પ્રદૂષણને ઘરથી દૂર રાખશે આ 6 છોડ, નહીં જરૂર પડે ઓક્સિજન માસ્કની

 • Share this:
  વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખતા આજકાલ માર્કેટમાં અનેક છોડની માંગ વધી ગઈ છે. જેને ઘરમાં રાખવામાં આવે તો ઘરની અંદરની હવા પ્રદૂષણથી બચી શકે છે.

  એલોવેરા
  તે સહેલાઇથી વિકસિત થનાર, સન ફ્રેન્ડલી છોડ ફોર્મેલ્ડિહાઇડ અને બેંઝીનને સાફ કરવામાં મદદ કરે છે. તેને ફક્ત 80રૂ માં ખરીદી શકો છો.

  મની પ્લાન્ટ
  ફક્ત 50રૂ માં તમે એક સુંદર મની પ્લાન્ટ ખરીદી શકો છો. જેમાં તેનો પૉટ પણ આવશે. મની પ્લાન્ટને તમે ઘરની અંદર પણ રાખી શકો છો. તે ઘરની અંદર રહેલું પ્રદૂષણ દૂર રાખવામાં મદદ કરે છે.

  પીસ લિલી પ્લાન્ટ (Peace lilies)
  આ પ્લાન્ટ હવામાં રહેલા નુકસાનકારક કણો અને બીમારીનું નિર્માણ કરતા કણોનેદૂર રાખે છે. અને હવ શુદ્ધ બનાવે છે.તે તમે ફક્ત 75 રૂ. માં ખરીદી શકો છો.

  સ્નેક પ્લાન્ટ
  આ પ્લાન્ટ મોટા ભાગે બેડરૂમમાં લગાવવામાં આવે છે અને તે રાત્રે ઓક્સિજન આપે છે. તેને તમે 100 રૂં માં ખરીદી ખરીદી શકો છો.

  એરેકા પામ
  તેને લિવિંગ રૂમ પ્લાન્ટ પણ કહી શકાય છે. તે હવામાંથી લઈને ફાર્મેલ્ડિહાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગૅસને દૂર કરે છે અને સ્વચ્છ ઓક્સિજન આપે છે. તેના પાનને રોજ સાફ કરવાની જરૂર પડે છે. તેને 3 થી 4 મહિનામાં એકવાર તડકામાં રાખવું પડે છે. તેને તમે ફક્ત 50રૂ. માં ખરીદી શકો છો.

  સિંગોનિયમ પ્લાન્ટ
  સિંગોનિયમનો છોડ ફક્ત સજાવટ માટે નથી હોતા, તે હવાને શુદ્ધ રાખવાનું પણ કામ છે. તે વાયુ પ્રદૂષણ ઘટાડે છે. જેને તમે ફક્ત 40રૂ. માં ખરીદી શકો છો.

  Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ
  Published by:Bansari Shah
  First published: