Home /News /lifestyle /પેરેન્ટ્સની આ આદતો બાળકોને કરી દે છે ખરાબ, જાણો અને સમય પહેલા ચેતી જાવો

પેરેન્ટ્સની આ આદતો બાળકોને કરી દે છે ખરાબ, જાણો અને સમય પહેલા ચેતી જાવો

બાળકો સામે ના કરો આવું વર્તન

parents tips: બાળકો સામે પેરેન્ટ્સને અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પેરેન્ટ્સ તરીકે તમે બાળક સામે આ ટાઇપનું વર્તન કરો છો તો તમારા બાળકની અનેક આદતો તમને સમય જતા ભારે પડે છે. ઘણાં બધા પેરેન્ટ્સની આદત એવી હોય છે જે બાળક સામે જ ખરાબ વર્તન કરતા હોય છે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકો સૌથી વધારે એમના માતા-પિતાની નજીક હોય છે. પેરેન્ટ્સની દરેક આદતોને બાળકો ફોલો કરતા હોય છે. માતા-પિતાની નાની-નાની આદતો બાળકો પર ઘણી વાર ખરાબ અસર નાંખે છે. આ માટે જો તમે ઇચ્છો કે તમારું બાળક તમારી વાત માને અને તમારું સાંભળે તો તમારી અનેક આદતો સુધારવી જોઇએ. જો માતા-પિતાનો ચિડીયો સ્વભાવ છે અને વારંવાર ગુસ્સે થાય છે તો આ આદતો બાળકો પર ખરાબ પ્રભાવ પાડે છે. તો જાણી લો તમે પણ એવી કેટલીક આદતો વિશે જે પેરેન્ટ્સને સુધારવી જોઇએ. જો તમે આ આદતો તમારી સુધારો છો તો બાળકોને ક્યારે પણ ખરાબ આદત પડશે નહીં અને તમારું માનશે પણ ખરું.

  બાળકોની સામે મિસ બિહેવ ના કરો


  તમે બાળકોની સામે ક્યારે પણ મિસ બિહેવ કરશો નહીં. નાના બાળકોની સામે આવું વર્તન કરવાથી એના મગજ પર ખરાબ અસર પડે છે. આમ, જો તમારા પાર્ટનર સાથે તમારે કંઇ થયુ છે તો તમે એકલામાં વાત કરો. બાળકોની સામે કોઇ પણ પ્રકારનું આવું વર્તન કરશો નહીં.

  આ પણ વાંચો: કિડનીમાં પથરી છે?

  બાળકોની સામે ઝઘડશો નહીં


  ઘણાં પેરેન્ટ્સની આદત હોય છે કે તેઓ બાળકોની સામે જ ઝઘડતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ અને ખરાબ આદત છે. આ આદત તમને અનેક રીતે ભારે પડી શકે છે. તમારે તમારા પાર્ટનરને જે પણ કંઇ કહેવું છે એ એકલતામાં કહો. આ માટે બાળકની સામે ઝઘડવાની જરૂર નથી.

  આ પણ વાંચો: આ એક વસ્તુને કારણે કપલ વચ્ચે થાય છે ઝઘડા

  બાળકોને વારંવાર બોલશો નહીં


  તમે વાતવાતમાં તમારા બાળકો પર ગુસ્સે થઇ જાવો છો તો આ આદત તમારે સુધારવાની જરૂર છે. તમારી આ આદત તમને ગમે ત્યારે ભારે પડી શકે છે. આ માટે પહેલા બાળકની વાત સાંભળો અને પછી તમે ગુસ્સે થાઓ. આમ કરવાથી બાળક જીદ્દી પણ બની જાય છે.

  બાળકોને ઇગ્નોર કરશો નહીં


  ઘણાં પેરેન્ટસ નાની-નાની વાતમાં પોતાના બાળકોને ઇગ્નોર કરતા હોય છે. બાળકો તમે ક્યારે પણ ઇગ્નોર કરશો નહીં. ઇગ્નોર કરવાથી બાળકને ખોટુ લાગે છે અને આ વાત એ મન પર લઇ લે છે જેના કારણે અનેક ઘણી તકલીફ થાય છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Child, Parents, લાઇફ સ્ટાઇલ

  विज्ञापन
  विज्ञापन