Lifestyle Tipsઆ પાંચ ઇન્ડોર પ્લાન્ટ તમારા ઘરની સુંદરતામાં લગાડી દેશે ચારચાંદ, લોકો કરશે વખાણ

પ્રતિકાત્મક તસવીર

ઘરની અંદર ઉગાડી શકાય અને સજાવટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ઘણા પ્લાન્ટ છે. આવા પ્લાન્ટ કોઈપણ નર્સરીમાં ખૂબ સરળતાથી મળી જશે.

  • Share this:
લાઈફ સ્ટાઈલ ડેસ્કઃ ઘરને સજાવવા (home decoration) માટે લોકો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો બહારથી સજાવટનો સામાન લાવીને ઘરને સજાવે છે. તો કેટલાક લોકો ઘરે જ ઇન્ડોર પ્લાન્ટ (Indoor plant) લગાવી ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. ઘરે પ્લાન્ટ લગાવવાથી સુંદરતા વધવાની સાથોસાથ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમે પણ ઘરના ડેકોરેશનને નેચરલ ટચ (Natural touch to the decoration) આપવા માંગતા હોવ, તો ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવા અંગે જરૂર વિચારવું જોઈએ.

ઘરની અંદર ઉગાડી શકાય અને સજાવટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ઘણા પ્લાન્ટ છે. આવા પ્લાન્ટ કોઈપણ નર્સરીમાં ખૂબ સરળતાથી મળી જશે. આ પ્લાન્ટને ઓછા સમય અને ઓછી મહેનત ઉગાડી શકાય છે. ઘરના ખૂણામાં તેમને રાખી શકાય છે. ચાલો આજે તમને સ્પેશિયલ 5 પ્લાન્ટ અંગે જણાવીએ, જે તમારા ઘરને સુંદર બનાવી દેશે.

ફર્ન્સ
ભારતમાં ફર્ન્સની બોસ્ટન ફર્ન્સ અને ફોક્સટેલ ફર્ન્સ એમ બે વેરાઇટી જોવા મળે છે. તમે આ બંને વેરાઈટીને ઘરમાં ગ્રો કરી શકો છો. આ વેરાઈટી સજાવટ માટે પણ ખૂબ સારી છે. આ પ્લાન્ટને સૂર્યપ્રકાશની વધુ જરૂર રહેતી નથી. ઓછા પ્રકાશમાં પણ તમે તેને રાખી શકો છો. આ પ્લાન્ટને ભેજમાં રાખવામાં આવે તો તે વધુ સારા થાય છે. તમે આ પ્લાન્ટને બાથરૂમની અંદર ડેકોરેટ કરી શકો અથવા દિવાલ પર હેગિંગ પ્લાન્ટ તરીકે ટીંગાડી શકો છો.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

મની પ્લાન્ટ
મની પ્લાન્ટને ગ્રો કરવો ખૂબ સરળ છે. તમે આ પ્લાન્ટને કાચની બોટલમાં સાફ પાણી ભરીને કટીંગની મદદથી લગાડી શકો છો. સમયાંતરે તેનું પાણી બદલવું જોઈએ. પાંદડા કટ કરવા જોઈએ. જો પાંદડા પીળા પડવા લાગે તો તેમાં થોડું પોટેશિયમ નાખી દો, જેનાથી તમારો પ્લાન્ટ હંમેશા લીલો રહેશે અને ઘરની સુંદરતા વધારશે.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

પીસ લીલી
આ પ્લાન્ટની સૌથી સારી વાત એ છે કે, તેના પાંદડા મોટા અને કડક હોય છે. જેથી આ પ્લાન્ટને ઘરની અંદર ડેકોરેશન માટે રાખવા સારો વિકલ્પ છે. તમે તેમે નાનકડા કુંડામાં ઉગાડી શકો છો. તેને ટેબલ પર સજાવીને રાખી શકો છો. આ પ્લાન્ટ ખૂબ જ ઝડપથી ગ્રો કરવા લાગે છે. અલબત્ત, ઘણી વખત પાંદડાના કિનારા સુકાવા લાગે છે અને બ્રાઉન થઈ જાય છે. જરૂર કરતા વધુ પાણી નાખવાથી આવું બને છે. માટે પહેલા પ્લાન્ટની માટીને ચેક કરો. જો તે સુકાવા લાગી હોય તો જ પાણી નાંખો. આ પ્લાન્ટમાં ફૂલ પણ ઉગે છે. તમે ઓછા સૂર્યપ્રકાશ વાળી જગ્યાએ પણ તેને રાખી શકો છો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

રબડ પ્લાન્ટ
રબડ પ્લાન્ટ તમને કોઈપણ નર્સરીમાં સરળતાથી મળી જશે. તમે આ પ્લાન્ટને ઘરની અંદર ઉગાડી શકો છો. આ પ્લાન્ટની હાઈટ સારી હોય છે. તમે ઈચ્છો તો તેને ઉપરથી કાપી અલગ કુંડામાં તેના સ્ટેમ્સ માટીમાં નાખી ગ્રો કરી શકો છો. જોકે, આ પ્લાન્ટ ખૂબ ધીમે ઉગે છે. આ પ્લાન્ટને સીધા સૂર્યપ્રકાશ સામે ન રાખો, સમયાંતરે પાણી જોતા રહો.ક્રોટન
ક્રોટરની ઘણી બધી પ્રજાતિ ભારતમાં મળે છે. આ પ્લાન્ટના પાંદડા ઘણા રંગના અને ખૂબ સુંદર હોય છે. ઘરની અંદર આ પ્લાન્ટને ક્યાંય પણ ઉગાડી શકો છો. આ પ્લાન્ટમાં કેટલીક એવી પ્રજાતિ પણ મળે છે, જેમાં ફૂલ આવે છે. આ પ્લાન્ટને વધુ કાળજીની જરૂર પડે છે. આ પ્લાન્ટ જે કુંડામાં રાખો તેમાંથી પાણી ડ્રેનેજ થઈ જાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ, જો આવી વ્યવસ્થા હોય તો પ્લાન્ટ ખૂબ સારી રીતે ગ્રો કરે છે. તમે પ્લાન્ટને પ્રકાશવાળી જગ્યાએ પણ રાખી શકો છો અને ડાર્ક રૂમમાં પણ સજાવી શકો છો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતા પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
First published: