દિવાળીમાં તમારા બોયફ્રેન્ડને ખુશ કરવા માંગો છો, તો આ ગીફ્ટ આપો

News18 Gujarati
Updated: October 15, 2019, 5:01 PM IST
દિવાળીમાં તમારા બોયફ્રેન્ડને ખુશ કરવા માંગો છો, તો આ ગીફ્ટ આપો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દિવાળી ખુશીઓનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એક બીજાને ભેટ આપે છે. ત્યારે આ દિવાળી પર જો તમે પણ તમારા પતિ કે બોયફ્રેન્ડના ચહેરા પર રોનક લાવવા માંગો છો તો તેને આપો આ વસ્તુની ભેટ. સામાન્ય રીતે બોયફ્રેન્ડ હંમેશા તેવા મેણાં મારતા હોય છે કે એ તમને વધુ ગીફ્ટ આપે છે. ત્યારે આ દિવાળી પર તેને ગ્રીફ્ટ આપી તેના ચહેરા પર લાવો ખુશી. જો કે તમને એ અસમંજસ હોય કે તમારા બોયફ્રેન્ડને શું ગીફ્ટ આપવી તો તે મામલે થોડી મદદ અમે કરી લઇએ.

શર્ટ કે ટી-શર્ટ
દિવાળી પર સામાન્ય રીતે આપણે નવા કપડાં પહેરતા જ હોઇએ છીએ. ત્યારે દિવાળીના દિવસે તમે તેને કોઇ સારી કંપનીનો શર્ટ કે ટી શર્ટ ખરીદીને આપી શકો છો. જેથી તે એ દિવસે નવા કપડા પણ પહેરશે અને તેમને યાદ પણ કરશે.

હેડફોન
સામાન્ય રીતે છોકરાઓને સંગીત સાંભળવાનો શોખ હોય છે અને તેમાં પણ કૂલ હેડફોન સાથે હોય તો વાત જ કંઇક ખાસ બની જાય. તમે તમારા બોયફ્રેન્ડ એક સારો હેડફોન આપી શકો છો. તેની જ્યારે પણ તે સંગીત સાંભળશે ત્યારે તે તમને યાદ કરશે.

નવો ફોનજો તમારું બજેટ સારું હોય તો તમે તેને નવો ફોન પણ ખરીદીને આપી શકો છો. કે પછી તેનું મનગમતું પુસ્તક પણ એક સારો વિકલ્પ છે.

શૂઝ
જેમ છોકરીઓને ઝવેરાત અને મેકઅપનો શોખ હોય છે તેમ છોકરાઓને શૂઝનો ભારે શોખ હોય છે. દિવાળી પર તમે તેને નવા શૂઝ ખરીદીને આપશો તો ચોક્કસથી તે ખુશ થઇ જશે.

ડિનર કે લંચ
તમે દિવાળી પર સાથે કોઇ સારી જગ્યાએ ડિનર કે લંચ લઇ શકો છો. કે પછી તમારા પોતાના ઘરે તેને બોલાવો. અને તમારા હાથથી બનેલું ભોજન તેને જમાડો.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर