.

  ચા કોફીનું સેવન ના કરવું જોઈએ (Avoid drinking tea/coffee)


  અનેક લોકોને ભોજન કર્યા બાદ ચા કોફી પીવાનું પસંદ હોય છે. જમ્યા બાદ ચા કોફીનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચા કોફીમાં ફેનોલિક કમ્પાઉન્ડ્સ રહેલા હોય છે, જેના કારણે આયર્ન યોગ્ય રીતે અવશોષિત થઈ શકતું નથી. આ કારણોસર ભોજન કર્યાના એક કલાક બાદ જ ચા કોફીનું સેવન કરવું જોઈએ.

  આ પણ વાંચો: વજન ઘટાડવાના સરળ ઘરેલું ઉપાય, જે તમને વજન ઉતારવામાં થશે ખૂબ ઉપયોગી

  જમ્યા બાદ બેલ્ટ ઢીલો ના કરશો


  એવું કહેવાય છે કે જેની કમરની રેખા મોટી તેની આયુષ્યની રેખા ટુંકી. બેલ્ટ લુઝ કરવાથી સારું ભોજન અને વધારે ખાવાનું મન થાય છે. આહારને ઔષધની જેમ વાપરવો જોઇએ. જમ્યા બાદ પેટની આસપાસ પ્રેશર નાખવાથી અથવા બેલ્ટ ઢીલો કરવાથી પાચન અને ગેસ્ટ્રિક પ્રક્રિયા પર અસર થઈ શકે છે. જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. આ કારણોસર ભોજન કર્યા બાદ બેલ્ટ ઢીલો ના કરવો જોઈએ.

  પાણી પીવાનું ટાળો(Avoid drinking water)


  જમ્યા બાદ તરત પાણી પીવાથી પેટમાં એન્ઝાઈમ અને જ્યૂસનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. જેના કારણે એસિડિટી, બ્લોટિંગ તથા પાચનની સમસ્યા થઈ શકે છે. ભોજન કર્યાના અડધા કલાક પહેલા પાણી પીવો. જમ્યાના એક કલાક બાદ જ પાણી પીવું જોઈએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन