Home /News /lifestyle /Weight Loss: આ 5 લાલ કલરની વસ્તુઓ ખાવાનું કરી દો શરૂ, સડસડાટ ઉતરી જશે વજન

Weight Loss: આ 5 લાલ કલરની વસ્તુઓ ખાવાનું કરી દો શરૂ, સડસડાટ ઉતરી જશે વજન

વજન ઉતારવું

Red Food for Weight Loss: તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો આ રેડ વસ્તુઓને તમારા ડાયટમાં એડ કરવી જોઇએ. આ રેડ વસ્તુઓ એવી છે જે તમારું પેટ ભરેલું રાખે છે અને તમારું વજન પણ ઘટાડવામાં મદદરૂપ બને છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે જીમ, એક્સેસાઇઝ તેમજ ડાયટ પ્લાન ફોલો કરતા હોય છે. વજન વધી ગયા પછી એને ઉતારવું ખૂબ જ અઘરું કામ છે. વજન ઉતારવા માટે અનેક ઘણી મહેનત કરવી પડતી હોય છે. આમ, જો વાત મહિલાઓની કરીએ તો પ્રેગનન્સી પછી હોર્મોન્સમાં અનેક બદલાવ આવવાને કારણે વજન વધવાની સમસ્યા રહેતી હોય છે. વધતા વજનને કંટ્રોલમાં કરવા માટે એક્સેસાઇઝ અને ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આમ, આજે અમે વજન ઉતારવા માટે આજે કેટલાક રેડ ફ્રૂટ્સ વિશે વાત કરીશું જે ખાવાથી તમારું વજન ઉતરે છે અને તમે સ્લિમ દેખાવો છો.

સફરજન


રોજ તમે એક સફરજન ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે. રોજ એક સફરજન ખાવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે. એક મિડીયમ સફરજનમાં લગભગ 50 થી 70 કેલરી અને 4.4 ગ્રામ ફાઇબર હોય છે. ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવાનું કામ કરે છે જેના કારણે વજન ઘટવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો: આ પાણી પીવો અને ઢોલ જેવા પેટને કરી દો ફ્લેટ

સ્ટ્રોબરી


સ્ટ્રોબરી વજન ઘટાડવામાં મદદ કરે છે. સ્ટ્રોબરીમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. વજન ઉતારવા માટે એક્સપર્ટ રોજ 2 થી 3 સ્ટ્રોબરી ખાવાની સલાહ આપે છે. રોજ સ્ટ્રોબરી ખાવાથી શરીરમાં આવતા સોજા, બ્લડ શુગર અને હાર્ટ પ્રોબ્લેમ્સનો ખતરો ઓછો થઇ જાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર વજન ઘટાડવા માટે નાસ્તામાં સ્ટ્રોબેરી ખાવી જોઇએ. નાસ્તામાં તમે 2થી 3 સ્ટ્રોબરી ખાઓ છો તો વજન ઝડપથી ઘટવા લાગે છે.

ટામેટા


વજન ઘટાડવા માટે ટામેટા પણ સૌથી બેસ્ટ છે. ટામેટામાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોવાથી એ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ટામેટાનું સેવન કરવાથી શરીરમાં મોટા પ્રમાણમાં કેલરી બર્ન થાય છે જેના કારણે વજન ઘટવામાં મદદ મળે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર 100 ગ્રામ ટામેટામાં 19 કેલરી હોય છે જે ખૂબ ઓછી કહેવાય.

બીટ


બીટમાં ફાઇબરનું પ્રમાણ બહુ સારું હોય છે. આ સાથે જ બીટમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: માત્ર 7 જ દિવસમાં ચહેરા પરથી બધા ખીલ થઇ જશે ગાયબ

લાલ મરચું


વજન ઘટાડવા માટે લાલ મરચું સૌથી બેસ્ટ છે. લાલ મરચાંમાં રહેલા તત્વ તમારું વજન ઓછુ કરે છે. લાલ મરચાંમાં રહેલા સ્પેશિયલ તત્વો મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે.
First published:

Tags: Health Tips, Healthy Foods, Weight loss, Weight loss tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો