આ લોકોએ ન ખાવું જોઈએ દહીં, થઈ શકે છે મોટું નુકસાન

પ્રતિકાત્મક તસવીર

તો ચાલો જાણીએ, કયા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.

  • Share this:
Curd Side Effects: દહીંનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં કેલ્શિયમ (Calcium) હોય છે, જે હાડકાં (Bones) માટે ફાયદાકારક છે. જો દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ (Cholesterol) અને હાઈ બીપીની સમસ્યા ઘટાડે છે. પરંતુ કેટલાક લોકો માટે દહીંનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ લોકોએ દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો દહીંનું દરરોજ જરૂરિયાત કરતા વધારે સેવન કરવામાં આવે તો તેમને નુક્શાન સહન કરવું પડી શકે છે. તો ચાલો જાણીએ, કયા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.

સંધિવાની સમસ્યાઓ

આમ તો દહીંનું સેવન હાડકાં અને દાંત માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દહીંનું સેવન સંધિવાના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સંધિવાના દર્દીઓએ નિયમિત રીતે દહીં ન ખાવું જોઈએ. નિયમિત રીતે દહીંનું સેવન દુ:ખાવાની સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.

આ પણ વાંચો- શ્રાવણીયા સોમવારે ઉપવાસમાં બનાવો ચટાકેદાર 'ફરાળી ભેળ,' ફટાફટ જોઇ લો રીત

અસ્થમાના દર્દીઓ

જો તમને શ્વાસની કોઈ તકલીફ હોય અથવા તમે અસ્થમાના દર્દી છો, તો તમારે દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમારે દહીં ખાવું હોય, તો તમારે દિવસ દરમિયાન જ દહીંનું સેવન કરવું જોઈએ, રાત્રે દહીં બિલકુલ ન ખાવું.

લેક્ટોઝ ઈન્ટોલરન્સ

જેમને વધુ પ્રમાણમાં લેક્ટોઝ અસહિષ્ણુતાની સમસ્યા છે, તેમણે પણ દહીં ન ખાવું જોઈએ. આવા લોકોને દહીં ખાવાથી ઝાડા અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો- લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

એસિડિટીની સમસ્યા

જે લોકોને ખૂબ જ એસિડિટીની સમસ્યા થતી હોય છે, તેમણે દહીંનું બિલકુલ સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને રાત્રે દહીં ન ખાવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by:Kaushal Pancholi
First published: