મહેંદી ઉતાર્યા બાદ આ 5 ચીજ લગાવવાથી રંગ આવશે ખૂબ જ ઘાટ્ટો

મહેંદીની ફાઈલ તસવીર

કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે તૈયાર થતા હોય છે. તેમાં મહેંદીને પણ શુભ માનવામાં આવે છે. દરેક લોકો ઈચ્છે છે કે તેમની લગાવેલી મહેંદીનો રંગ ઘાટ્ટો આવે.. આ 5 રીત અજમાવવાથી મહેંદીનો રંગ આવે છે ઘાટ્ટો

 • Share this:
  કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે તૈયાર થતા હોય છે. તેમાં મહેંદીને પણ શુભ માનવામાં આવે છે. દરેક લોકો ઈચ્છે છે કે તેમની લગાવેલી મહેંદીનો રંગ ઘાટ્ટો આવે.

  આ ખાસ વાત ધ્યાનમાં રાખશો તો મહેંદીનો રંગ આવશે ઘાટ્ટો

  સરસિયાનું તેલ
  મહેંદી સુકાવા પર તેના પર સરસિયાનું તેલ લગાવવાથી ફાયદો થાય. તેનાથી રંગ ઘાટ્ટો બને છે. સરસિયાના તેલને હાથ પર રબ કરો.

  લવિંગનો શૅક
  મહેંદી સૂકાઈ જાય એટલે લવિંગનો ધૂમાડો લેવાથી પણ મહેંદીનો રંગ ઘાટ્ટો આવે છે. 4 થી 5 લવિંગની કળી લઈને તવા પર ગરમ કરો. જ્યારે ઘૂમાડો થવા લાગે ત્યારે તેની પર હાથ મૂકી દો. આ ધૂમાડાનો શૅક લેવાના કારણે મહેંદીનો રંગ ઘાટ્ટો ચડશે.

  પાણી ન લગાવશો
  મહેંદી લગાવ્યાના ઓછામાં ઓછા 10 કલાક સુધી પાણી ન લગાવશો. આ વાતનું ધ્યાન રાખો કે 10 કલાક સુધી પાણઈ વાળું કોઈ કામ પણ ન કરશો.

  વિક્સ
  શરદી-ખાંસીમાં રહાત અપાવતું વિક્સ પણ મહેંદીના રંગને ઘાટ્ટો બનાવવામાં ખૂબ મદદ કરે છે. મહેંદીને 1- થી 12 કલાક લગાવ્યા બાદ તેને સાફ કરી તેની ઉપર વિક્સ લગાવો. તેનાથી મહેંદીનો રંગ ઘાટ્ટો ચડે છે. જો તેના પર પાણી પડી જાય તો પેટ્રેલિયમ જેલી લગાવીને તેને બચાવી શકાય છે.

  લીંબુનો રસ અને ખાંડ
  ઘણી મહિલાઓ મહેંદી સૂકાઈ જવા પર તેની ઉપર લીંબુનો રસ અને ખાંડ લગાવે છે. તેનાથી પણ ઘાટ્ટો રંગ આવે છે. અને લાંબો તેમજ ઘણાં દિવસો સુધી ટકી રહે છે.

  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
  Published by:Bansari Shah
  First published: