Home /News /lifestyle /ચશ્માના નંબરથી લઇને આંખોની અનેક સમસ્યાઓ દૂર કરે છે વાસી થૂંક, જાણો આંજવાની સાચી રીત અને સમય

ચશ્માના નંબરથી લઇને આંખોની અનેક સમસ્યાઓ દૂર કરે છે વાસી થૂંક, જાણો આંજવાની સાચી રીત અને સમય

આ રીતે આંખમાં લગાવો વાસી થૂંક

eye care tips: આંખોની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે વાસી થૂંક સૌથી બેસ્ટ છે. વાંસી થૂક આંખોમાં કાજળની જેમ આંજવાથી ચશ્માના નંબર ઓછા થાય છે અને સાથે તમારી આંખોની રોશની પણ વધે છે. તો જાણો આ વિશે તમે પણ વધુમાં

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં મોટાભાગના છોકરાઓને સ્માર્ટફોન જોવાની આદત હોય છે. આ આદત સમય જતા અનેક રીતે ભારે પડી શકે છે. ઘણાં બાળકોને સતત ફોન જોવાની આદત હોય છે જેના કારણે એમની આંખોની કીકીને પણ નુકસાન થતુ હોય છે. વધુ પ્રમાણમાં સ્માર્ટફોન જોવાની લતને કારણે ઘણાં છોકરાઓની આંખો ત્રાંસી પણ થઇ જતી હોય છે. આપણાં શરીરમાં આંખો બહુ સેન્સેટિવ હોય છે જેની કાળજી કરવી ખૂબ જરૂરી છે. આ બધી આદતને કારણે અનેક લોકોને સમય કરતા વહેલા ચશ્મા આવી જાય છે અને સાથે સામેની વસ્તુ ઝાંખી દેખાવા લાગે છે. જો તમને અથવા તમારા બાળકોને આવી કોઇ તકલીફ આંખમાં થાય છે તો તમારે ચેતવાની જરૂર છે. તો જાણો આંખોને લગતી કોઇ તકલીફ થાય ત્યારે કઇ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

    વાસી થૂંક લગાવો


    આંખની અનેક તકલીફોને દૂર કરવા માટે વાસી થૂંક સૌથી બેસ્ટ છે. આ માટે તમારે સવારમાં ઉઠીને તરત જ આ પ્રયોગ કરવાનો રહેશે. આ માટે તમે જ્યારે સવારમાં ઉઠો ત્યારે વાસી થૂંક તમારી આંખમાં આંજવાનું રહેશે. જેમ તમે કાજળ આંખમાં લગાવો છો એમ તમારે વાસી થૂંક આંખમાં આંજવાનું રહેશે. આમ, કરવાથી તમારી આંખોની અનેક તકલીફો દૂર થાય છે અને સાથે નંબર પણ ઓછા થઇ જાય છે.'

    આ પણ વાંચો: આ રીતે ચમકાવો વોશ બેસીન

    આંમળા ખાઓ


    હવે શિયાળાની ઋતુ આવશે ત્યારે તમે રોજ ઘરમાં આંમળા લાવવાનું શરૂ કરી દો. આંમળા ખાવાથી આંખોની રોશની વધે છે અને સાથે આંખોને લગતી અનેક તકલીફો દૂર થાય છે. આ માટે તમે રોજ સવારમાં આંમળાનો જ્યૂસ પણ પી શકો છો. આંમળાનો જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદાઓ થાય છે.

    આ પણ વાંચો: દરેક છોકરીઓ પર્સમાં રાખો આ સેફ્ટી ટુલ્સ

    તાંબાના વાસણમાં પાણી પીવો


    ચશ્માના નંબર દૂર કરવા માટે તમે તાંબાના વાસણમાં પાણી પીવાની આદત પાડો. આ માટ તમે રોજ રાત્રે તાંબાના ગ્લાસમાં પાણી ભરી લો અને આ પાણી રોજ સવારમાં ઉઠતાની સાથે પી લો. આમ કરવાથી તમને આંખોની અનેક સમસ્યાઓ સામે રાહત મળે છે અને સાથે તમારા નંબર પણ ઓછા થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Eye, Eye Care, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन