સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ ફૂડ કોમ્બિનેશન, જાણો શું કહે છે આયુર્વેદ

ફાઈલ તસવીર

These Food Combinations Dangerous For Health: સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક મહત્વનો છે, તો તે પણ જરૂરી છે કે આપણે ક્યા પ્રકારનું ડાયટ લઇ રહ્યા છીએ. સવારના નાસ્તાથી લઇને રાતના ભોજન સુધી આપણે જે પણ ખાઇએ છીએ કે પીએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

  • Share this:
These Food Combinations Dangerous For Health: સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક મહત્વનો છે, તો તે પણ જરૂરી છે કે આપણે ક્યા પ્રકારનું ડાયટ લઇ રહ્યા છીએ. સવારના નાસ્તાથી લઇને રાતના ભોજન સુધી આપણે જે પણ ખાઇએ છીએ કે પીએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જોકે ઘણી વખત પોષકતત્વોથી ભરપૂર અને હેલ્થી ખોરાકની ઇચ્છામાં આપણે કંઇક એવા ફૂડ કોમ્બિનેશન બનાવી લઇએ છીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય જાળવી રાખવામાં ફૂડ કોમ્બિનેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઘણી વખત આપણે પોષક તત્વોથી ભરપૂર ભોજન તો કરીએ છીએ, પરંતુ સાચા ફૂડ કોમ્બિનેશન ન હોવાના કારણે તે એટલો અસર નથી કરતું. ઘણા એવા ફૂડ્સ છે જેને સાથે ખાવાથી ખોરાકમાં ઘણા ફાયદાઓ થાય છે, તો અમુક કોમ્બિનેશન સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે. આયુર્વેદમાં ભોજન સંબંધમાં ઘણા મહત્વના નિયમો જણાવવા આવ્યા છે, જેને પોતાની દિનચર્યામાં સામેલ કરીને આપણે સ્વાસ્થ્યને જાળવી શકીએ છીએ.

જમ્યા પછી તુરંત ન ખાવ ફળ

ફળો ખાવાનો પણ એક સમય નક્કી કરવામાં આવ્યો છે. તો તેને કઇ રીતે ખાવા જોઇએ તે પણ ખૂબ જરૂરી છે. આયુર્વેદ અનુસાર આજતકની એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફળોને અન્ય વસ્તુઓ સાથે ન ખાવા જોઇએ. કારણ કે જમ્યા પછી ફળોનું સેવન કરવાથી જલ્દી પચતા નથી અને તેવા શરીરને તમામ પોષકતત્વો પણ મળતા નથી.

તાજો ખોરાક ખાવ

હંમેશા તાજુ બનેલું ભોજન જ કરવું જોઇએ. વધુ સમયથી રાખેલું અને વાસી ભોજનના સેવનથી દૂર રહેવું જોઇએ. આયુર્વેદ અનુસાર તાજા ભોજનથી તેના ભરપૂર પોષકતત્વો મળે છે. જ્યારે લાંબા સમયથી પડેલા ભોજનમાં પોષક તત્વ ઓછા થઇ જાય છે. તેવામાં તેને પચાવવું મુશ્કેલ બને છે.

દૂધ વગરની ચા વધુ સારી

સામાન્ય રીતે લોકો ચામાં દૂધ નાખીને પીવે છે. પરંતુ દૂધ નાખવાથી તેની પોઝીટીવ અસર ખતમ થઇ જાય છે. એટલે કે દૂધવાળી ચા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં શોધ અનુસાર કહેવામાં આવ્યું છેકે, ચામાં રહેલા ફ્લેવનોયડ્સ જેને કેટેચિન્સ કહે છે, હ્યદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ જ્યારે આપણ ચામાં દૂધ ઉમેરીએ છીએ તો તેમાં રહેલ કેસિન્સ કેટેચિન્સના કોન્સન્ટ્રેશનને ઓછું કરી દે છે. આ કારણે ચાના ફાયદા મળી શકતા નથી.

દૂધ અને કેળાનું એકસાથે સેવન ટાળવું

ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે દૂધ અને કેળા એક સાથે લે છે. પરંતુ તમે તેનાથી અજાણ હશો કે તે એક ભારે ફૂડ કોમ્બિનેશન છે, જેને પચાવવામાં મુશ્કેલ થાય છે અને તેને એક સાથે ખાવાથી શરીરમાં ટોક્સિન ઉત્પન્ન થવાનું કારણ બની શકે છે.

નક્કર વસ્તુઓ સાથે ન લો પ્રવાહી

આયુર્વેદ અનુસાર ખોરાકમાં પ્રવાહીને નક્કર વસ્તુઓ સાથે ન લેવી જોઇએ. તેનાથી પાચનસંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તેથી આ વસ્તુઓનું સેવન જમવાના થોડા સમય પહેલા અથવા થોડા સમય પછી ઓછામાં ઓછા એક કલાક બાદ લેવી જોઇએ.

જમતી સમયે ન પીવો પાણી

જમ્યા બાદ તુરંત જ ઠંડુ પાણી પીવાથી બચવું જોઇએ. તેનાથી ખોરાક પચવામાં સમસ્યા થઇ શકે છે અને પચાવવામાં વધુ મહેનત લાગી શકે છે. તેથી જમ્યાના થોડા સમય બાદ પાણી પીવો.

રાત્રે ન ખાવ દહીં

ઘણા લોકો જમવામાં દહીં પણ સાથે લેવાનું પસંદ કરે છે. પરંતુ જમ્યા પછી તુરંત દહીં ખાવાથી બચવું જોઇએ. કારણ કે તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
Published by:kuldipsinh barot
First published: