Home /News /lifestyle /આંગળીથી નહીં... આ નવી રીતથી હોંઠ પર લગાવો દૂધ, નહીં પડે ચીરા અને નહીં ફાટે હોંઠ

આંગળીથી નહીં... આ નવી રીતથી હોંઠ પર લગાવો દૂધ, નહીં પડે ચીરા અને નહીં ફાટે હોંઠ

આ રીતે હોંઠ પર લગાવો દૂધ

lips care tips: ખરાબ હોંઠ તમારી પર્સનાલિટીને ખરાબ કરીને મુકી દે છે. હોંઠ પર કોઇ પણ પ્રકારની કેમિકલ પ્રોડક્ટ્સનો યુઝ કરવો જોઇએ નહીં. આ પ્રોડક્ટ્સ લાંબા ગાળે તમારા હોંઠને નુકસાન કરે છે. તો જાણો હોંઠની કેર કરવાની આ સારી રીત.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમારા હોંઠ સુંદર ના હોય તો તમારો ફેસ સારો લાગતો નથી. ફેસને સારો દેખાડવા માટે અનેક લોકો મેક અપ કરતા હોય છે. પરંતુ આ મેક અપ તમે હોંઠ પર કરી શકતા નથી. આ માટે હોંઠની કેર કરવી ખૂબ જરૂરી છે. ઘણાં લોકોના હોંઠ વારંવાર ફાટી જતા હોય છે. આ સાથે જ અનેક લોકોની ફરિયાદ એવી રહેતી હોય છે કે મારા હોંઠ હંમેશા ડ્રાય રહે છે. આમ, જો તમને પણ હોંઠને લઇને અનેક તકલીફો રહે છે તો તમારા માટે આ ઘરેલું ટિપ્સ સૌથી બેસ્ટ છે. આ ટિપ્સ તમે રેગ્યુલર ફોલો કરો છો તો તમારા હોંઠ ગુલાબી થાય છે અને સાથે સોફ્ટ પણ થાય છે.

    • રોજ રાત્રે તમે હોંઠ પર ગ્લિસરીન લગાવીને સૂઇ જાવો.

    • મલાઇમાં મધ મિક્સ કરીને હોંઠ પર લગાવવાથી હોંઠ મુલાયમ થાય છે અને થોડા ટાઇમ પછી પિંક પણ થવા લાગશે.


    આ પણ વાંચો: તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો?

    • કાચા દૂધમાં કોટનના રૂને પલાળો અને આ રૂથી તમારા હોંઠ પર 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી તમારા હોંઠની કાળાશ દૂર થાય છે અને સાથે મુલાયમ પણ બને છે.

    • તમને દાંતથી હોંઠને દબાવવાની આદત છે તો તમારે આ આદત સુધારવાની જરૂર છે. આમ કરવાથી તમારા હોંઠ સુકાઇ જાય છે અને સ્કિન પણ બહુ ખરાબ થઇ જાય છે.

    • રાત્રે સૂતા પહેલા હંમેશા મેક અપ રિમૂવ કરીને ઊંઘવાની આદત પાડો. જ્યારે તમે લિપસ્ટિક કરો છો ત્યારે એ રાત્રે રિમૂવ કરી દો અને પછી ફેસ ઘોઇને હોંઠ પર મલાઇ લગાવો. આમ કરવાથી તમારા હોંઠ મુલાયમ થશે.

    • હોંઠ પર હંમેશા હળવા હાથેથી મસાજ કરો. ભારે હાથથી મસાજ કરવાથી હોંઠ પરની સ્કિન ખરાબ થાય છે.

    • રોજ રાત્રે તમે હોંઠ પર ઘી લગાવીને સૂઇ જાવો છો તો તમારા હોંઠ ક્યારે ફાટતા નથી અને હંમેશા મુલાયમ રહે છે.


    આ પણ વાંચો: Dark circlesને ઓછા કરે છે દૂધ

    • તમારા હોંઠ કાળા થઇ ગયા છે તો તમે રોજ એલોવેરા જેલને હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 5 મિનિટ રહીને ચોખ્ખા કપડાથી લૂંછી લો. આમ કરવાથી ધીરે-ધીરે કાળાશ ઓછી થઇ જશે અને હોંઠ મુલાયમ બનશે.

    • હોંઠ પર રોજ રાત્રે દેશી ઘી લગાવીને ઊંઘવાની આદત પાડો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Skin, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन