Home /News /lifestyle /1 ગ્લાસ આ જ્યૂસ પીવાથી ખરતા વાળ થઇ જાય છે બંધ, નહીં પડે ક્યારે ખોડો અને વધશે ગ્રોથ

1 ગ્લાસ આ જ્યૂસ પીવાથી ખરતા વાળ થઇ જાય છે બંધ, નહીં પડે ક્યારે ખોડો અને વધશે ગ્રોથ

આ જ્યૂસ પીવાથી ખરતા વાળ બંધ થઇ જાય છે

Hair care tips: આજના આ સમયમાં મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. વાળ ખરતા અટકાવવા ખૂબ જરૂરી છે. જો તમે વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે આ જ્યૂસ પીવો છો તો સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. વાળ ખરવાને કારણે ટાલ પડવાના ચાન્સિસ પણ વધી જાય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એવામાં તમારે જીવનશૈલી બદલવાની જરૂર છે. તમે તમારા ડાયટમાં સુધારો કરો છો તો તમારા વાળમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. વાળને મજબૂત અને ખરતા બંધ કરવા માટે હેલ્ધી ખોરાક લેવો જરૂરી છે. આ માટે તમે જ્યૂસનું સેવન કરો છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. આમ, તમે વાળની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે જ્યૂસ પીવો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કયા જ્યૂસ પીવા જોઇએ.

    ગાજરનો જ્યૂસ


    ગાજરમાં વિટામીન એ હોય છે, જે વાળની સેહત માટે સૌથી ફાયદાકારક છે. ગાજરનો જ્યૂસ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ સાથે જ વાળનો જ્યૂસ પીવાથી સફેદ વાળમાંથી પણ છૂટકારો મળે છે. તમારા વાળ લાંબા અને ગ્રોથ વધારવો છો તો તમારા ડાયટમાં રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ એડ કરો.

    આ પણ વાંચો: બાળકો માટે બહુ ફાયદાકારક છે Castor Oil

    કીવીનો જ્યૂસ


    કીવી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. કીવીનો જ્યૂસ વિટામીન ઇ થી ભરપૂર હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે. જો તમે રોજ એક ગ્લાસ કીવીનો જ્યૂસ પીવો છો તો હેર ફોલની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ સાથે જ તમારા વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

    આ પણ વાંચો: શરીર પરના જૂનામાં જૂના નિશાન થઇ જશે છૂમંતર

    એલોવેરા જ્યૂસ


    એલોવેરા જ્યૂસ હેલ્થ અને સ્કિન એમ બન્ને માટે બહુ ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી વાળ તૂટતા બંધ થાય છે. વાળમાં ખોડાની અને ખંજવાળની સમસ્યા છે તો એલોવેરા જ્યૂસ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. એલોવેરા જ્યૂસ તમારા વાળમાં શાઇન લાવવાનું કામ કરે છે. એલોવેરા જેલ તમે વાળમાં પણ લગાવી શકો છો.

    ખીરાનો જ્યૂસ


    કાકડી સલાડના રૂપમાં ખાવામાં આવતી હોય છે. અનેક લોકો રોજ કાકડીનો સલાડ ખાતા હોય છે. એમાં પણ ખીરા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે રોજ એક ગ્લાસ ખીરાનું જ્યૂસ પીવો છો તો ખરતા વાળ બંધ થાય છે અને સાથે હેર ગ્રોથ પણ ફાસ્ટ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair Care tips, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन