Home /News /lifestyle /પ્રેગનન્સી દરમિયાન જાંઘમાં દુખાવાનું કારણ શું હોય છે? જાણો આ સમસ્યામાંથી કેવી રીતે છૂટકારો મેળવશો

પ્રેગનન્સી દરમિયાન જાંઘમાં દુખાવાનું કારણ શું હોય છે? જાણો આ સમસ્યામાંથી કેવી રીતે છૂટકારો મેળવશો

આ સમયે ખૂબ ધ્યાન રાખવુ પડે છે.

Thigh pain during pregnancy causes: પ્રેગનન્સીનો સમય દરેક મહિલાઓ માટે ખાસ બની રહે છે. આ સમયે મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ થતા હોય છે. પ્રેગનન્સીમાં હેલ્થની કેર પ્રોપર કરવી ખૂબ જરૂરી છે. જો તમે હેલ્થ કેર કરતા નથી તો ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થઇ શકે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સીમાં મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ થતા હોય છે. આ સાથે જ પ્રેગનન્સીમાં અનેક પ્રકારે શારિરિક ફેરફારોમાંથી સ્ત્રીઓને પસાર થવુ પડતુ હોય છે. હોર્મોનલ બદલાવની સાથે મહિલાઓમાં અનેક રીતે બીજી મુશ્કેલીઓ રહેતી હોય છે. આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે ધરેલું ઉપાયો અજમાવવા આવે છે. આ સમયે ખાસ કરીને મહિલાઓનો પેટનો આકાર સતત વઘે છે જેનું સીધું પ્રેશર પેલ્વિક એરિયા પર થાય છે. આ કારણે મહિલાઓને જાંઘ તેમજ ગ્રાઇન ભાગમાં દુખાવો થતો હોય છે. આ પ્રેગનન્સી દરમિયા થતી એક સામાન્ય સમસ્યા છે. ગર્ભાવસ્થામામાં સિંફિસિસ પ્યૂબિસ ડિસ્ફંક્નને કારણે પેલ્વિક પેન થાય છે અને આનું કારણ પેલ્વિક એરિયા સાથે જોડાયેલ જાંઘમાં દુખાવો થાય છે અને ચાલવામાં તકલીફ પડે છે.

આ પણ વાંચો:જાણી લો કિડની સ્ટોનના લક્ષણો અને ઉપાયો

પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને જાંઘમાં કેમ દુખાવો થાય છે?


ઓનલીમાયહેલ્થ અનુસાર પ્રેગનન્સીમાં જાંઘમાં દુખાવો સિમ્ફિસિસ પ્યૂબિસ ડિસફંક્શન એટલે કે એસપીડી નામની સ્થિતિને કારણે થઇ શકે છે. આ સમસ્યમાં પેલ્વિક ક્ષેત્રોના સાંધામાં જકડન જેવી સ્થિતિ થતી હોય છે. જ્યારે લિગામેન્ટમાં ઢીલાપણું થવા લાગે છે ત્યારે તમને ચાલવામાં તકલીફ થાય છે. બે હાડકાં જ્યારે એક જેવી સ્થિતિમાં હોતા નથી ત્યારે એમને હલવામાં વ્યક્તિને દુખાવો મહેસૂસ થતો હોય છે. પ્રેગનન્સીમાં જાંધના અંદરની ભાગમાં આ કારણે દુખાવો થાય છે.

પ્રેગનન્સીમાં જાંઘમાં દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવશો


પેલ્વિક સપોર્ટ બેલ્ટ


પ્રેગનન્સીમાં પેલ્વિક એરિયાને સપોર્ટ કરવા માટે મહિલાઓ પેલ્વિક સપોર્ટ બેલ્ટ પહેરી શકે છે. પેલ્ક સપોર્ટ બેલ્ટથી જાંઘના દુખાવાને ઘણો ઓછો કરી શકાય છે.

એક્સેસાઇઝ કરો


પ્રેગનન્સીમાં જાંઘના દુખાવાને ઓછો કરવા માટે મહિલાઓ એક્સેસાઇઝ નિયમિત કરો. કીગલ એક્સેસાઇઝથી આ સમસ્યામાં આરામ મળે છે. આ સાથે જ ડોક્ટરની મદદ લઇને તમે બીજી એક્સેસાઇઝ પણ કરી શકો છો.

આ પણ વાંચો:થાઇરોઇડના દર્દીઓ ખાઓ આ વસ્તુઓ

આરામ કરો


ખાસ કરીને પ્રેગનન્સીના સમયમાં મહિલાઓ થાકી જલદી જાય છે. એવામાં મહિલાઓને આરામ કરવો ખૂબ જરૂરી છે. આ રીતે જાંઘમાં વધારે દુખાવો થવા પર મહિલાઓને ઓછુ ચાલવુ જોઇએ અને ફરવુ જોઇએ। આ સમયે એક જ સ્થાન પર વધારે સમય રહેવું જોઇએ નહીં.


ડોક્ટરને મળો


તમને જાંઘમાં દુખાવો વધારે થાય છે તો તમે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.
First published:

Tags: Health care tips, Life Style News, Pregnancy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો