Home /News /lifestyle /ગર્ભવતી મહિલાઓએ કયા કામ કરવા જોઈએ અને કયા નહીં? અહી જાણો

ગર્ભવતી મહિલાઓએ કયા કામ કરવા જોઈએ અને કયા નહીં? અહી જાણો

Image/shutterstock

ગર્ભાવસ્થા એક એવો સમય છે જેમાં મહિલાઓનું વજન ખૂબ જ વધી જાય છે. વજન વધવાને કારણે તેમણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે

    ગર્ભાવસ્થા એક એવો સમય છે જેમાં મહિલાઓનું વજન ખૂબ જ વધી જાય છે. વજન વધવાને કારણે તેમણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ નાજૂક સમય દરમિયાન તેમણે અનેક પ્રકારના કામો ના કરવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન અનેક ઘરેલુ પરિસ્થિતિઓ ચાલુ રાખવાનું પણ ઉચિત માનવામાં આવે છે. કેટલાક કાર્યોને ટાળવા જોઈએ અથવા બીજા જોડે કરાવવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન કેવા પ્રકારના કાર્યો ના કરવા જોઈએ તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

    કેમિકલયુક્ત વસ્તુઓથી દૂર રહેવું જોઈએ

    બેબીસેન્ટર ડોટ ઈનના એક રિપોર્ટ અનુસાર સામાન્ય રીતે ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની અસરની આપણને ખબર હોતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન સફાઈ કરવી તે સારી બાબત છે. જે વસ્તુઓ ઉપર લેબલ લાગેલ હોય તે કેમિકલયુક્ત સફાઈની વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તે વસ્તુઓનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ.

    લાંબા સમય સુધી ઊભા રહેવું નહીં

    લાબાં સમય સુધી ઊભા રહેવું પડતું હોય તેવા કામ કરવા નહીં. ખુરશી પર બેસીને શાકભાજી અને ફળ સુધારી લો, જેથી રસોડામાં લાંબા સમય સુધી ઊભા રહેવું ના પડે અને વારંવાર ઊભા ના થવું પડે. જમવાનું બનાવતા સમયે બ્રેક લેતા રહો, જેથી લાંબા સમય સુધી ઊભા ના રહેવું પડે. એવી વાનગીઓ બનાવવી જેમાં લાંબા સમય સુધી ગેસ પાસે ઊભા ના રહેવું પડે. વજનવાળો સામાન ના ઉપાડવો.

    આ પણ વાંચો - બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવનાર લોકો ધ્યાન રાખે! RBIએ FD સાથે જોડાયેલ નિયમમાં કર્યો ફેરફાર

    ગર્ભાવસ્થામાં વજનવાળી વસ્તુ ના ઉપાડવી જોઈએ. ગર્ભાવસ્થામાં નિષ્ણાંતો ભારે વજન ના ઊંચકવાની સલાહ આપે છે. ગર્ભવતી મહિલાઓએ ભારે વસ્તુ ઊંચકતા પહેલા ડૉકટર પાસે તપાસ કરાવવી જોઈએ. તમારે કેટલું વજન ઊપાડવું જોઈએ તેની તમને ડૉકટર સલાહ આપી શકે છે.

    ગર્ભવતી મહિલાઓ ઘરના આ કામ કરી શકે છે

    -ગર્ભાવસ્થા દરમિયાન ઘરે બેસીને શાકભાજી સમારવાનું કામ કરી શકાય છે પરંતુ, મહિલાઓએ આ કામ બેસીને કરવા જોઈએ.

    -ઘરના નાના મોટા કામ અથવા વાસણ ધોવા જેવા કામ કરી શકાય છે. લાંબા સમય સુધી ઊભા ના રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

    -કચરા પોતા કરવા માટે લાંબી સાવરણી અને પોતુ કરવા માટે ઊભા પોતાનો ઉપયોગ કરવો જોઇએ. જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય.
    First published:

    Tags: Lifestyle, Pregnancy, Pregnant-women, આરોગ્ય

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો