ઘરમાં હવા શુદ્ધ કરે છે આ પ્લાન્ટ્સ, તમે પણ અજમાવી જુઓ

News18 Gujarati
Updated: December 13, 2019, 10:30 PM IST
ઘરમાં હવા શુદ્ધ કરે છે આ પ્લાન્ટ્સ, તમે પણ અજમાવી જુઓ
પ્લાન્ટની ફાઈલ તસવીર

ઘરને શુદ્ધ રાખવા માટે એવા પ્લાન્ટ લગાવવા જોઈએ કે જેથી ઘરની હવા શુદ્ધ રાખે. આ સાથે જ ઘરમાં કોઈ પણ પ્લાન્ટ લગાવવાથી ઘરની શોભા પણ વધે છે.

  • Share this:
દિલ્હી હોય કે અમદાવાદ અત્યારે મોટા શહેરોમાં હવાના પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે. શહેરોમાં હવાના પ્રદૂષણને (Air pollution) ઓછું કરવા માટે પણ સરકાર અલગ પગલાં ભરે છે. પરંતુ ઘરની બહાર તો ઠીક ઘરની અંદર પણ હવાના પ્રદૂષણની અસર થાય છે. ઘરની હવા શુદ્ધ કરવા માટે એર પ્યુરીફાઇ મશિનનો લોકો સહારો લે છે. પરંતુ ઘરને શુદ્ધ રાખવા માટે એવા પ્લાન્ટ (Plant) લગાવવા જોઈએ કે જેથી ઘરની હવા શુદ્ધ રાખે. (Home care tips)

આ સાથે જ ઘરમાં કોઈ પણ પ્લાન્ટ લગાવવાથી ઘરની શોભા પણ વધે છે. અને હવા પણ શુદ્ધ મળે છે. જેમ કે આપણે ઘરની બહાર લીમડો વાવેલો હોય તો ઘરને ઠંડક મળે છે. ત્યારે અમે આપને જણાવીયે એવા પ્લાન્ટ વિશે કે જે ઘરની હવા રાખશે એકદમ શુદ્ધ.

1. વાંસનો પ્લાન્ટ: આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી હવા શુદ્ધ થાય છે અને હવામાં રહેલા કાર્બન મોનોક્સાઇડ, બેન્જિન અને ક્લોરોફોર્મ જેવાં તત્વોનો નાશ કરે છે.

વાંસનો પ્લાન્ટ


2.રબરના પ્લાન્ટ: આ પ્લાનટને ઘરમાં રાખવાથી હવા શુદ્ધ થાય છે. અને ઘરની શોભામાં પણ વધારો કરે છે.

સોપારીનો પ્લાન્ટ
3. રબરના પ્લાન્ટ: આ પ્લાન્ટને તમે ઘરની બહાર આવેલી ઓપન સ્પેસમાં પણ રાખી શકો છો. જે દેખાવમાં તો સારા લાગે છે, સાથે જ તેના લાભ પણ ઘણા બધા છે.

રબરના પ્લાન્ટ


મહત્વનું છે કે રાત્રી દરમિયાન કોઈ પણ પ્લાન્ટ બેડરૂમમાં રાખવો જોઈએ નહિં. કારણ કે વનસ્પતિ રાત્રે ઓક્સિજનના બદલે કાર્બન ડાયોક્સાઈ છોડે છે.
First published: December 13, 2019, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading