ખરતા વાળની સમસ્યા (Hair Fall Problems)થી આજે મોટા ભાગના લોકો ઝઝૂમી રહ્યા છે. વાળ ખરવાની ક્રોનિક સ્થિતિને એલોપેસીયા (Alopecia) કહેવામાં આવે છે. ઘણા લોકોના મતે વાળ ખરવાની સમસ્યા (Causes for Hair Fall) એ વારસાગત સમસ્યા, હોર્મોનલ ફેરફારો, સ્વાસ્થ્યની સ્થિતિ અને વૃદ્ધત્વના પરીણામે થઇ શકે છે. પરંતુ આ સિવાય પણ દિનચર્યા (Lifestyle)માં પરિવર્તન કે અમુક આદતોના કારણે પણ તમારા વાળ ખરી શકે છે. જો તમારા વાળ પણ ખૂબ વધુ પ્રમાણમાં ખરી રહ્યા હોય તો તમારે અમુક આદતોથી બચવું જોઇએ. કારણ કે તેના કારણ પણ વાળ વધારે ખરી શકે છે. તો જાણો ખરવા માટે જવાબદાર બનતી આદતો અંગે.
ટાઇટ હેરસ્ટાઇલ
જો તમે તમારા વાળને એકદમ ટાઇટ હેર સ્ટાઇલમાં બાંધો છો તો આજે જ બંધ કરી દો. કારણ કે, વાળને એકદમ ટાઇટ હેરસ્ટાલમાં બાંધવાથી વાળના ફોલિક્સમાં તણાવ પેદા થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેના કારણે ટ્રેક્શન એલોપેસિયા થઈ શકે છે. એક એવી સ્થિતિ જે ફોલિકલને નબળી પાડે છે, અને તમારા વાળને પરત ઉગાડવાનું રોકે છે.
ગરમ પાણીથી વાળ ધોવા
ગરમ પાણીથી વાળ ધોવાથી તમારા વાળ વધુ પ્રમાણમાં ખરી શકે છે. ગરમ પાણી વાળના સ્ટ્રેન્ડ્સને ડિહાઇડ્રેટ કરે છે, જેના પરિણામે વાળમાં ડ્રાયનેસ આવે છે. જેના કારણે વાળ ખરી પડે છે.
સતત તડકામાં રહેવું
સતત તડકામાં રહેવાથી પણ વાળ ખરવાની સમસ્યા ઉદ્દભવે છે. સૂર્યના UVA અને UVB કિરણો તમારા વાળના બાહ્ય કવર ક્યુટિક્લ્સ નુકસાન કરી શકે છે. જેથી તમારા વાળ પાતળા, સૂષ્ક અને નબળા પડી શકે છે.
વધુ પડતી સ્ટાઇલિંગ અથવા હીટ હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તમારા વાળને તેટલું જ વધારે નુકસાન થાય છે. આવી હેર પ્રોડક્ટ્સમાં રહેલ હાઇ આલ્કોહોલ કન્ટેન્ટના કારણે તમારા વાળ સૂષ્ક અને બરછટ બને છે. જ્યારે પણ તમે વાળમાં કાંસકો કરશો તમારા વાળ ખરવા લાગે છે.
ધૂમ્રપાન
તણાવની સાથે ધૂમ્રપાન પણ વાળ ખરવા પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. કારણ કે તે તમારી ખોપરી ઉપરની ચામડીમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે અને તમારા વાળના ફોલિકલ્સના ડીએનએને નુકસાન પહોંચાડે છે. જો તમે તમારા રોજિંદા જીવનમાં ધૂમ્રપાન કરવાનું ટાળો છો તો તમને સ્વાસ્થ્યની સાથે વાળ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે.
વધુ પડતું કોમ્બિંગ
તમારા વાળને વધુ પડતું કોમ્બિંગ અથવા કાંસકો કરવાથી માથાની ચામડીમાં તણાવ આવી શકે છે, જેના કારણે વાળ તૂટી શકે છે. જો તમારા વાળ ખૂબ જ ગૂંચવાયેલા હોય તો વારંવાર કાંસકો કરવાની જરૂર નથી. જો તમારા વાળ વધારે ગૂંચવાયેલા રહે છે તો તમે શેમ્પૂ બાદ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. અથવા ડિટેન્ગલિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.
અનિયમિત ખોરાક
યોગ્ય સમયે જમવાનું ટાળવું એ એક ખરાબ ટેવ હોઇ શકે છે. તમારી જાતને ભૂખ્યા રાખવાથી તમારા શરીરને તમામ ઊર્જા મહત્વપૂર્ણ કાર્યો તરફ દોરવા દબાણ કરે છે - જેમ કે વાળ બનાવવાની જગ્યાએ તમારા હૃદય અને મગજને કામમાં મદદ કરવી. વાળને ખરતા અટકાવવા માટે બેલેન્સ અને સ્વાસ્થ્યવર્ધક ડાયટ લેવું ખૂબ જરૂરી છે. તમારા ખોરાકમાં દાળ, માછલી, ઇંડા, મીટ, શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર